SearchBrowseAboutContactDonate
Page Preview
Page 592
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રસુધા ૫૬૭ વિ. લખવા, વાંચવાને અભ્યાસ વધારશે તે ઝટ લખતાં અને ઝટ વાંચતાં સારું આવડશેજી, માટી ઉમ્મરે થાક અને કટાળે તેમાં વિશ્ર્વ કરે છે, પણ પુરુષાર્થ સર્વાંના ઉપાય છે. સત્ય'ગની ભાવના રહે છે તે હિતકારી છે. વૈરાગ્ય-ઉપશમ વધે અને નિવૃત્તિને વખત પરમકૃપાળુદેવનાં વચને વાંચવા-વિચારવામાં જાય તથા મુખપાઠ કરી તેમાં વૃત્તિ રમ્યા કરે એમ કરવાથી નિરા થાય છેજી. પરમકૃપાળુદેવના ઉપકાર વાર'વાર યાદ કરી, તેની કરુણાથી જ આ દુષમકાળમાં સાચેા માર્ગ હાથ લાગ્યા છે તથા મનુષ્યભવ સફળ થવાનું કારણ બન્યું છે એમ વિચારી પરમકૃપાળુદેવ, તેમનાં વચના અને તેના આશ્રિત પ્રત્યે પ્રમાદલાવ આવ્યે જીવને ઉલ્લાસ આવે છે, તેનું શરણુ દૃઢ કરી તેને આશ્રયે આ દેહ છૂટે એવી ભાવના થયા કરે છે. આવા - ધર્મ પ્રત્યે ઉપેક્ષા થાય (ગરજ ન જાગે) તેવા -કાળમાં પરમકૃપાળુદેવની વીતરાગ મુદ્રા, તેમનાં વચનામૃત અને તેના માની જિજ્ઞાસા એ જીવને પરમહિતનું કારણ છેજી. છૂટવાની સાચી જિજ્ઞાસા દિવસે દિવસે વધતી જાય તેવા વૈરાગ્ય-ઉપશમ ભાવમાં દિવસે ગળાય તેમ પ્રવતવા ભલામણુ છેજી. અન`તકાળથી આ જીવ પરભાવ અને પરવૃત્તિમાં દુઃખી દુઃખી થઈ રહ્યો છે, તેના ઉપર દયા લાવી પરમશાંતિપદની ભાવના, આતમભાવના ભાવવાથી આત્માને શાંતિ પ્રાપ્ત થશેજી. પરમકૃપાળુદેવને જેટલી મુશ્કેલી માર્ગ પ્રગટ કરવામાં વેઠવી પડી છે, તેટલી આપણને વેઠવી પડે તેમ નથી. માત્ર તેમનું કહેલું માન્ય કરી, સમજીને શમાઈ જવાનું કામ છેજી. જે થાય તે સહન કરવું, પણ આત્માને નકામા વિકલ્પો કરી ક્લેશિત કરવા ચેાગ્ય નથીજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ - ૬૩૮ مر અગાસ, તા. ૮-૨-૪૬ મહા સુદ ૭, ૨૦૦૨ દાહરા — આત્મા શુદ્ધ જ જાણિયા, અશુચિ શૌરથોં ભિન્ન; તા શાસ્ત્રો સૌ જાણિયાં, શાશ્વત સુખે લીન. આપે પ્રશ્ન પૂછેલ છે કે ઉદાસીનતા અને વીતરાગતા એક જ છે કે ફેર છે? તેના ઉત્તરમાં જણાવવાનું કે તે શબ્દ વાપરનારના અભિપ્રાય ઉપર મુખ્ય આધાર છે. જ્યાં જે અર્થાંમાં વપરાયે હોય ત્યાં તે અર્થાંમાં સમજવા ઘટે છે. સરખી દિશાના બન્ને શબ્દો છે, છતાં શબ્દ જુદા હાવાથી અર્થ પણ જુદા થાય છે. અધ્યાત્મની જનની અકેલી ઉદાસીનતા” સુખકી સહેલી અકેલી ઉદાસીનતા.” આમ બન્ને વાકયોમાં કંઈક અફેર સમજાય છે. ઉદાસીનતાને, આત્મભાવ પ્રગટવાનું કારણ પ્રથમ વાકયમાં કહ્યું છે, જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે.’’ એટલે સમ્યક્દનમાં પણ વૈરાગ્યની પેઠે ઉદાસીનતા (સમતા) હોય છે. મિથ્યા સમતાને નામે તેને કોઈ અપેક્ષાએ સમ્યક્દન થવામાં વિજ્ઞભૂત પણ કહી છે. યથાર્થ ઉદાસીનતા (સમતા) સમ્યક્દન થયે ગણવા યેાગ્ય છે, અને સમ્યક્દનનું સ્વરૂપ પણ વીતરાગતા છે. વીતરાગતા એટલે રાગ દૂર થયેલી દશા; કાં તે અન`તાનુબંધી સંખ'ધી રાગ કે સ`પૂર્ણ રાગ દૂર થયે પ્રગટેલી દશા વીતરાગતા કહેવાય છે. વીતરાગતા હેાય ત્યાં રાગ ન હેાય, રાગના કારણેા દૂર કર્યાં હાય. ઉદાસીનતામાં રાગ આદિનાં કારણેા હેાવા છતાં સત્પુરુષના બધે કે પેાતાની પ્રગટ થયેલી દશાએ રાગદ્વેષમાં તણાઈ ન જવાય તેવી દશા સમજવાયેાગ્ય છેજી. પરમકૃપાળુદેવે ઉદાસીનતાના
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy