SearchBrowseAboutContactDonate
Page Preview
Page 581
Loading...
Download File
Download File
Page Text
________________ ५५६ બેધામૃત બને તેટલા પુરુષાર્થે અંતરમાં શાંતિ રહે, શીતલીભૂત રહેવાય, બાહ્ય પ્રસંગમાં સમભાવ ટકી રહે તેમ પ્રવર્તવા વિનંતી છે.જી. ભાવ ઉપર કર્મબંધન કે કર્મથી છૂટવાને આધાર છે તેથી સદ્ગુરુશરણે સંસારી પ્રસંગમાં ઉદાસીન ભાવ અને પરમકૃપાળુદેવના ગુણે અને પરમ ઉપકાર પ્રત્યે આદરભાવ વધી તલ્લીનતા પ્રાપ્ત થાય તેવી ભાવના, વર્તના હિતકારી છે. » શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧૫ અગાસ, તા. ૧૫-૮-૪૫ ભાદરવા સુદ ૮, ૨૦૦૧ આપે ૫. સંબંધી કંઈ લખ્યું છે તેના ઉત્તરમાં જણાવવાનું કે મુમુક્ષુને સંબંધ માત્ર ધર્મ-પ્રોજન પૂરત હોય છે, અને તે પણ પિતાને અને પરને હિતરૂપ થતું હોય તે સંબંધ કરવો કે ટકાવે ગ્ય છે. જે સ્વ-પરને લેશ કે પ્રતિબંધનું કારણ હોય છે તે મેહદયને પ્રકાર સંભવે છેજી. પરમકૃપાળુદેવને શરણે જે જીવ જશે તેનું કલ્યાણ સંભવે છે. તે અર્થે મારે કે તમારે પરિચય હશે ત્યાં સુધી હરકત નથી. પણ પરમકૃપાળુદેવનું ઓળખાણ તથા તેની આજ્ઞા પ્રાપ્ત થયા પહેલાં જે જે ઓળખાણ તથા પત્રવ્યવહાર આદિ પ્રસંગે પડે તે પ્રતિબંધનાં કારણ સમજાય છે. તે અર્થે હું પણ પત્રવ્યવહાર કરતાં ડરું છું; તે તમારે કેમ વર્તવું તે તમે વિચારી લેશોજી. | મુમુક્ષુ જીવને જ્યાંત્યાંથી મુકાવું છે, ત્યાં લફરાં વધારી તે ચિંતાના અગ્નિથી આત્માને વધારે બાળવા કેણ ઈચ્છે? પહેલું જીવનું કર્તવ્ય તે પિતાના આત્માને શાંત કરવાનું છે. પિોતે જ હળીમાં બળતું હોય તે બીજાને શી શીતળતા દેખાડી કે અપી શકે ? તે વારંવાર વિચારવા લાગ્યા છેજી. પિતાને વસ્તુસ્વરૂપ પ્રાપ્ત થયે બીજા તે તરફ સહજે વળતા હોય તે સ્વપરને અહિતનું કારણ ન બને તેમ મહાપુરુષ વર્તે છે તે પણ માત્ર એક દયાના કારણે, પણ માનાદિક શત્રુઓ અજાણ્ય પણ ન પિષાય, સ્વાર્થ સાધવાને લક્ષ કોઈ પણ પ્રકારે અંદર ઘૂસી ન જાય તેની અત્યંત ચેકસી સપુરુષ રાખે છે, અને એ પરોપકારનું કામ પણ સર્વો. ત્તમ તે કદી માનતા નથી. પિતાના જ ગુણની વૃદ્ધિ એ મુખ્ય કર્તવ્ય મહાપુરુષોએ માન્યું છે, અને શ્રી મહાવીરસ્વામી જેવા તીર્થંકરપદ પામનાર પુરુષે પણ સાડા બાર વર્ષ જેટલી મુદત મૌન રહ્યા છે, ત્યાં આપણે ઉપકાર કરવા નીકળી પડીએ તે કેવું વિચિત્ર કાર્ય લેખાય તે વિચારવા અર્થે લખ્યું છેજ. શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, તા. ૧૫-૯-૪૫ તત સત્ ભાદરવા સુદ ૮, ૨૦૦૧ પરમકૃપાળુદેવ તથા પ. પૂ. પ્રભુશ્રીજીના ઉપકારની સ્મૃતિ વાંચી હર્ષ થયે છેજી. એ જ આ ભવમાં આપણને આધારરૂપ છે.જી. પરમકૃપાળુદેવની કૃપા જ ભવ પાર કરનાર સમર્થ છે. તેમણે પોતે જ અભયદાન આપે તેમ જણાવ્યું છે કે આ કાળમાં કોઈ પણ જીવનું કલ્યાણ થવું હોય તે તે અમ થકી પણ બીજાથી નહીં. આવા પરમ આધારરૂપ સદ્દગુરુની આજ્ઞાએ વર્તવું એ જ આપણા આત્માને મેક્ષ પ્રત્યે પ્રવર્તાવવા તુલ્ય છેજી. બહુ દિવસથી
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy