________________
૫૪૮
બધામૃત સત્સંગ, સત્સંગ અને નિરંતર અવિચ્છિન્ન સત્સંગની ઉપાસનાનું આટલું આપણા હૃદયમાં વસી જાય તે અસંગપણું, વીતરાગપણું, સંપૂર્ણતા, નિષ્કિચનતા, નિર્મોહીપણું અને આત્મતૃપ્તિ સહેજે આત્મામાં આવવા લાગે.
“લેશે વાસિત મન સંસાર, કલેશરહિત મન તે ભવપાર.”—છી વશવિજયજી
બને તે ત્યાં વાંચનમાં પરમકૃપાળુદેવના વચનામૃત ઉપરાંત દિગંબરી “ભગવતી આરાધના” થેડી ડી વંચાય તે લાભનું કારણ છે. પરમકૃપાળુદેવે જણાવ્યું છે કે એ એક જ પુસ્તક જીવ કાળજી રાખી આત્માર્થે વાંચે તે બીજું કંઈ વાંચવાની જરૂર નથી. પ. પૂ. પ્રભુશ્રીજી પણ બહુ વખાણ કરતા હતા. સમાધિમરણ અર્થે તે છે.
અગાસ, તા. ૧૨-૮-૪૫ તજ તૂષ્ણુ ધન આદિ કેરી, મૂક મમતા ટળશે ભવફેરી; ભવ તરવા ઈચ્છે જો ભાઈ, સંત શિખામણ સુણ સુખદાઈ. ક્ષણભંગુર સંસાર વિચારે, ક્રાંતિ વડે ના જાણે સારો શેક વિયેગ ભયંકર ભારે, ભવદરિયાથી કોણ ઉગારે ? મજબૂત તારે હાથ રહીને, કોણ બેધશે કરુણા કરીને?
ઇંદ્રજાલ સમ નિષ્ફળ સહુ તજ, મેક્ષપદે મન રાખી પ્રભુ ભજ. (વૈરાગ્યમણિમાળા) વિ. આપનું કાર્ડ મળ્યું. જે તમને તમારા પિતા ત્યાં ધામણમાં રહી પવિત્ર જીવન ગાળવા કહે છે તે માન્ય કરવામાં તમારું વિશેષ હિત સમજાય છે. મુંબઈને મોહ ઘણાને
ગરૂપ, દરિદ્રતારૂપ, વ્યસનની આપત્તિરૂપ નીવડ્યો છે. તેમ છતાં તેવું જ પ્રારબ્ધ બાંધેલું હોય અને મુંબઈને મેહ ન છૂટે તેમ હોય તે બહુ બહુ સંભાળપૂર્વક, આત્મહિતને વિશ્વ કરે તેવી પરિસ્થિતિમાં મુકાયે છું એમ નિર્ણય રાખી, બનતાં સુધી તે વાતાવરણમાંથી અમુક અમુક વખત તે જરૂર વર્ષમાં છુટાય તેવું મારે કર્તવ્ય છે એવી ભાવનાપૂર્વક નછૂટકે રહેવું ઘટે છેજ. તમારા પિતા જે સંતોષપૂર્વક જીવન ગાળે છે તે અમુક વર્ષ પછી પણ મારે કર્તવ્ય છે એ લક્ષ ન ચુકાય તેમ કંઈ ને કંઈ પ્રસંગે વિચારતા રહેવા વિનંતી છે. ' તમે પુછાવેલ પ્રશ્નને ઉત્તર પરમકૃપાળુદેવના શબ્દોમાં નીચે છે – “દયાની લાગણી વિશેષ રહેવા દેવી હોય તે જ્યાં હિંસાનાં સ્થાનકે છે, તથા તેવા પદાર્થો લેવાય દેવાય છે, ત્યાં રહેવાને તથા જવાઆવવાને પ્રસંગ ન થવા દેવું જોઈએ, નહીં તે જેવી જોઈએ તેવી ઘણું કરીને દયાની લાગણી ન રહે તેમ જ અભક્ષ્ય પર વૃત્તિ ન જવા દેવા અર્થે, અને તે માર્ગની ઉન્નતિન નહીં અનુમોદનને અર્થે, અભક્ષ્યાદિ ગ્રહણ કરનારને આહારાદિ અર્થે પરિચય ન રાખવું જોઈએકેટલાંક કાર્યો એવાં હોય છે કે તેમાં પ્રત્યક્ષ દોષ હેતે નથી, અથવા તેથી દોષ થતું હોતું નથી, પણ તેને અંગે બીજા દોષોને આશ્રય હોય છે, તે પણ વિચારવાનને લક્ષ રાખે ઉચિત છે.” (૭૧૭)
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ