________________
મેધામૃત
૫૧૮
નથી; તે હે પરમકૃપાળુદેવ ! આપ સમાન જહાજ જ અમારા આધાર છે, આશ્રયસ્થાન છે. એમ એ ગાથા વિચારવા યાગ્ય છેજી.
“અધમાધમ અધિક પતિત, સકળ જગતમાં હુંય; એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શુંય ?’’
એ ગાથા પૂછી તેના વિચાર એમ કબ્ય છે કે નિગાહથી નીકળી પરમકૃપાળુદેવના શરણુ સુધી અવાયું એ કોઈ અલૌકિક મીના બની છે. પરંતુ હવે જો તે શરણુ, મરણ સુધી પકડી ન રાખું તે મારા જેવા આત્મઘાતી મહાપાપી ખીજો કોઈ ગણાય નહીં. તેણે જણાવેલે માર્ગે ચાલવાને બદલે કાળા હાથ અને કાળા મુખવાળા વાંદરા જેવા પશુપણે વતું, કાળાબજારની નીતિથી ધન એકઠું કરવામાં જ જીવન કૃતાર્થ માનું અને આ ભવનું ઉત્તમ કર્તવ્ય આ પત્રને મથાળે જણાવ્યું છે તે વીસરી જાઉં તેા સત્પુરુષને મળી તેની પ્રરૂપણાથી વિપરીત વર્તી તેના દ્રોહી બનવાનું અધમાધમ પુરુષના લક્ષણ જેવું મેં કર્યું ગણાય; પશુ કે અનાર્ય - જનાને તા કોઈ આધાર કે ઉપદેશ કર્યું ગેાચર થયા નથી, તેથી તે તજવા ચેાગ્ય વસ્તુનું અત્યંત મહાત્મ્ય મનમાં રાખે તેમાં તેના દોષ એછે. ગણાય; પણ જેને પરમ પુરુષનાં દન, તારકતત્ત્વથી પૂર્ણ વચને કર્યુ ગોચર થયાં છે, તેના આશ્રિત ગણાય છે, છતાં તેને વગેાવાવે, નિંદાવે તેવું જેનું વર્તન, ચિંતન, કથન હેાય તે અધમાધમ પુરુષ કરતાં પણ અધિક પતિત ગણાય એમ વિચારી પોતાની જવાબદારીના ઉત્તમ ખ્યાલ રાખી જે પુરુષાનું અવલંબન લીધું છે તે જ નિરંતર ધ્યેયરૂપે, આચરણના આદશ રૂપે રહે તેમ પુરુષાર્થ કર્તવ્ય છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૫૬૨
અગાસ, તા. ૨૧-૨-૪૫
આ ભવમાં સમાધિમરણના લાભ એ જ ખરી કમાણી છે. તેને માટે ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીએ ૩૬ માળાની યાજના દિવાળી ઉપર ગાઢવી છે તે ભાવપૂર્વક થાય તે જીવનાં અહાભાગ્ય ગણવા યેાગ્ય છેજી. રાજ કઈ ને કઈ ખાર ભાવનામાંથી વિચારી સમાધિમરણની સ્મૃતિ કરી આત્મશાંતિના લાભ લેતા રહેવાની ટેવ પાડવા યેાગ્ય છેજી. “આપ સમાન બળ નહીં અને મેઘ સમાન જળ નહીં' એ કહેવત પ્રમાણે પાતે પુરુષાર્થ કરી મૂક્યો હશે તે આખરે બહારની મદદ મળેા કે ન મળેા પણ કરેલું કયાંય જવાનું નથી. આખર વખતે તે ગુણુ દેશે. માટે પૈસાટકાની ચિંતા ઘટાડી પ્રેમપૂર્ણાંક ભક્તિમાં વૃદ્ધિ થાય તેની કાળજી રાખતા રહેવા વિન'તી છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૫૬૩ તત્ સત્
અગાસ, તા. ૨૪-૨-૪૫ ફાગણુ સુદ ૧૩, શનિ, ૨૦૦૧
સુખ નથી સ'સારમાં ખરી વાત સુણાવું, સુધર્મ સુખની ખાણુ રે – ખરી વાત સુણાવું; અંશે પણ પાપા તજે – ખરી॰ તે ત્રર્તો લે કલ્યાણુ રે – ખરી નાવ ડૂબે અતિ ભારથી – ખરી॰ તેમ જ હિંસા-ભાર ♦ – નરક-સમુદ્રે જીવને – ખરી॰ ડુબાડે,
ખરી
વિચાર
૨ – ખરી