________________
પત્રસુધા
૫૧૭ બળ ઠીક છે. તેમાં સંપ રહે અને સત્સંગ, ભક્તિ, વાચન, વિચારના પ્રસંગ રહ્યા કરે તે અસત્સંગનું બળ ઘટે અને વિચારની નિર્મળતા થતાં સ્વરૂપ પ્રાપ્તિની સરળતા થાય. વ્યક્તિગત પ્રયત્ન અને સમૂહમાં ભક્તિ આદિના પ્રસંગેની પણ જરૂર છે. જે જે નિમિત્તે ભક્તિભાવ વધે, ધર્મપ્રેમ, વાત્સલ્યતા, પ્રભાવના, ગુણવૃદ્ધિ થાય તેમ પ્રવર્તાવા સર્વને ભલામણ છે. વૈરાગ્ય ઉપશમ અર્થે બાર ભાવના, દશ યતિધર્મ, સમાધિમરણ આદિ “સમાધિસોપાનમાંથી વાંચતા રહેવા ગ્ય છેજ. “દેહાદિ સંબંધી જે પુરુષે હર્ષવિષાદ કરતા નથી તે પુરુષે પૂર્ણ દ્વાદશાંગને સંક્ષેપમાં સમજ્યા છે, એમ સમજે.” (૮૪૩)
૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
પ૬૧ અગાસ, ફાગણ સુદ ૯, મંગળ, ૨૦૦૧ | વિ. પરમકૃપાળુદેવની કૃપાથી યથાશક્તિ ધર્મ ધ્યાનમાં પ્રવર્તે છે; તે પરમ પુરુષને અવલંબને આ મનુષ્યભવ સફળ કરવાની સામગ્રી પૂર્વના મહતું પુણ્યથી પ્રાપ્ત થઈ છે તે વ્યર્થ વહી ન જાય તેટલી જાગૃતિની જરૂર છે, કારણ કે પુરુષોત્તમ ભગવંતે જ કહ્યું છે – “દુર્લભ એ મનુષ્યદેહ પણ પૂર્વે અનંત વાર પ્રાપ્ત થયા છતાં કંઈ પણ સફળપણું થયું નહીં, પણ આ મનુષ્યદેહને કૃતાર્થતા છે કે જે મનુષ્યદેહે આ જીવે જ્ઞાની પુરુષને ઓળખ્યા તથા તે મહાભાગ્યને આશ્રય કર્યો. જે પુરુષને આશ્રયને પામીને જીવ તે ભવે અથવા ભાવી એવા થડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે.” (૬૯૨)
અચિંત્ય તુજ માહાભ્યને, નથી પ્રફુલ્લિત ભાવ,
અંશ ન એકે સ્નેહને, ન મળે પરમ પ્રભાવ.” આ દેહરાને ભાવાર્થ તમે પૂક્યો હતો, તેને પરમાર્થ ઉપર ટકેલા પત્રમાં સ્પષ્ટ સમજાય છે કે “જેને બીજું કંઈ સામર્થ્ય નથી એવા અબુધ અને અશક્ત મનુષ્ય પણ તે આશ્રયના બળથી પરમ સુખહેતુ એવા અદ્ભુત ફળને પામ્યા છે, પામે છે અને પામશે. માટે નિશ્ચય અને આશ્રય જ કર્તવ્ય છે, અધીરજથી ખેડ કર્તવ્ય નથી.” (૮૪૩) આવું અચિંત્ય ચિંતામણિરવરૂપ ધર્મનું સ્વરૂપ જેણે નિરૂપણ કર્યું છે તેનું અચિંત્ય માહાસ્ય છે, પણ તે પ્રત્યે પ્રફુલ્લિત ભાવ, પરમ ઉલ્લાસ છવને આવતો નથી. એ કઈ પૂર્વના અંતરાય ભાસે છે. સાંસારિક તુચ્છ વસ્તુઓ પ્રત્યે સર્વ પ્રદેશે આત્મા આકર્ષાઈ તન્મય બની જાય છે, પણ તેને એક અંશ પણ પરમ પુરુષના પરમ ઉપકાર પ્રત્યે ટકો નથી; તેની સાથે પ્રીતિ બંધાતી નથી, તેની સ્મૃતિ વારંવાર આવતી નથી, એ જીવનું નિર્બળપણું પ્રગટ જણાય છે. વળી આ કળિકાળમાં જન્મી પરવસ્તુમાં વૃત્તિ રાખી જીવે પિતાના વીર્યને આત્મઘાતક બનાવ્યું હોવાથી એ પરમ પ્રભાવ જીવમાં પ્રગટી આવે તેમ જણાતું નથી. પરમગુરૂ શ્રી ગૌતમસ્વામી મિથ્યાત્વકુળમાં જન્મ્યા, ઊછર્યા, અધ્યયન કર્યું અને મિથ્યાત્વ પિષી તેમનામાં વેદાંતમાં) અગ્રગણ્ય બન્યા છતાં તે વીર્ય પરમ પ્રતાપી શ્રી મહાવીર ભગવાનના ગે પલટાઈ ગયું તો પટ્ટધર ગણધર પદવી પામ્યા. એ પરમ પ્રભાવ હે પ્રભુ ! મારામાં જણાતું નથી અને પરમ પ્રભાવ વિના આ સ્વયંભૂરમણ સમુદ્ર જેવો મેહ તરી શકાય એ