SearchBrowseAboutContactDonate
Page Preview
Page 536
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રસુધા ૫૧૧ આ દેહ છોડે છે. બીજે ક્યાંય ચિત્તને ભટકવા દેવું નથી, એવો નિશ્ચય કરવાને કામી હોય તે કરે છે અને એ પરમપુરુષના નિશ્ચય અને આશ્રયથી તરે છે. માટે પરમ દુર્લભ એવી શ્રદ્ધા દિવસે દિવસે વર્ધમાન થાય તેવી ભાવના કર્તવ્ય છેછે. આ સંસારનાં સુખ ઝેર જેવાં છે અને દુઃખ તે સર્વને અનુભવમાં છે, તે કંઈ પણ સંસારી કામના મનમાં હોય તે કાઢી નાખી એક પરમકૃપાળુદેવમાં વૃત્તિ વારંવાર વાળી તે મહાપુરુષ જે દેહાતીત દશામાં પરમ અમૃતમય આત્મિક સુખમાં નિરંતર મગ્ન છે તેની જ ભાવના, અભિલાષા, પિપાસા ચાલુ રહે એમ વિચારવા ગ્ય છે. ભક્તિ, ભક્તિ અને ભક્તિ એ જ આધાર છે. પપર અગાસ, માગશર વદ ૯, ૨૦૦૧ સત્સંગને વેગ પરસ્પર રહ્યા કરે એ પુરુષાર્થ ચૂકવા જેવું નથીજી. આ કાળનું સ્વરૂપ વિચારતાં પણ વૈરાગ્ય વર્તે તે કાળ આવી પડ્યો છે ત્યાં પ્રમાદ એગ્ય નથી. અને જેણે બળતામાંથી બચાવી લેવાય તેટલું બચાવી લેવું એવા વિચારથી બ્રહ્મચર્ય આદિને નિયમ ગ્રહણ કર્યો હોય તેણે તે જાણે છેડી મુદત માટે સાધુપણું સ્વીકાર્યું છે એવો ભાવ રાખી પરમાર્થની જિજ્ઞાસા વધારી જ્ઞાની પુરુષની આજ્ઞાને પ્રાણ કરતાં પણ વિશેષ હિતકારી ગણી વર્તવું ઘટે . જેવું સંસારનું વિકરાળ સ્વરૂપ નજરે પ્રગટ જણાય છે તેથી વિશેષ મેહનું સ્વરૂપ છે એમ વિચારી મેહસિંહના પંજામાં ફસાઈ ન જવાય એટલી જાગૃતિ રાખવાની જરૂર છે. પ્રારબ્ધાનુસાર ધન આદિની પ્રાપ્તિ થાય છે તેમાં હર્ષશોક જે કરતા નથી તે વિચારવાન ગણાય છેજ. પુણ્યના ઉદયમાં રાજી થવું અને તેમાં ને તેમાં વૃત્તિ જોડી રાખવી તથા પાપના ઉદય વખતે ખેદ કરો, લેશિત થવું એને જ્ઞાની પુરુષોએ જુગારમાં હારજીતથી હર્ષશેક થાય છે તેની સાથે સરખાવેલ છે, માટે બને ત્યાં સુધી અવિષમ ઉપગે વર્તવું છે એ દઢ નિશ્ચય મુમુક્ષુ જીવે કરી, તે પ્રમાણે યથાશક્તિ વર્તાય તેવા પુરુષાર્થમાં પ્રવર્તવાની જરૂર છે”. આ મનુષ્યભવમાં અપૂર્વ યેગે જે જીવ કરવા યોગ્ય કાર્ય માટે કાળજી નહીં રાખે તે પછી તે લૂંટાઈ ગયા પછી આવો વેગ ક્યારે પ્રાપ્ત થશે તે તે તરફ નજર નાખતાં પણ સમજાય તેમ નથી. માટે પ્રમાદશત્રુને વશ ન થતાં જાગ્રત જાગ્રત રહેવાની જ્ઞાની પુરુષોને પણ મહાજ્ઞાની પુરુષોએ પ્રેરણા વારંવાર કરી છે, તે લક્ષમાં લઈ આપણે પણ સમાધિમરણની તૈયારીમાં જ રહેવું ઘટે છે. કેઈ રીતે ગફલતમાં રહેવું ઘટતું નથી. આયુષ્યને શે ભરે? લીધે કે લેશે એમ થઈ રહ્યું છે. ભક્તિ, વાચન, વિચાર, સ્મરણ આદિ સત્સાધને આ કાળમાં દુર્લભ છતાં જે પ્રાપ્ત થવાને પુણ્યદય આવી ગમે તે હવે એક પુરુષાર્થ કર બાકી છે અને તે આપણા જ હાથની બાજી છે, તે બને તેટલી એ સાચી દુર્લભ વસ્તુઓની ભાવના નિરંતર રહ્યા કરે તેમ કંઈ કરવા ભલામણ આપ સર્વને છે. અબળાઓ પણ આ પુરુષાર્થ કરી શકે તેમ છે પણ જીવને ગરજ હોય તેટલું જ બને છે. માટે આત્મહિતની ચિંતના દિવસે દિવસે વધતી જાય અને કરવા યોગ્ય જે જ્ઞાની પુરુષોએ જણાવ્યું છે તે વિસ્મરણ ન થાય તેટલે ઉપગ તે રાખ્યા રહે. એક ભવના છેડા સુખ માટે અનંત ભવનું અનંત દુઃખ નહીં વધારવા પ્રયત્ન પુરુષો કરે છે.” (૪૭) એમ પરમકૃપાળુદેવે કહ્યું છે તે વારંવાર વિચારી આ આત્માને અનંત દુઃખમાં
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy