________________
પત્રસુધા
૪૮૯ “પરમ શાંતિપદને ઈરછીએ એ જ આપણે સર્વસમ્મત ધર્મ છે, અને એ જ ઈચ્છામાં ને ઈચ્છામાં તે મળી જશે. માટે નિશ્ચિત રહો.” (૩૭)
“તુજ વિયેગ કુરતો નથી, વચન-નયન યમ નાંહિ;
નહિ ઉદાસ અનભક્તથી, તેમ હાદિક માંહિ.” નિત્યનિયમના અર્થની ચોપડી છપાઈ છે તે કાળજી રાખીને બધા અર્થ વાંચી હદયમાં ઊંડા ઉતારી છાપી લેવા યોગ્ય છેજ. “આત્મસિદ્ધિ-વિવેચન' વાંચતા હશોજી.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
પ૩૬
અગાસ, તા. ૧૭-૧૦-૧૯૪૪
આસો વદ ૦)), સં. ૨૦૦૦ તત્ છે. સત્
દીપોત્સવી દિન, સમાધિમરણપર્વ દેહરા – તારે ને આ દેહને, વિયેગની ક્યાં વાર?
શાંતિ શાશ્વત જે ચહે, અહિંસાદિક વિચાર. (પ્રજ્ઞા ૭૧) સદ્ગુરુબોધ વિચાર વિરાગે, ઉપશમ જલમાં ઝીલે રે, તજી અનાદિ ગંદા ભાવ, આત્મદષ્ટિ-રસ પી લે રે.
આત્મહિતાર્થે નિયમિત વૃત્તિ શખવી સદ્ગુરુ રાયે રે. સમ્યફદર્શન તે ધ્રુવ તારો દિશા સત્ય બતાવે રે,
ત, નિયમ સૌ તેથી સવળાં, વર્તાવે સમ ભાવે છે. આત્મ (પ્રજ્ઞા) ૩૨) પરમકૃપાળુદેવે કહ્યું છે કે “કઈ પણ કારણે આ સંસારમાં લેશિત થવાયોગ્ય નથી.” (૪૬) “ખેદ નહીં કરતાં શૂરવીરપણું રહીને જ્ઞાનીને માર્ગે ચાલતાં મોક્ષપાટણ સુલભ જ છે.” (૮૧૯) આમ છે તે આપણે બીજું શું જોઈએ છે? મેક્ષ મળતા હોય તે આ બધું ભલે ચાલ્યું જાય. જીવને લેકલાજ બહુ આડી આવે છે, તેને જ્ઞાની પુરુષોએ અનંતાનુબંધી કષાયનું મૂળ કહ્યું છે. લો કે શું કહેશે? લેકમાં બેટું દેખાશે' એવા ડરથી જીવ આત્મકલ્યાણનાં કારણોથી દૂર રહ્યા કરે છે. જે લેકની જ જરૂર હોય તે લેક તે તેને પ્રાપ્ત થયેલું જ છે. લેકે કહે તેમ વર્તે તે પણ લોકોને બધાને તે કોઈ રાજી રાખી શકાયું નથી. તીર્થકર જેવાની ગોશાલા જેવા અન્યમતી નિંદા કરતા હતા. અલૌકિક માર્ગનું અવલંબન જીવ લે છે ત્યારે લોકો તેને લૌકિકમાં રાખવા બહુ સમજાવે છે, દબાવે છે અને ન ચાલે તે નિંદા કર્યા કરે છે. અનાદિકાળથી આમ જગતમાં થતું આવ્યું છે. પરંતુ જે શૂરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ટકી રહ્યા તેમને મોક્ષપાટણ સુલભ જ છે એમ જ્ઞાની પુરુષો પિકાર કરીને કહે છે. આપણું કામ જ્ઞાનીનાં વચને ગ્રહણ કરી તેને આશય સમજી આપણું આત્મહિત સાધી લેવું એ જ છેજ. જેના ઘરમાં શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ છે, જેને પુરુષને યોગે પરમકૃપાળુદેવ પ્રત્યે ભક્તિ જાગી છે અને જેને સંસાર પ્રત્યે ઉદાસીનતા જાગી છે, એક મેક્ષની જ અભિલાષા વર્તે છે અને તે અર્થે સત્સંગને ઉત્તમ નિમિત્ત માની સત્સંગની ભાવના કર્યા કરે છે અને પુણ્યના ઉદયે સત્સંગની પ્રાપ્તિ થાય તે અપ્રમાદપણે સત્સંગે આત્મસુધારણું, સભ્રદ્ધા અને સદાચારની વૃદ્ધિ કરે છે તે આવા હડહડતા કળિકાળમાં પણ ભાગ્યશાળી છે. “વાય રે નવિ જાણે કળિયુગ વાયરે રે લે” એમ