SearchBrowseAboutContactDonate
Page Preview
Page 521
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૮ બોધામૃત બને કે અહીં બેઠાં બેઠાં આપણે ખુલાસા થાય છે તે મુશ્કેલી શા માટે વેઠવી? એ વિચાર ટાળવા એગ્ય છેજી. # શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૫૩૪ અગાસ, તા. ૧૬-૧૦-૪૪ મુમુક્ષતાની વૃદ્ધિ થાય અને સદ્દગુરુના શરણની દઢતા થાય તેમ દિન દિન પુરુષાર્થ કર્તવ્ય છે”. જે જ્ઞાની પુરુષના જ્ઞાનમાં છે તે સર્વ સાચું છેજી. તેનું જ કહેલું મારું માનવું છે. આ ભવમાં તેનું સમ્મત કરેલું સમ્મત કરી, યથાશક્તિ તેને આશયે વર્તાય તેમ કરી આટલું પાછલા પહોરનું આયુષ્ય બાકી હોય તે તેને શરણે સમાપ્ત કરવું છે, એ જેને દઢ નિશ્ચય છે તેને નિઃશંકતા વર્તે છે. નહીં સમજાતું હોય તે કષાયની મંદતા થયે અને જ્ઞાનાવરણીય પાતળાં પડતાં સર્વ સ્પષ્ટ થતું જાય છે અને થઈ જશે એ અટળ દઢ શ્રદ્ધા રાખી, અંતર પરિણતિ નિર્મળ થાય તે ઉપગ, પુરુષાર્થ કર્તવ્ય છેo % શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૫૩૫ અગાસ, તા. ૧૬-૧૦-૪૪ વખત નકામો ન જાય અને સંસારના વિકલ્પથી આત્મા કશિત ન બને તેવી કાળજી નિરંતર રાખવા ગ્ય છે. પરમકૃપાળુદેવનાં વચને જેના ઘરમાં છે તે મહાભાગ્યશાળી ગણાય. તેવાં અમૃતતુલ્ય વચને તજીને જે કષાય અને અજ્ઞાની ના સમાગમને રૂડો માને છે કે મૂર્ખ ગણાય? “અવસર પામી આળસ કરશે, તે મૂરખમાં પહેલેજી, ભૂખ્યાને જેમ ઘેબર દેતાં હાથ ન માંડે ઘેલેજી; સેવે ભવિયાં વિમલ જિનેસર દુલહા સજ્જન સંગાઇ.” એમ યશોવિજયજીએ કહ્યું છે તેવી મૂર્ખતાવાળા આપણે ન બનીએ એટલે લક્ષ રાખી, પરમકૃપાળુદેવનાં વચને વાંચવામાં, ગોખવામાં, વિચારવામાં, તેમાં તન્મય થવામાં જેટલો વખત જશે તેટલું આયુષ્ય લેખાનું છે. બાકીને કાળ તે ધમણની પેઠે શ્વાસે શ્વાસ લેવામાં ને મૂકવામાં જાય છે. સત્સંગને યોગ ન હોય ત્યારે સત્સંગની ભાવના સાચા હૃદયથી કર્યા કરવાથી તે વેગ આવી પડે છે. શું થાય છે તે તે પ્રારબ્બાધીન છે. બધી કર્મની ઘટનામાં રાજી થવા જેવું નથી, અને ખેદ કરવા જેવું પણ નથી. જેમ પરમકૃપાળુદેવના જ્ઞાનમાં દેખાયું છે તેમ જ બન્યા જાય છે. તેમાં આપણે આડીઅવળી કલ્પના કરીને શા માટે નકામાં કર્મ બાંધવાં ? આજ સુધી જે બનનાર હતું તેમ બન્યું છે, હજી જ્યાં સુધી કર્મો હશે ત્યાં સુધી બનવાનું હશે તેમ બનશે. આપણું કામ કર્મના ઉદય વખતે સમભાવ રાખવાનું છે. મરણપર્યત પરમકૃપાળદેવનું શરણ ટકી રહે અને તે મહાપુરુષને આશરે દેહ છૂટે એવું આ ભવમાં કરવું છે એ નિર્ણય કરી, તે ભાવના જાગ્રત રાખતા રહેવા જેવી છે. કેને ખબર છે કે કાલે શું થશે ? માટે આજના દિવસમાં જેટલે ભક્તિ, ભજન, વિચારણાને વખત મળે તેટલે લહાવે લઈ લેવો. જતા દિવસમાં કંઈક શાંતિનું કારણ વધે તેવી ભાવના ભાવવી.
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy