________________
૪૮૦
બેધામૃત અનાદિને અભ્યાસ છે તે ઉપર પરમકૃપાળુદેવે, નીચે જણાવું છું તેમાં, સખત પ્રહાર કર્યો છે તેને પ્રથમ લક્ષ લેવા ગ્ય છે. બીજી બધી વાત સમાગમે ક્રમે કરીને સમજાય તેમ છે.
હવે આપણે આત્મા કઈ દિશામાં હાલ છે, અને તે ક્ષાયિકસમકિતી જીવની દશાને વિચાર કરવાને યોગ્ય છે કે કેમ, અથવા તેનાથી ઊતરતી અથવા તેથી ઉપરની દશાને વિચાર આ જીવ યથાર્થ કરી શકે એમ છે કે કેમ? તે જ વિચારવું જીવને શ્રેયસ્કર છે, પણ અનંતકાળ થયાં જીવે તેવું વિચાર્યું નથી, તેને તેવું વિચારવું યોગ્ય છે એવું ભાસ્યું પણ નથી, અને નિષ્ફળપણે સિદ્ધપદ સુધીને ઉપદેશ જીવ અનંત વાર કરી ચૂક્યો છે તે ઉપર જણાવ્યું છે, તે પ્રકાર વિચાર્યા વિના કરી ચૂકયો છે, વિચારીને યથાર્થ વિચાર કરીને કરી ચૂક્યો નથી. જેમ પૂર્વે જીવે યથાર્થ વિચાર વિના તેમ કર્યું છે, તેમ જ તે દશા (યથાર્થ વિચારદશા) વિના વર્તમાને તેમ કરે છે. પિતાના બોધનું બળ જીવને ભાનમાં આવશે નહીં ત્યાં સુધી હવે પછી પણ તે વર્યા કરશે, કઈ પણ મહાપુણ્યને વેગે જીવ ઓસરીને તથા તેવા મિથ્યા-ઉપદેશના પ્રવર્તનથી પિતાનું બધબળ આવરણને પામ્યું છે, એમ જાણી તેને વિષે સાવધાન થઈ નિરાવરણ થવાને વિચાર કરશે ત્યારે તે ઉપદેશ કરતાં, બીજાને પ્રેરતાં, આગ્રહે કહેતાં અટકશે. વધારે શું કહીએ ? એક અક્ષર બેલતાં અતિશય-અતિશય એવી પ્રેરણાએ પણ વાણું મૌનપણને પ્રાપ્ત થશે અને તે મૌનપણું પ્રાપ્ત થયાં પહેલાં જીવને એક અક્ષર સત્ય બોલાય એમ બનવું અશક્ય છે; આ વાત કોઈ પણ પ્રકારે ત્રણે કાળને વિષે સંદેહપાત્ર નથી. તીર્થકરે પણ એમ જ કહ્યું છે, અને તે તેના આગમમાં પણ હાલ છે, એમ જાણવામાં છે. કદાપિ આગમને વિષે એમ કહેવાયેલ અર્થ રહ્યો હોત નહીં, તોપણ ઉપર જણાવ્યા છે તે શબ્દો આગમ જ છે, જિનાગમ જ છે. રાગ, દ્વેષ અને અજ્ઞાન એ ત્રણે કારણથી રહિતપણે એ શબ્દો પ્રગટ લેખપણું પામ્યા છેમાટે સેવનીય છે.” (૩૯૭)
- નિરાશ થવા જેવું નથી. પણ મેં ઘણું વાંચ્યું છે એ પ્રકારનું અભિમાન ભૂંસી નાખી હજી મારે તે દિશા શોધવાની છે, તે દિશાને નિર્ણય થયે જેટલે પુરુષાર્થ થશે તેટલે સવળે, ધ્યેયને પ્રાપ્ત કરાવનાર, નિકટ લાવનાર થશે. તેને અર્થે સત્સંગ, સપુરુષના સમાગમની જરૂર છે, તે તમને વૅકેશન જેવા વખતમાં પ્રાપ્ત થવા લાગ્યા છે. હાલ તે જે કામ હાથમાં અભ્યાસનું લીધું છે તે પૂર્ણ કરવા તરફ વૃત્તિ રાખી બીજા વિચારે ગૌણ કરી, વખતની અનુકૂળતા અને સત્સંગના ગે તે સર્વ પ્રશ્નોને નિવેડે આવવા ગ્ય છે એમ ગણી, તેની ભાવના રાખતા રહે. આકુળતા કે અશાંતિને દૂર કરી સદાચરણ, વૈરાગ્ય વગેરે વડે યોગ્યતા વધારતા રહેવા ભલામણ છેજી.
અગાસ, તા. ૭-૭–૪૪ આપનો પત્ર મળે. જે કોઈ મુમુક્ષુ ભાઈઓ ત્યાંના પાસેના હોય તે બધાને આમંત્રી જે મળી આવે તેમની સાથે ભક્તિભાવપૂર્વક માંગલિક કાર્ય કરી લેવું ઘટે છેજ. મોટી વાત ભાવની છે). “ભાવે જિનવર પૂછએ, ભાવે દીજે દાન; ભાવે ભાવના ભાવીએ, ભાવે