SearchBrowseAboutContactDonate
Page Preview
Page 502
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૯ પદ્મસુધા સાક્ષાત્ દન, ઉપદેશ, સ્મરણુ, સમાગમનેા લાભ મળ્યા છે તેનાં તે અહેાભાગ્ય માનવાં ઘટે છેજી. પ. પૂ. પ્રભુશ્રીજી કહેતા કે “તારી વારે વાર” તે તદ્ન સાચું જણાય છેજી. જીવ મળ કરે તે પરમકૃપાળુદેવની પ્રગટ અનંત દૈયા અનુભવાય તેમ છેજી. પ્રમાદ અને પરભાવે જીવનું ભૂંડું કર્યું છેજી. ખભાતમાં પરમકૃપાળુદેવે જણાવેલું પૂ. ત્રિભોવનદાસે, અહીં આવ્યા ત્યારે, જણાવ્યું હતું કે તમે છ આની મહેનત કરે તે અમે દશ આની ઉમેરી આપીશું. આ વાત કેટલી અદ્ભુત છે; અને પુરુષાર્થ પ્રેરક છે, તે કરી જોયે ખબર પડે. આપણામાં તે અનંત દોષો ભરેલા છે, પરંતુ પ. ઉ. ૫. પૂ. પ્રભુશ્રીજીના યાગ થયા પહેલાંની અને અત્યારની અવસ્થા તપાસીએ તે તેમાં આભ-જમીન જેટલેા ફેર સ્પષ્ટ સમજાય તેવા છે; તેમાં મુખ્ય કારણ તે પરમકૃપાળુનું યેાગબળ મને તેા સમજાય છેજી. નહીં તેા આ જીવનું વીર્ય આ કાળમાં કેવું અને કેટલું તથા કંઈ પણ તેણે માથું મૂકીને કરવા જેવે પુરુષાર્થ પણ કર્યાં નથી છતાં જે કઈ રંગ બદલાયા છે તે તેની માત્ર નિર્ગુણી ઉપર પણ કરુણા કરવાની ઉદારતા જ સમજવા ચેાગ્ય છેજી. અધિક શું લખવું ? ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૫૧૦ તત્ સત્ અગાસ, તા. ૫-૭-૪૪ આષાઢ સુદ ૧૪, બુધ, ૨૦૦૦ વિ. ભાઈ....ના પત્ર મળ્યા. તે ઉપરથી એક જૂના પ્રસ`ગ યાદ આવ્યા. શ્રી સુખલાલ પંડિત અમદાવાદથી અહીં આશ્રમમાં ૫. ઉ. ૫. પૂ. પ્રભુશ્રીજીના દર્શનાર્થે આવેલા. પછી દર્શન કરી તેમની આરડીએ તે ગયા ત્યારે મારે તે તરફ જવાનું થયું એટલે તેમણે મને પ્રશ્ન પૂછ્યો : જીવન એટલે શું ?” તેમની સાથે બેસી મેં તેમને પૂછ્યું : “જીવન એટલે તે જીવવું એમ સામાન્ય અર્થ થાય છે, પણ આપ કેવા જીવન સબંધી પૂછે છે ? વિદ્યાર્થીજીવન, વાનપ્રસ્થજીવન, ગૃહસ્થજીવન કે ત્યાગીજીવન એમ વિશેષતાથી પૂછવાથી વિશેષતાના ઉત્તર મળે.” એવામાં ૫. . પ. પૂ. પ્રભુશ્રીજી પાસેથી મને ખેલાવવા માણસ આવ્યું એટલે હું તેઓશ્રીની સેવામાં હાજર થયા અને નકામા વિકલ્પોથી છૂટયો. આજે લગભગ દશ-પદર વર્ષે આ પત્રમાં તે જ પ્રશ્ન હેાવાથી તે સ્મૃતિ તાજી થઈ અને તે મહાપ્રભુના મારા ઉપર કેટલા બધા ઉપકાર તથા મારી કેટલી કાળજી રાખતા તેની સ્મૃતિનું કારણ ભાઈ.... બન્યા છે. તેમના મનનું સમાધાન તેવા મહત્પુરુષાનું યાગમળ કરશે. હું તે પામર પ્રાણી છું. આજના પત્ર વાંચતાં મને સ્ફુરી આવ્યું : નહિ દે તું ઉપદેશ, પ્રથમ લેહિ ઉપદેશ; સબસે ન્યારા અગમ હૈ, વે!જ્ઞાનીકા દેશ.” તે ઉપરથી હું કેવા દોષમાં (પંડિતાઈમાં) દેરાતા હતા ત્યાંથી બચાવી મને મારી સાધનામાં સદ્ગુરુએ જોડયો હતા, તે તે વખતે સમજાયું નહોતું. આપને સમજવા અર્થે પરમકૃપાળુદેવે ક્ષાયકસમ્યક્ત્વની ચર્ચાના પત્રમાં જે લખ્યું છે તેમાંથી થાડું લખું છું તે વિચારશે, સમજાય તેટલું સમજશેા, બાકીનું સમાગમે સમજવા ભાવ રાખશેાજી. મહાપુરુષાએ જેને માટે ઘણાં વર્ષાં ગાળ્યાં છે તે સમજવા જેટલી શક્તિ આવ્યા પહેલાં સમજાવવા જવાના જીવના
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy