SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ २० * આધામૃત ૫ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ મહા વદ ૧૪, સામ, ૧૯૮૪ તત્ સત્ अनुष्टुप - राजचंद्रस्वरूपे मे भावना भवनाशिनी । असंग संगतियंत्र परमात्म प्रकाशिनी ॥ અનન્ય શરણુતા આપનાર એવા શ્રી સદ્ગુરુદેવને ત્રિકરણચાગે અત્યંત ભક્તિભાવે નમસ્કાર હા ! નમસ્કાર હા! ભાવદયાસાગર ભગવાન, પરમપુરુષાર્થપ્રેરક, સદા જાગૃતિમાં રાખનાર નિયંતા દેવ, પરમ પ્રગટ પુરુષાત્તમસ્વરૂપ, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ પરમાત્મા પ્રભુની પવિત્ર સેવામાં આ અધિકારી અલ્પજ્ઞ, તારું આલંબન ગ્રહીને આ ભવ ગાળવા ઈચ્છનાર દીનદાસના દોષા સામું ન જોતાં દયા લાવી સર્વ પ્રકારે આજ સુધી કંઈ અશાતના, અભક્તિ, અવિનય કે કંઈ અનુચિત વર્તન થયું હાય તેની ક્ષમા આપશે। અને નમ્રભાવે પ્રદર્શિત કરેલા નમસ્કાર સ્વીકારશેાજી પ્રભુ ! શ્લેાકા— અહા ! મૌન મુનિવર ! આટઆટલી સમૃદ્ધિ છતાં શી તારી ગંભીરતા ! અહા ! તારી સમતા ! અહા ! પરમકૃપાળુ તારી પરમાત્કૃષ્ટ કરુણા ! એવે દિવસ પ્રભુ કયારે આવશે કે તારા શુદ્ધ સ્વરૂપનું નિરંતર ભાન અખંડ જાગ્રત રહે ! આજ દિન સુધીના આ જીવના વ્યાપાર જોઈ જઉં છું ત્યારે સરવાળે દેવાળું કાઢવા જેવા જોગ જણાય છે. અરેરે! કયાં આપની તેર વર્ષ સુધીની દર્શાવેલી સમુચ્ચય વયચર્યાં અને કયાં આ ખાળકની આજ સુધીની અજ્ઞાનતા ! હે પ્રભુ! ઇન્દ્રિયાને આકર્ષક કોઈ વસ્તુ આવી કે પાધરી વૃત્તિ ત્યાં દોડે. પછી આંખ, મુખ ગમે ત્યાં રોકાયેલાં હાય પણ મન તે સરોવરમાં પથરો પડતાં ખળભળાટ થાય તેમ અણુઝણી ઊઠે. આ જીવે કાઈ કાળે એવી અપૂર્વ નિરાવરણ શાંતિ અનુભવી નથી કે જેથી એકદમ વૃત્તિને ઉલ્લાસમાં ને ઉલ્લાસમાં રાખી સર્વ અન્ય વાતનું વિસ્મરણ થાય. કાઈ પૂર્વના અનલ્પ પુણ્યના યેાગે આપ પ્રભુનું નામ કાનમાં પડ્યું અને આપની મધુર હૃદયવેધક વાણી સાંભળવાના ઉદય જોગ મળી આવ્યેા, તે માત્ર વિશ્રાંતિનું સ્થાન છે. આપની મુખમુદ્રાના ચિત્રપટ તેમ જ આપનું માહાત્મ્ય પરમેાપકારી સ્વામીશ્રી દ્વારા સાંભળવામાં આવતાં આ જીવને આપના ચરણકમળની સેવાના લાભ પ્રાપ્ત થશે એવી આશા રહે છે. આપનું જ શરણ ભવેાભવ હૈ। એમ હૃદય કબૂલ કરે છે. અભિમાનને હણનારી, વૈરાગ્યને પાષનારી, સર્વે પરભાવને શાંત કરનારી આપની દેશના સ્વમુખે સાંભળવા આ જીવ ત્યારે ભાગ્યશાળી થશે? હે જીવ! શાંત થા! શાંત થા! આમ અંતરમાંથી સ્ફુરણા થાય છે તે તારા આશીર્વાદ કૃપાળુદેવ જયવંત હા! સંસારના ઉષ્ણુ નામણામાં ઊકળતા આ જીવને જોઈ હે પરમકૃપાળુદેવ, તમે સત્તમાગમમાં મૂક્યો છે તે મહદ્ ઉપકાર છે. આ દેહાર્દિ આજથી, વાઁ પ્રભુ આધીન, દાસ, દાસ હું દાસ છું, આપ પ્રભુને દીન.’ રાજચંદ્ર સ્વરૂપે હા ભાવના ભવનાશિની, અસંગ સંગતિદાયી પરમાત્મ પ્રકાશિની.
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy