SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રસુધા હે પ્રભુ! આ અજ્ઞાન બાળકની તરફ કૃપાદષ્ટિ રાખવા વિનંતિ છે, નહીં તે જે જે આપે અનુકૂળતાઓ આ ભવમાં આપી છે તે જોતાં આ જીવ તેને ઘટતે ઉપયોગ નથી જ કરતે અને તે દૃષ્ટિએ તે મારા જેવો અધમમાં અધમ દુષ્ટ બીજે કઈ જતાં જડશે નહીં. અહો ! તારાં વચનામૃત ! અહે! તારું નિરંતર સ્મરણ અને ધ્યાન પ્રેમપૂર્વક કરનારા પરમાર્થી સંત ! અહો ! તારા માર્ગને દીપાવવા અને તે માર્ગમાં આવતાંને સહાયરૂપ થવા તત્પર થયેલા તારા ભક્તજને! અહા ! બ્રહ્મચર્યને આદર્શ રાખી તારું અવલંબન ગ્રહણ કરી, તને સાચે સ્વામી જાણી સર્વ તરફથી વૃત્તિ ઉઠાવી તારા સત્યસ્વરૂપને ઝંખનારાં મુમુક્ષુભાઈબહેને! - હે પ્રભુ! તારી ચૈતન્યમયી મૂર્તિ, તારે પરમ પુરુષાર્થ આ અભાગિયા જીવને પંચમકાળમાં પરમ આધારરૂપ છે. મહા વદ ૫, ૧૯૮૪ ને શુક્રવારે ચંદ્રપ્રભસ્વામી આદિ પ્રતિમાજીનું પ્રવેશમુહૂર્ત હતું તે પ્રવેશ મેળો અમારા અંતરઆત્માના “સમકિત દ્વાર ગભારામાં પ્રવેશ કરાવવા જાણે “સદ્દગુરુસંત સ્વરૂપ દ્વારા છેવટનાં વર્ષોમાં આ સૂચના થઈ હોય તેમ એ જિનપ્રતિમાનાં ભવ્ય દર્શન અને સસમાગમદાતા સ્વામીશ્રીજીની સાથે સ્તવન-ભક્તિ, વૃત્તિને આપ પ્રભુના તરફ વાળનાર જણાયાં હતાં. હે દીનબંધુ દયાળુ પ્રભુ ! ધાર્યું કંઈ થતું નથી. અતિ ભારે કર્મથી દબાયેલા આ જીવની ભાવના તે ઊર્વસ્વભાવ હોવાથી ઉપર ઊચી રહ્યા કરે છે, પણ ડોકું પકડીને કઈ પાણીમાં પકડી રાખે, ગૂંગળાવી નાખે તેમ કર્મશત્રુ ઊંચું માથું કરવા દેતું નથી, તે આપનાં દર્શન અને સ્મરણનું નિરંતર વહન ચાલુ રહે તેવું કયાંથી બને? એ ભાગ્યશાળી છે તે આટલો મોડે શા માટે જન્મે કે આપનાં સ્થૂલ દર્શનને પણ લાભ ન મળે? પણ થઈ તે થઈ. જાગૃતિના કાળમાં તે આવા સારા વાતાવરણમાં આપની યાદી આપની કૃપાએ કઈ ને કોઈ રૂપમાં અવારનવાર આવતી રહે પણ હે પ્રભુ! સ્વપ્નદશાથી તે ત્રાહિ ત્રાહિમામ ! સાતમી તમતમપ્રભા નરકની વેદના વખતે સંમત કરત પણ આ જગતની માહિતી સંમત થતી નથી.” એ આપનું વાક્ય અપૂર્વ લાગે છે. નિદ્રા તો જાણે પૂર્વની વેરણ હોય તેમ ગમે તે પ્રકારે દિવસના ૨૪ કલાકમાંથી પોતાને હિસ્સો વહેલી-મેડી છેડતી જ નથી, અને તેના પાશમાં પડયા એટલે જાણે ન ભાવ જ આવ્યું હોય તેમ જસાંભરે આર્ય દેશ કે ન સાંભરે મનુષ્યભવનું અમૂલ્યપણું કે ન સાંભરે ઉત્તમ કુળ કે ન સાંભરે પુરુષને બંધ કે કાંઈ નહીં. જાણે જંગલનું રેઝ હેય તે જીવ કેર ધાડ જે પશુવત્ બની જાય છે. અરે ! સર્વઘાતી પ્રકૃતિ તે સર્વઘાતી જ છે. હે પ્રભુ! અમર અજર અવિનાશીનેય ઘાત કરનારી પ્રકૃતિને હું કયારે સંપૂર્ણ ક્ષય કરી સર્વ પ્રકારનાં દર્શનાવરણથી રહિત થઈ તારું જ નિરંતર દર્શન કરીશ? આપની શુભ આશિષ ઈચ્છી આજને આ લવારે પૂરા કરી તારા પરમ પવિત્ર સ્મરણમાં વૃત્તિ વાળું છું. એ જ સહજાત્માસ્વરૂપની નિરંતર ભાવનાને કામી આપને દાસાનુદાસ બ્રહ્મચારી. ॥ गुरोस्तु मौनं व्याख्यानं शिष्यास्तु छिन्नसंशयाः ॥ કદી નાથ સામું ન જે અમારા, તથાપિ અમે છીએ સદાયે તમારા.”
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy