SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૨ બેધામૃત 3८७ અગાસ, તા. ૩-૧-૪૩ તત સત્ માગશર વદ ૧૨, રવિ, ૧૯૯૯ આપને પત્ર મળે. તેમાં પ્રશ્નોને ઢગલે આબે, તેમાંનાં પ્રથમ પ્રશ્નને પ્રથમ વિભાગ માર્ગનુસારી દશા સંબંધી છે તેને ટૂંક ઉત્તરથી જ આ પત્ર પૂરે થવાનો છે, પણ તે વિષે વિશેષ લક્ષ કરાવવા પરમકૃપાળુદેવે પત્રાંક ૪૩૧ માં સમ્યફદષ્ટિ તથા કેવળજ્ઞાન સુધીના ખુલાસા જણાવ્યા છે તે લક્ષમાં રાખવા ભલામણ છેજી. નીચે માત્ર માર્ગાનુસારીના ૩૫ બોલ જે રૂઢ પ્રચલિત છે તે ઉતારી આ પત્ર પૂર્ણ કરવા ધારું છું. માર્ગાનુસારીના ૩૫ બેલ (૧) ન્યાયસંપન્ન વિભવ - ન્યાયથી ધન મેળવવું. સ્વામીદ્રોહ, મિત્રદ્રોહ, વિશ્વાસ દઈને ઠગવું, ચેરી કરવી, થાપણ ઓળવવી વગેરે નિંદવા યોગ્ય કામ ત્યાગ કરીને ધન કમાવું તે. (૨) શિષ્ટાચાર પ્રશંસા - ઉત્તમ પુરુષોનાં આચરણનાં વખાણ કરવાં. (૩) સરખા કુળાચારવાળ પણ અન્ય ગેત્રી સાથે વિવાહ કરે. (૪) પાપનાં કામથી ડરવું. (૫) પ્રસિદ્ધ દેશાચાર પ્રમાણે વર્તવું. (૬) કોઈને અવર્ણવાદ બેલ નહીં. (૭) જે ઘરમાં પિસવા નીકળવાના અનેક રસ્તા નથી તથા જે ઘર અતિ ગુપ્ત અને અતિ પ્રગટ ન હોય અને પાડોશી સારા હોય તેવા ઘરમાં રહેવું. (૮) સારા આચરણવાળા પુરુષની સેબત કરવી. (૯) માતા તથા પિતાની પૂજા કરવી–તેમને સર્વ રીતે વિનય સાચવ અને તેમને પ્રસન્ન રાખવાં. (૧૦) ઉપદ્રવવાળા સ્થાનકને ત્યાગ કરવો – લડાઈ, દુકાળ વગેરે અડચણવાળાં ઠેકાણું છોડવાં. (૧૧) નિંદિત કામમાં ન પ્રવર્તવું, નિંદવાયેગ્ય કામ ન કરવાં. (૧૨) આવક પ્રમાણે ખર્ચ કરવું. (૧૩) ધનને અનુસરત વેષ રાખે –પદાશિ પ્રમાણે પોશાકી રાખવી. (૧૪) આઠ પ્રકારના બુદ્ધિના ગુણોને સેવવા – ૧. શાસ્ત્ર સાંભળવાની ઈચ્છા, શુશ્રષા ૨. શાસ્ત્ર સાંભળવાં, શ્રવણ ૩. તેને અર્થ સમજ ૪. તે યાદ રાખવે. ૫. ઉહ = તેમાં તર્ક કરે તે સામાન્યજ્ઞાન. ૬. અહિ = વિશેષ જ્ઞાન. ૭. ઉહાપેહથી સંદેહ ન રાખવો. ૮. જ્ઞાન = આ વસ્તુ આમ જ છે એ નિશ્ચય કરવો. (૧૫) નિત્ય ધર્મને સાંભળવા જેથી બુદ્ધિ નિર્મળ થાય. (૧૬) પહેલાં જમેલું ભોજન પચી જાય, ત્યાર પછી નવું ભેજન કરવું. (૧૭) જ્યારે ખરી ભૂખ લાગે ત્યારે ખાવું, પણ એક વાર ખાધા પછી મીઠાઈ વગેરે આવેલી જોઈ લાલચથી તે ઉપર ખાવું નહીં, કારણ કે અપચ થાય. (૧૮) ધર્મ, અર્થ અને કામ એ ત્રણ વર્ગને સાધવા. (૧૯) અતિથિ તથા ગરીબને અન્નપાનાદિ આપવાં. (૨૦) નિરંતર અભિનિવેશ રહિત રહેવું – કોઈને પરાભવ કરવાનાં પરિણામ કરી અનીતિથી કામ આરંભ કરે નહીં તે. (૨૧) ગુણ પુરુષોને પક્ષપાતા કરે – તેમનું બહુમાન કરવું. (૨૨) નિષિદ્ધ દેશકાળને ત્યાગ કરવો – રાજા તથા લેકેએ (ત્યાગ કરેલા) નિષેધેલા દેશ કાળમાં જવું નહીં. (૨૩) પિતાની શક્તિને અનુસરીને કામને આરંભ કરવો. (૨૪) પિષણ કરવા યોગ્ય જેવાં કે માબાપ, સ્ત્રીપુત્રાદિકનું ભરણપોષણ કરવું. (૨૫) વ્રતને વિષે રહેલા તથા જ્ઞાન કરીને મોટા એવા પુરુષોને પૂજવા. (૨૬) દીર્ઘદર્શી – જે કંઈ કામ કરે તેમાં લાંબી દષ્ટિ ફેરવી તેનાં શુભાશુભ ફળની તપાસ કરી ચાલવું. (૨૭) વિશેષજ્ઞ – દરેક વસ્તુને તફાવત સમજી પિતાના આત્માના ગુણદોષની તપાસ કરવી.
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy