________________
છે પૂ. શ્રી બ્રહ્મચારીજીના પત્રોમાંથી...
| શારીરિક પતિવ્રતાપણું (બ્રહ્મચર્ય – શીલ) તે દેવગતિનું કારણ છે અને પરમગુરુને વિષે એકનિષ્ઠાએ જે નિઃશંકપણે પતિવ્રતાપણું છે તે પરમપદનું કારણ છે. (૩૩) * પરમકૃપાળુદેવના પત્રો એ જ આપણને નવજીવન અર્પનાર છે. આપણા ઉપર જ જાણે આજે જ અમુક પત્ર આવ્યું છે એમ જાણી જિજ્ઞાસા તીવ્ર રાખી વાંચીશું, વિચારીશું તે તેમાંથી અપૂર્વ બળ પ્રાપ્ત થશે. (૧૦૦) D ઉપશમ જેવું કંઈ પણ ઔષધ છે જ નહીં અને તે સંસારના દરેક પ્રસંગ માટે
સફળ અને અમોઘ શસ્ત્ર છે. (૧૦૩) D શ્રદ્ધાની જેટલી ખામી છે તેટલો જ છવ દુઃખી છે; નહીં તે તેનું મૂળ સ્વરૂપ
પરમાનંદરૂપ છે તે કેમ ભૂલે? (૧૨૭) T સદ્વર્તન, સદાચરણ એ મોટી પ્રભાવના છે. (૧૩૭) D નિષ્કામ ભાવે ગુરુભક્તિ પરમસુખને આપનાર છે. (૧૮૬)
અત્યારની ભૂમિકામાં ગહન વિષયમાં મન પ્રવેશ ન કરી શકે તે મુઝાવા જેવું નથી.
અવસરે સર્વ વાતોને નિકાલ થઈ રહેશે એ શ્રદ્ધા પણ જરૂરની છેo. (૨૪) | સત્સંગ એ આત્મહિત કરવા ઇચ્છે તેને અનિવાર્ય સાધન છે. (૩૩૬) || આ ભયંકર, અસહ્ય સંસારનાં દુઃખથી બચવું હોય તે અનન્ય ભાવે એકનિષ્ઠાએ જ
સર્વસ્વપણે પરમપ્રેમે પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રને શરણે ચિત્ત રાખી, તેને ક્ષણવાર પણ વિચારવા નથી, એવું વ્રત લેવા યોગ્ય છે. એને મૂકીને બીજામાં ચિત્ત
જાય છે ત્યાં બળતરા, બંધન અને ભવભ્રમણ ઊભું થાય છે. (૩૪૨) T સદ્ગુરુશરણ સાચા અંતઃકરણે સ્વીકારાય તેટલી માર્ગ નિકટતા છે. (૪૦૫) ચિત્તની નિર્મળતા, નિર્દોષતા એ પ્રસન્નતા છે રાગદ્વેષ છે ત્યાં મલિનતા, આસક્તિ,
ફ્લેશ છે. (૪૩૭) D જેમ જેમ સદગુરુના અચિંત્ય માહાભ્યને પ્રફુલ્લિત ભાવ ખુરશે તેમ તેમ આપણી
દશા પણ વધતી જશે. સદ્ગુરુની ભક્તિ એ સર્વોત્તમ ઉપાય છેજી. (૪૭૬) D સમભાવ એ મેક્ષને દ્વારપાળ છે. તેની રજા વગર કોઈ મોક્ષ પામ્યા નથી અને .
તે સહનશીલતાથી પ્રાપ્ત થાય છે. સહનશીલતાને આધાર સમ્યફ સમજણ – આત્મ- 9 જ્ઞાન છે. (૪૮૧)
* આવા ( ) કૌંસમાં આપેલ અંક પત્રસુધા' પત્ર નંબર સૂચવે છે.