________________
પર
બેધામૃત
ગામને પણ નમસ્કાર કરેલા. તે જોઈને તેમના મિત્રે પૂછ્યું કે કદી નહીં ને આજે કેમ આમ વ છે ? તે કહ્યું કે આગળ ઉપર સમજાશે. તે ભાઈ હજી કહે છે કે હવે સમજાયું કે ફરી તે વવાણિયા આવનાર નહેાતા. જે જે નિમિત્તો ઉપકારભૂત થયાં હોય કે થઈ શકવા સંભવ હોય તેના પ્રત્યેનું બહુમાનપણું જે અંતરમાં ઊંડું રહ્યું છે તે જ તેવી બાહ્ય ચેષ્ટાઓ કરાવે છે. તીર્થંકરાનાં પ’ચકલ્યાણક-સ્થાને કે તેનાં વણુ ના પણ ઉલ્લાસનું કારણ થાય છે. એ પ્રેમદશા જેણે અંશે પણ અનુભવી નથી તેને બુદ્ધિથી તેના ખ્યાલ આવવા અશકય છે. પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડયો ન સદ્ગુરુ પાય; દીઠા નહિ નિજ દેષ તા, તરીએ કાણુ ઉપાય ?”’
આ ભાવ હાલ તેા વાર વાર વિચારી હૃદયગત કરવાના છેજી. કઈ અવિચારી વચન લખાયું હોય તેની નમ્રભાવે ક્ષમા ઇચ્છું છુંજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
દાહા
–
૩૫૪
તત્ સત્
અનંત ગુણુના બીજ
સમ, સમ્યક્દૅન સાર, વાર વાર વિચારૌંને, હૃદય વિષે દૃઢ ધાર.
દિ.
અગાસ, તા. ૨૨-૬-૪૨
જેઠ સુદ ૮, સેામ, ૧૯૯૮
આપે પુછાવેલ પ્રશ્નોના ઉત્તરમાં જણાવવાનું કે જ્ઞાન અને વૈરાગ્ય એ નિરાનું કારણુ છે. સમ્યષ્ટિને વસ્તુસ્વરૂપનું યથાર્થ જ્ઞાન—
છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયેગી સદા અવિનાશ;
એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ.’
એવું ભેદજ્ઞાન હોવાથી શુદ્ધ આત્મસ્વરૂપ પ્રત્યે તેની પ્રીતિ, પ્રતીતિ, લક્ષ રહે છે, તેથી જ આત્માથી સૌ હીન” લાગવાથી પાંચ ઇન્દ્રિયાનાં સુખ તથા તેના સાધનરૂપ સ્ત્રી, પુત્ર, ધન, વૈભવ પ્રત્યે અનાસક્તિ, નિમત્વરૂપ વૈરાગ્ય પણ નિરંતર રહે છે. આત્મા સિવાય ખીજે તેને ચેન પડતું નથી; તેમ છતાં શરીરનિર્વાહ આદિ કારણે પ્રવૃત્તિ કરવી પડે તેમાં તેને મોટાઈ કે મીઠાશ તથા મારાપણાના ભાવ રહેતા નથી. પારકી વેઠ જેવું લાગતું હાવાથી તે પ્રવૃત્તિને લઈને જેવા અજ્ઞાનીને બંધ પડે છે તેવા સમ્યક્દષ્ટિને બંધ પડતા નથી. અજ્ઞાનદશામાં બાંધેલાં જે લાંખી સ્થિતિનાં કર્મ સત્તામાં તેને હાય છે, તેવાં કર્મ તે કદી બાંધતા નથી. પણ થાડા વખતમાં ઉદય આવીને લેાગવાઈ જાય એવાં કર્મ અધાય છે. એટલે પહેલાંનાં સિલકમાં કર્મ છે તે ભાગવાઈ રહ્યા પહેલાં મેાક્ષ ા થવાના નથી અને આ નવાં બધાતાં કર્યાં તે જૂનાં કર્માં ભોગવાઈ રહ્યા પહેલાં ભાગવાઈ જવાનાં છે, એથી મેક્ષે જવામાં વિલ`ખ કરનાર નવાં કર્મ થતાં નથી; તેથી નવાં કર્મ નથી બાંધતા એમ એક રીતે કહી શકાય. અને સમયે સમયે અનતગુણી નિર્જરા થતી જાય છે. સકિત થતા પહેલાં પણ જ્યારથી જીવને એમ હૃદયમાં એસી જાય કે જ્ઞાનીપુરુષની આજ્ઞા એ જ મેાક્ષના સશ્રેષ્ઠ ઉપાય છે, ત્યારથી જ જીવના દાષા નિવવા લાગે છે અને જ્ઞાનીપુરુષની આજ્ઞા સિવાયની પ્રવૃત્તિમાં તેને ઉત્તમતા, પ્રેમ, સાર કે ઉમંગ રહે નહીં, એટલે બધે વૈરાગ્ય વર્તે છે. આવા વૈરાગ્યથી જ જીવ સમકિતને