________________
પત્રસુધા
૩૫૧ સંસારનું સ્વરૂપ તે એક જ્ઞાની પુરુષે પરમકૃપાળુદેવે યથાર્થ જાણ્યું છે તેથી તેમણે તે સંસારમાં ઠામઠામ દુઃખ જ દીઠું છે અને આપણું જેવા મૂઢ દુષ્ટ જનેને તેમાં વગર વિચાર્યું દેડતા અટકાવવા અર્થે ઉપદેશ કર્યો છે કે “વિચારવાનના ચિત્તમાં સંસાર કારાગૃહ છે, સમસ્ત લેક દુઃખે કરી આર્ત છે, ભયાકુળ છે, રાગદ્વેષનાં પ્રાપ્ત ફળથી બળતે છેએવો વિચાર નિશ્ચયરૂપ જ વર્તે છે; અને જ્ઞાન પ્રાપ્તિને કંઈ અંતરાય છે, માટે તે કારાગ્રહરૂપ સંસાર મને ભયને હેતુ છે અને લેક પ્રસંગ કરવા ગ્ય નથી, એ જ એક ભય વિચારવાનને ઘટે છે.” (૫૩૭) અતજ્ઞનથી સ્મરણ કરતાં એ કઈ કાળ જણાતું નથી વા સાંભરતું નથી કે જે કાળમાં, જે સમયમાં આ જીવે પરિભ્રમણ ન કર્યું હોય, સંકલ્પ-વિકલપનું રટણ ન કર્યું હોય અને એ વડે ‘સમાધિ' ન ભૂલ્યા હોય. નિરંતર એ સ્મરણ રહ્યા કરે છે, અને એ મહા વૈરાગ્યને આપે છે. વળી સ્મરણ થાય છે કે એ પરિભ્રમણ કેવળ સ્વચ્છેદથી કરતાં જીવને ઉદાસીનતા કેમ ન આવી ? (૧૨૮) કાગળમાં કેટલું લખાય? પણ પુરુષના આશ્રયે વિચારશે તે સમજાશે કે આ જીવે પ્રતિબંધ કરવામાં મણા રાખી નથી. રાંડી, માંડી સર્વ અવસ્થાઓમાં દુઃખ જ ભગવ્યાં છે. “નહીં એકે સદ્દગુણ પણ મુખ બતાવું શુંય ?” જ્ઞાની પુરુષની સન્મુખ યોગ્યતા વિના શું મેટું લઈને જવું? એ પણ જીવને વિચાર કયાં આવ્યું છે? બીજા વિચારોમાંથી મનને દૂર કરી જે વિચારે વિશુદ્ધિ પ્રાપ્ત થાય, નિજ દેષ દેખવા જેટલી નિર્મળતા મળે અને દોષ ટાળવાની તત્પરતા વધે તે અર્થે અત્યંત દીનતાપૂર્વક સત્સંગ, સત્સવાની નિરંતર ભાવના કર્તવ્ય છેજ.
બીજા પ્રશ્નમાં “નિર્ધ્વસ પરિણામ (૬૨૨) વિષે પુછાવ્યું તે વિષે જણાવવાનું કે જે જે પદાર્થોને જીવે ત્યાગ કર્યો છે કે તેની મર્યાદા કરી છે, છતાં તેને ન છાજે તેવી રીતે તે જ વસ્તુઓમાં અત્યાગી છે જેવી આસક્તિ રહ્યા કરે છે તે જીવ માત્ર ત્યાગનું અભિમાન કરે છે પણ વાસના કે વૃત્તિનું સ્વરૂપ સમજ્યો નથી, વૃત્તિને રોકવા જ્ઞાનીની સાક્ષીએ વ્રત લીધું છતાં વૃત્તિ વતની મર્યાદા ઓળંગી, અગ્રત અવસ્થા મનથી સેવ્યા કરે છે, પાપની વાંછા કર્યા કરે છે, તેણે જ્ઞાનીની આજ્ઞા ઉપર પગ મૂક્યો કહેવાય, તે નિર્ધ્વસ એટલે આત્મઘાતી, હિંસક પરિણામ ગણાય એ પરમાર્થ સમજાય છે. બીજો કોઈ અર્થ લાગતું હોય તે જણાવવા વિનંતી છે.
છેલ્લે પ્રશ્ન, ભક્તિ પ્રદર્શિત કરતાં પરમકૃપાળુદેવે “તે મહાત્મા વર્તે છે તે દેહને, ભૂમિને, ઘરને, માર્ગને, આસનાદિ સર્વને નમસ્કાર” (૬૭૪) કર્યા છે, ત્યાં આપને પ્રશ્ન થયે કે તે ભૂમિ આદિને શા માટે નમસ્કાર કર્યા છે? એમાં કારણ શોધવા જતાં હાથ લાગતું નથી. પણ ભક્તિમાન હૃદય તે તે નિમિત્તે ઉલ્લાસ જરૂર પામે છે, રોમાંચ પણ થઈ આવે છે. “મરતું ઊંટ મારવાડ ભણી જુએ છે” એમ કહેવત છે તેમ પ્રેમના સંસ્કારોથી તે તે દિશાઓ પણ પ્રિય લાગે છે. પરમકૃપાળુદેવને પત્ર આવે ત્યારે પ. પૂ. પ્રભુશ્રીજી નમસ્કાર કરીને તેને ફેડતા, માથે ચઢાવતા. એ બધાં ઉપકારવૃત્તિનાં બાહ્યચિહ્નો છે. “સમજ્યા વણ ઉપકાર શે? સમજે જિનસ્વરૂપ.” પરમકૃપાળુદેવે છેક છેલ્લી વખતે વવાણિયા છોડ્યું તે વખતે તે ઘરને, તે ડેલીને, માતુશ્રી, પિતાશ્રી તથા મિત્રોને નમસ્કાર વારંવાર કરેલા છેવટે જતાં