________________
૫ત્રસુધા
૩૩૩
સત્સંગની ભાવના નિરંતર કર્તવ્ય છે. જ્ઞાની પુરુષની આજ્ઞાનું વિસ્મરણ થાય તેવાં નિમિત્તે ભાવમરણનાં કારણે સમજવા ગ્ય છે. આ કડાકૂટથી મારા આત્માનું કેટલું કલ્યાણ થાય છે? શા અર્થે આના આ જ વિચારોમાં ચિત્ત ગૂંથાયા કરે છે? એવા વૈરાગ્યવાળા વિચાર માટે અવકાશ લઈ ચિત્તને ઠપકો આપી, તિરસ્કારીને પણ તેને સન્માર્ગમાં જોડતા રહેવાને પુરુષાર્થ જ્ઞાની પુરુષોએ ઉપદે છે તે આવા પ્રસંગે ચૂકવાયેગ્ય નથી. “ ખેદ નહીં કરતાં શૂરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતાં એક્ષપાટણ સુલભ જ છે.” એ આખે પત્ર વારંવાર વિચારી મુખપાઠ ન કર્યો હોય તે કરવા ભલામણ છે. * શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૩૩૧
અગાસ, તા. ૬-૧-૨
પષ વદ ૪, ૧૯૯૮ આપને પત્ર મળ્યો. પરમપુરુષ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ પ્રત્યે જેટલો પ્રેમ વધારી શકાય તેટલે વધારવા પુરુષાર્થ કર્તવ્ય છે.જી. માની ન લેવું કે મને તે અત્યંત પ્રેમ છે. હજી ઘણું આગળ વધવાનું છે. પૂ. સોભાગ્યભાઈ જેવાને પરમકૃપાળુદેવે જણાવ્યું છે – “અનંતગુણગંભીર જ્ઞાનાવતાર પુરુષને લક્ષ કેમ જોવામાં આવ્યું નહીં હોય? બીજું, મોટું આશ્ચર્યકારક તે એ છે કે આપ જેવાને સમ્યકજ્ઞાનના બીજની, પરાભક્તિના મૂળની પ્રાપ્તિ છતાં ત્યાર પછી ભેદ કેમ પ્રાપ્ત નથી હોત? તેમ હરિ પ્રત્યે અખંડ લયરૂપ વૈરાગ્ય જેટલે જોઈએ તેટલે કેમ વર્ધમાન નથી થતો? એનું જે કંઈ કારણ સમજાતું હોય તે લખશો.” (૨૪૭) આ બધા પ્રશ્નો જાણે પરમકૃપાળુદેવે આપણને જ પૂક્યા હોય તેમ વિચારી પોતાને પિતે શિખામણ આપતા થવાની જરૂર છે. એ જ વિનંતી.
૩૩ર
અગાસ, તા. ૮-૧-૪૨ તત્ કૈં સત્
પોષ વદ ૬, ગુરુ, ૧૯૯૮ ધન, કણ, કંચન રાજ-સુખ સર્વ સુલભ કર જાણ;
દુર્લભ છે સંસારમાં એક યથારથ જ્ઞાન.” અરે! ભોગ અર્થે દેહ જાણે ધારતા ભવ-વાસીઓ, જે જ્ઞાન પામી મેક્ષ માટે દેહ ગાળે ગૌએ; જો જ્ઞાન સમ્યફ થાય તે વિષરૂપ વિષયે લાગશે, તે કણ કાયા પિષ પાપે દુર્ગતિ-જ વાવશે ?” “થથ્થા થિર તે રહેવું નથી, કેણ રંક, કણ પૃથ્વી પતિ, આજકાલમાં જાવું સહી, કટિ ઉપાયે રહેવું નહીં, ભાવ ધરી ભજ તીર્થપતિ, થથ્થા થિર તે રહેવું નથી. લલા લે તું આતમ-લ્હાવ, ફરી ફરી નહીં આવે દાવ, છતી બાજી હારીશ નહીં, સમજુને શિખામણ કહી, હવે ન ચૂકીશ આ દાવ, લલ્લા લે તું આતમ-લહાવ.”