________________
૩૨૨
બેધામૃત એક વખત નારદજીએ ભગવાનને “સત્સંગનું મહાભ્ય શું?”—એમ પ્રશ્ન કર્યો. નારદજીને ભગવાને કહ્યું – અમુક વડ ઉપર એક કાચીંડાનું બચ્ચું હાલ જખ્યું છે તેને જઈને પૂછે. ભગવાનની આજ્ઞા થઈ, તેથી ત્યાં જઈ તેમણે પૂછ્યું કે તે તરફડીને મરી ગયું. એટલે ભગવાન પાસે આવી બધી હકીકત કહી સંભળાવી. ભગવાને ફરી બીજા ઝાડના એક માળામાં પોપટનું બન્યું છે તેને પૂછવા મોકલ્યા; તે ત્યાં પણ જઈ સત્સંગનું માહાસ્ય પૂછ્યું કે તેણે દેહને ત્યાગ કર્યો. ફરી પશ્ચાત્તાપપૂર્વક ભગવાનને નિવેદન કર્યું કે હે ભગવાન! મને પાપ લાગે તેવી જગાએ કેમ મોકલે છે? ભગવાને સમજાવીને ફરી રાજાને ત્યાં કુંવર જન્મ્યા હતા તેને ત્યાં મેકલ્યા. ત્યાં તે જે બાળક મરી જશે તે જરૂર પકડીને તે લેકે શિક્ષા કરશે એ ભય લાગે, પણ ભગવાનની આજ્ઞા મુશ્કેલી ભરેલી પણ પાળવી એ નિશ્ચય કરી ત્યાં જઈ તરત જન્મેલા બાળકને મગાવી નારદ ઋષિએ પૂછ્યું કે સત્સંગનું માહાસ્ય શું? બાળકે કહ્યું: “તમે હજી ન સમજ્યા? પહેલાં કાચીંડાના ભાવમાં તમે મને દર્શન દીધાં તેથી હું પિપટ થયે અને ત્યાં ફરી તમારાં દર્શન થતાં અહીં હું રાજપુત્ર થયે. એ બધા સત્સંગને પ્રતાપ છે.” જન્મેલું બાળક ન બોલે એ વાર્તાકારને ખબર છે, છતાં વાર્તાને રસ જમાવવા જેમ અહીં કહ્યું છે તેમ શિલામાંથી મનુષ્યની ઉત્પત્તિ જાદુ કે ચમત્કારની પેઠે ન થાય તે કથાકાર તેમ જ સમજુ શ્રેતાઓ પણ જાણે છે. પણ ભેળા સાંભળનારાઓ વિચાર ન કરી શકે તેવા તે શિલામાંથી અહલ્યા માની લે તેમાં નવાઈ નથી. ત્યાં શિલા એટલે માત્ર પથ્થર નથી જણાવ્યું. પણ પૃથ્વીકાયને જીવ એટલે શિલા જેનું શરીર છે તે જીવને શ્રી રામચંદ્ર મહાત્માના સ્પર્શથી જે પુણ્ય બંધાયું તેથી તેણે મનુષ્યગતિનું –અહલ્યા થવાના ભવનું આયુષ્ય તે વખતે બાંધ્યું અને કાળે કરીને તે દેહ છોડી મનુષ્યભવમાં તે કન્યારૂપે જન્મે ત્યારે તેનું અહલ્યા નામ પડ્યું. આવું સ્પષ્ટીકરણ કથામાં કરે છે તે પ્રસંગની જે છાપ પડવી જોઈએ તેવી સચોટ ન પડે, માટે ટૂંકામાં કથામાં જણાવ્યું છે તેમ જ શિલાની અહલ્યા કરનાર શ્રી રામચંદ્રજીના ગુણ ગાયા છે. તેને શાપ લાગ્યું હતું તે ભવ બીજે હતે; અને તે મનુષ્યભવને દેહ છૂટ્યા પછી કરેલાં પાપના ફળરૂપે એક ઈન્દ્રિયરૂપ પથ્થરના શરીરમાં ઘણાં વર્ષ અગતિનાં દુઃખ સહતાં રહેવું પડ્યું. પછી જ્યારે તે પાપ ભગવાઈ રહ્યું ને પુણ્યને ઉદય આવ્યો ત્યારે શ્રી રામચંદ્ર મહાત્માને વેગ તે જીવને બનતાં પાછો મનુષ્યભવ મળવાનું કારણ બન્યું. આ બધા ભવમાં તેને તે જીવ હતું તેને અહલ્યા નામથી કથાકારે ઓળખાવ્યા છે આટલું લક્ષમાં રહેશે તે કોઈ જાતની શંકા તે કથામાં નહીં રહે એમ લાગે છે. પૃથ્વી, પાણી, વનસ્પતિ, પવન વગેરેમાં જીવ હોય છે. તે નીકળી જાય ત્યારે માત્ર પૃથ્વી, શિલા, ગરમ પાણી કે લાકડું પડી રહે છે, એ સિદ્ધાંતની વાત છે. એટલે જડમાંથી કદી ચેતનની ઉત્પત્તિ થતી નથી, પણ શિલામાં જે જીવ હતા, તે નીકળીને મનુષ્યગતિમાં ગયે; પથ્થરનું મનુષ્ય બની ગયું નથી, તે વિચારશે. વિચારપૂર્વક વાંચે તેને શંકા થાય તે તેના સમાધાન પણ મળે. નિઃશંક તે જ્ઞાની મહાત્મા છે, તેને આધારે વર્તવું છે.
શાંતિઃ શાંતિઃ શાંતિઃ