SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૭ ૫ત્રસુધા ભાવના દિનપ્રતિદિન વધારતા જવાની છે, સત્સાધન મળ્યું તેટલાથી જ સંતેષ રાખીને બેસી રહેવાનું નથી. “સત્સાધન સમજે નહીં, ત્યાં બંધન શું જાય?” સમજણ સાચી અને ઊડી પ્રગટે તે માટે સત્સંગ, ભક્તિ, વૈરાગ્ય આદિ સાધન ખરા દિલથી કરવાનાં છે. કર્યો અન્ય વિચારો રે, નહીં નિજ સુખ મળે, ગંગાજળ મીઠું રે, ઢળી જલધિમાં ભળે. મનમંદિર આવ રે કહું એક વાતલડી. સુસંગ, સુશા રે, ઉપાસવાં સિદ્ધિ ચહી; મોક્ષમાર્ગ જ ચૂકયા રે, આશા જે બીજી રહી. મન (પ્રજ્ઞા-૨૧) ૨૯૪ અગાસ મિથ્યાગ્રહ, કુસંગ ને ઇંદ્રિય-લેલુપતા પ્રમાદાદિ સૌ દેવ, હૅર થઈ, થાઓ સ્થિરતા. “બંધાયેલાને છેડાવ છેછે. જૂનું મૂક્યા વિના છૂટકો નથી. જે દી તે દી મૂકવું જ પડશે. જ્યારથી આ વચન શ્રવણ થયું ત્યારથી અંતરમાં ત્યાગ-વૈરાગ્ય લાવી, સુખદુઃખમાં સમભાવ રાખી, શાંતિ ચિત્તમાં વિચારી સમાધિભાવ થાય તેમ કર્તવ્ય છે. સર્વ ભૂલી જવું એક આત્મઉપયોગમાં અહોરાત્ર આવવું એટલે આત્મા છે. જે દષ્ટિ દ્રષ્ટામાં પડે છે તે જવાની શરતે બંધાયેલ છૂટે છે, તેમાં હર્ષશેક કરવા જેવું છે જ નહીં.” (ઉપદેશામૃત પૃષ્ઠ ૩૨) | નવરાશના વખતમાં કંઈ ગોખવું, ગોખેલું ફરી બેલી જવું, વિચારવું અથવા વૃત્તિઓ રેકવાને અભ્યાસ પાડવે; મનની દુરિરછાઓને ઓળખી તે કેવી રછ છે, મનુષ્યભવ લુંટી લે તેવી છે, પરભવમાં દુઃખ દે તેવી છે અને માત્ર હલકી વૃત્તિને પિષનારી છે, મહેચ્છાવાનની મહેરછાઓને ધૂળમાં ભેળવી દે તેવી છે એમ વિચારી કદી તેમાં મીઠાશ ન મનાઓ એવી વારંવાર ભાવના કરવી. સ્મરણ કરવાને વિશેષ અભ્યાસ રાખ; ધૂન લગાવે તેમ કઈ કઈ વખત તે સિવાય બધું જગત ભૂલી જવાય તેમ તેમાં ને તેમાં જ વૃત્તિ રહે તેમ પુરુષાર્થ અવકાશે કરતા રહેવાની જરૂર છે. વર્ગમાં હોઈએ ત્યારે જે શીખવાનું હોય તેમાં લક્ષ રાખવાથી પાછળથી વધારે વાંચવું કે ગોખવું ન પડે તે પણ વખત બચાવવાને ઉપાય છે. નપાસ થવાય તેવું શા માટે વર્તવું કે તેને ખેદ આગળ-પાછળ રહે? “જ્યાં જ્યાં જે જે છે, તહાં સમજવું તેહ, ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ.” આત્માથીએ આત્મા તરફ પ્રેમ રાખ ઘટે છે, પણ તેથી કરવા ગ્ય કામ બગાડવાં એ અર્થ થતું નથી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૨૯૫ અગાસ, તા. ૨૯-૭-૪૧ તત્ ૐ સત્ શ્રાવણ સુદ ૫, મંગળ, ૧૯૯૭ રાજચંદ્ર પ્રભુને નમું, ન ગણું લૌકિક કાજ પ્રભુજી; નિર્મોહી નર આદર્યા, યાચકતા તજી આજ પ્રભુજી. રાજ
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy