SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૬ બેધામૃત જીવમાં અને ભાવચિત્તમાં પરસ્પર કંઈ તફાવત નથી. તેટલા માટે જે પ્રાણી ભાવચિત્તની રક્ષા કરે છે તે વાસ્તવિક રીતે પોતાના આત્માનું રક્ષણ કરે છે. જ્યાં સુધી એ ચિત્ત ભેગની લાલસાએ વસ્તુ કે ધન મેળવવા માટે દોડાદોડ કર્યા કરે છે ત્યાં સુધી તને (આત્મિક) સુખની ગંધ પણ ક્યાંથી આવી શકે? જ્યારે એ ચિત્ત બહારને સર્વ પ્રકારને ભ્રમ (રખડવું) છોડી દઈ તદ્દન સ્પૃહારહિત થાય, જ્યારે આત્મામાં સ્થિર થાય ત્યારે તને પરમસુખ પ્રાપ્ત થાય. કોઈ ભક્તિ કરે કે સ્તુતિ કરે, કેપ કરે કે નિંદા કરે તે સર્વ પર જ્યારે એકસરખી વૃત્તિ રહે ત્યારે તને પરમસુખ પ્રાપ્ત થાય. પિતાનાં સગાં કે સંબંધી હોય, દુશમન કે નુકસાન કરનાર હેય તે સર્વ પર રાગદ્વેષ ન થાય ત્યારે તને પરમસુખ પ્રાપ્ત થાય. કોઈ ઉત્તમ ગેચંદનનો લેપ કરે કે કઈ વાંસલે છેલે તે બન્ને પ્રત્યે સરખી વૃત્તિ રહે ત્યારે તને પરમસુખ પ્રાપ્ત થાય. ઇદ્રિના વિષયે સુંદર છે કે માઠા છે તે સર્વ પર એકસરખી વૃત્તિ રહે ત્યારે તને પરમસુખ પ્રાપ્ત થાય. સાંસારિક પદાર્થો પાણુ જેવા છે, તારું ચિત્તરૂપ કમળ ત્યાં ન લેપાય ત્યારે તને પરમસુખ પ્રાપ્ત થાય. પ્રચંડ યુવાવસ્થાના જેરમાં ઝળઝળાયમાન થતું લાવણ્ય અને સુંદર અંગે વાળી લલનાઓ દેખી મનમાં વિકાર ન થાય ત્યારે તને પરમસુખ પ્રાપ્ત થાય. અત્યંત આત્મબળ ધારણ કરીને ચિત્ત જ્યારે અર્થ (ધન) અને કામ-સેવનથી વિરક્ત થાય અને ધર્મમાં આસક્ત થાય ત્યારે તને પરમસુખ પ્રાપ્ત થાય. જ્યારે રાજસી અને તામસી પ્રકૃતિથી મન મુક્ત થાય અને સ્થિર સમુદ્ર જેવું ભેજ વગરનું બને ત્યારે તને પરમસુખ પ્રાપ્ત થાય. મિત્રી, કારુણ્ય, માધ્યસ્થ અને પ્રમોદભાવના યુક્ત થઈ જ્યારે ચિત્તને મોક્ષ મેળવવા માટે એક્તાન લાગે ત્યારે તને પરમસુખ પ્રાપ્ત થાય.” વારંવાર આ પત્ર વાંચી તેમાં કહેલી વાતે જીવન દરમ્યાન આચારમાં મૂકતાં જવાય તે જીવન-સાફલ્ય સધાય તેમ છે. આ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૨૯૩ અગાસ, તા. ૨૮-૭-૪૧, સેમ પૂર્વનાં સત્કાર્યોના ફળરૂપે આ મનુષ્યદેહ મળે છે. વિદ્યા, સમજણ, સત્સંગ-પ્રીતિ અને સદગુરુને આશ્રય એ ઉત્તરોત્તર વિશેષ વિશેષ પુણ્યના ફળ છે). આવી અનુકૂળ જોગવાઈને યથાર્થ લાભ ન લઈ શકાય તે આપણા જેવા દુર્ભાગી કે અધમ બીજા કોણ કહેવા? રોજ બેલીએ છીએ કે “અધમાધમ અધિકે પતિત, સકળ જગતમાં હુંય”; પણ તે વિચાર જે હદયમાં ઊંડે ઊતરે તે “કેવળ કરુણામૂર્તિના ચરણ મરણ સુધી મૂકે નહીં, એવી દઢતા એ લઘુતાથી પ્રગટે. પણ વર્તમાન દશા આપણી કેટલી કફેડી છે તેને યથાર્થ ખ્યાલ નથી તેથી જેટલી જોઈએ તેટલી શક્તિ ધર્મકાર્યમાં સકુરતી નથી. ધન, કીર્તિ કે કામિની સુખનાં સાધન મનાય છે અને તેની જેટલે અંશે પ્રાપ્તિ થઈ છે તેટલે અંશે કૃતાર્થતા મનાય છે, ત્યાં સુધી અજ્ઞાનદશાનાં દુઃખ દેખી શકાતાં નથી, સાલતાં નથી, તે તેને દૂર કરવા “પ્રભુ પ્રભુ લય” કયાંથી લાગે? સદ્દગુરુ શું કરવા શોધે? અને નિજ દે દેખવાની બુદ્ધિ ક્યાંથી જાગે ? અને કલ્યાણનાં કારણે ન શોધે તે કલ્યાણ પણ કયાંથી થાય? આમ તરવાને કોઈ ઉપાય ન જડતું હોય અને ડૂબકાં ખાતે હેય અને બચવાની જેવી તીવ્ર અભિલાષા હોય છે તેવી ઉગ્ર ભાવના વગર ગળા-રાગે ગાઈ જવાથી શું વળે તેમ છે? માટે આપણે સર્વેએ છૂટવાની
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy