________________
૯૦
પત્રસુધા “ઊપજે મેહ વિકલપથી, સમસ્ત આ સંસાર;
અંતર્મુખ અવલોકતાં, વિલય થતાં નહિ વાર.” (૯૫૪) અહીં શુદ્ધ આત્મા તરફ વૃત્તિ વળતાં સંસારનું વિસ્મરણ થાય છે, એમ દર્શાવ્યું છે. સદ્દગુરુ શુદ્ધ આત્મસ્વરૂપ છે, તેની ઉપાસના તે પણ તે જ પદમાં લીન થવા અર્થે છે. એ જ વિનંતી.
૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ - ૨૮૬
અગાસ, તા. ૧૪--૪૧ તત ૩ સત્ર
જેઠ વદ ૫, શનિ, ૧૯૯૭ “આ જીવ ને આ દેહ એ ભેદ જે ભાસ્યો નહીં, પચખાણ કીધાં ત્યાં સુધી મોક્ષાર્થ તે ભાખ્યાં નહીં; એ પાંચમે અંગે કહ્યો ઉપદેશ કેવળ નિર્મળે,
જિનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્ય સાંભળે.” - શ્રીમદ્ રાજચંદ્ર આપને પત્ર મળે. બીડી તથા ચા એક વર્ષ માટે નહીં પીવાને નિયમ લેવા તમારી ભાવના છે તે પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ નમસ્કાર કરી વ્રતની ભાવના કરી લેશોજી. વ્રત, નિયમ લેવાં સહેલાં છે, પાળવા તેટલાં સહેલાં નથી એ તમારા જ ગામના એક ભાઈના દાખલા ઉપરથી સમજાય તેમ છે; તેથી જ તમને ઉતાવળ કરીને નિયમ લેવા કરતાં પ્રથમ પાળી જેઈ પછી નિયમ લેવા જણાવ્યું હતું. કદી વ્યાધિ આદિના પ્રસંગે દોષ લાગી જાય તો પણ કાયર થઈને વ્રત તજી દેવા ગ્ય નથી. હવે તે મારાથી ન પળે, વ્રત તૂટી ગયું તે તૂટી ગયું, હવે શું બને? એમ કરીને હિંમત હારી જવા જેવું નથી. બાર માસને નિયમ લીધે તે બાર માસ પૂરા અખંડિત પાળવાની કાળજી રાખવી ઘટે. જ્યારથી તૂટે ત્યારથી બાર માસ અખંડિત પાળી લેવા. એક વાર વચન આપ્યું હોય તે જેમ પ્રાણ જતાં પણ સત્યવાદી જન તેડતા નથી, તેમ ધર્માત્મા છએ પણ નિયમ સદ્ગુરુની સાક્ષીએ લીધે તે લૌકિક જનનાં વચન કરતાં પણ વધારે દુર્લભ છે જાણી તે નિષ્ફળ ન થાય તેવી કાળજી રાખી પાળવા માટે પુરુષાર્થ પરાયણ થવાની જરૂર છે.
બીજી આપે ભાવના દર્શાવી છે તેના ઉત્તરમાં જણાવવાનું કે આપણને સદ્દગુરુની કૃપાથી મંત્ર મળ્યો છે તે વારંવાર સ્મૃતિમાં રહે તેવી ટેવ પાડવાથી મંત્રને પરમાર્થ પ્રગટવાનું કારણ છે. માટે પુરુષાર્થ કરવામાં પાછી પાની ન કરવી. તમારી નોકરીના ગામે જતાંઆવતાં મંત્રસ્મરણ કે આત્મસિદ્ધિના વિચાર કરવાની ટેવ રાખે તે જ જવા-આવવામાં થત શ્રમ જણાય નહીં અને સદ્દવિચારને અવકાશ એકાંત જંગલપ્રદેશમાં સારે મળે.
» શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૨૮૭
અગાસ, તા. ૨૪-૬-૪૧ તત્ ૐ સત
જેઠ વદ ૦)), મંગળ, ૧૯૯૭ ઇન્દ્રવજા – સંસારમાં વૃત્તિ રહે લગાર, મુમુક્ષતા તીવ્ર લ ન સાર;
માટે મૂકીને પરભાવ સર્વ, ધારો સ્વભાવે મન મૂકીં ગર્વ.