________________
૨૮૨
બાધામૃત આત્મા વિષે, મોક્ષ વિષે તેને વિચાર જાગે છે અને મોક્ષના ઉપાય ઉપર પ્રતીતિ આવે છે. કલેશનાં કારણે લેશરૂપ લાગે છે અને સદ્ગુરુ પ્રત્યે, તેના સાધન પ્રત્યે તથા સત્સાધકો પ્રત્યે પ્રેમ, વિશ્વાસ, ભક્તિ વધતાં સંસારની દુષ્ટ વાસનાઓ ઓછી થઈ “સદ્ગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દષ્ટિગેચર થઈ અન્ય સ્વછંદ મટે, અને સહેજે આત્મબોધ થાય એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે, તે વ્યક્તિને અને તે સપુરુષોને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર હે !” (૪૯૩) (૨) પ્રશ્ન – જ્ઞાન કેને કહેવાય? ઉત્તર – “જાણ્યું તે તેનું ખરું, જે મોહે નવિ લેપાય,
સુખદુઃખ આવ્યું જીવને, હર્ષશેક નહિ થાય.” “આવે જ્યાં એવી દશા, સદ્ગુરુબોધ સુહાય; તે બધે સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય.
જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજ જ્ઞાન,
જે જ્ઞાને ક્ષય મોહ થઈ, પામે પદ નિર્વાણ.” આત્મજ્ઞાન એટલે દેહથી આત્મા જુદો છે, સ્વ-પર પ્રકાશક છે, નિત્ય છે, કર્તા છે, ભક્તા છે, મોક્ષ છે અને મેક્ષને ઉપાય છે. આ છપદને યથાર્થ નિર્ણય થાય તેને મારું તારું મટી શુદ્ધ આત્માને અનુભવ થાય. “જે છપદથી સિદ્ધ છે એવું આત્મસ્વરૂપ તે જેનાં વચનને અંગીકાર કર્યો સહજમાં પ્રગટે છે, જે આત્મસ્વરૂપ પ્રગટવાથી સર્વ કાળ છવ સંપૂર્ણ આનંદને પ્રાપ્ત થઈ નિર્ભય થાય છે, તે વચનના કહેનાર એવા સપુરુષના ગુણની વ્યાખ્યા કરવાને અશક્તિ છે.” (૪૩)
જિનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્ય સાંભળે.” એ પદ તત્વજ્ઞાનમાંથી વિચારશોજી. (૩) પ્રશ્ન – મોક્ષ કેને કહેવાય?
ઉત્તર – શુભ કે અશુભ ભાવ વડે પુણ્ય કે પાપ બંધાય છે, તેની નિવૃત્તિ થયે જીવ સમભાવમાં, આત્મભાવમાં માત્ર જ્ઞાતા દ્રષ્ટા નિર્વિકલ્પ રહે ત્યારે પૂર્વે બાંધેલાં કર્મ છૂટવા માંડે છે અને નવાં કર્મ બંધાતાં નથી. રાગદ્વેષમાં જીવ તણયા કરે છે તે ટેવ પલટાવી મંત્ર આદિ જ્ઞાનીની આજ્ઞામાં સ્થિર થતાં શાંતિ – આત્મસુખ– અનુભવાય તે કશા બીજા વિક ન રહે, ત્યાં માત્ર આત્મા આત્મારૂપે જ રહે, એવી દશાથી કર્મ જેટલાં બાંધેલાં છે તે બધાં ક્ષય થતાં નિરંતર શુદ્ધ આત્મસ્વરૂપે પરમ આનંદમય સદાય રહેવું તે મેક્ષ છે :
દેહાદિક સોગને, આત્યંતિક વિયેગ;
સિદ્ધ મેક્ષ શાશ્વતપદે, નિજ અનંત સુખ ભેગ.” (૪) પ્રશ્ન – આ દુનિયા કેણે રચી છે? આ બધું એમ જ કેમ થયા કરે છે?
ઉત્તર – “કર્તા ઈશ્વર કેઈ નહિ, ઈશ્વર શુદ્ધ સ્વભાવ” આ વાંચી આપને પ્રશ્ન થયે કે આપણે શુદ્ધ સ્વભાવ તેને ઈશ્વર કહ્યો તે આ જગતને કર્તા કોણ છે? મોક્ષમાળા, શિક્ષાપાઠ ૧૦૧માં પ્રથમ વાક્ય છે કે “એક ભેદે નિયમ એ જ આ જગતને પ્રવર્તક છે..