SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રસુધા ૨૮૧ ૨૭૪ અગાસ, તા. ૧૦-૫-૪૧ તત છે સત્ વૈશાખ સુદ ૧૪, શનિ, ૧૯૯૭ છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપગી સદા અવિનાશ-મૂળ૦ એમ જાણે સદ્દગુરુ-ઉપદેશથી રે; કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ–મૂળ૦” “મેક્ષ કહ્યો નિજ શુદ્ધતા, તે પામે તે પંથ; સમજાવ્ય સંક્ષેપમાં, સકળ માર્ગ નિગ્રંથ.” “ભણતાં પંડિત નીપજે, લખતાં લહિયે થાય; ચાર ચાર ગાઉ ચાલતાં, લાંબે પંથ કપાય.” “ફળદાતા ઈશ્વર તણી, એમાં નથી જરૂર; કર્મ સ્વભાવે પરિણમે, થાય ભેગથી દૂર.” હરિગીત– ઈશ્વર કરે છે સર્વ એવું માનતા પુરુષાર્થને અવકાશ કે ના રહે, હિત સાધવા ન સમર્થ, જે. ના બંધ-મેક્ષ ઘટે, પછી ઉપદેશ કરે વ્યર્થ છે, વ યંત્ર સમ ગણવારૂપે સિદ્ધાંત માત્ર અનર્થને. સમ્યફ ગુણે સાધી ગયા ક્ષે ઘણુ, તે આદરે; વૈરાગ્ય, ભક્તિ આદિ સાધન સુગુરુ-આજ્ઞાથી કરે. કુળાગ્રહો તૐ સત્ય પામો, એ જ અંતે વિનતિ, સંક્લેશથી જગે દુઃખી છે, તે લેશ ટાળે સુમતિ. સમ્યકત્વ પામી મોક્ષ પામે, લાભ એ મોટો ગણે, મેલા વિનાશી અન્ય ભાવમાં જાતે ભવ આપણે. ઉપકાર સદ્ગ તણે વિવેકી ના વિસારતા, તેની જ ભક્તિથી સુદર્શન આદિ સૌ લાભે થતા(પ્રજ્ઞાવનેધ - ૫) આપને પત્ર મળે. કંઈક વિચારપ્રમાદમાંથી જાગતાં પ્રશ્નમાળા લખી તે વાંચી. તે સર્વ પ્રશ્નોના ઉત્તર સમાગમે સાંભળવાથી સમાધાન થવા યોગ્ય જણાય છે. તે પણ ટૂંકામાં પ્રથમ પ્રશ્ન અને તેને ઉત્તર યથાશક્તિ લખી મોકલું છું. તે દરરોજ એકાદ પ્રશ્ન વિશેષ વિચારી, ઉત્તરને મનમાં વિસ્તાર બને તેટલ કરવા વિનંતી છે. ટૂંકમાં તે મથાળે લખેલાં પોમાં જ ઉત્તર આવી જાય છે તે પણ ફરી ફરી વિચારશોજી. (૧) પ્રશ્ન – દરરોજ માળા ફેરવવી, ભક્તિ કરવી, યમનિયમ, સામાયિક વગેરે બોલવાથી શું થાય છે? ઉત્તર – જ્ઞાનીએ આત્મા જાણે છે, તે જણાવવા પિતાને જેથી લાભ થાય છે એવાં સત્સાધન બતાવ્યાં છે, તેને વિશ્વાસ રાખી અભ્યાસ કરવાથી જીવને પિતાને સ્વચ્છેદે વર્તવાની ટેવ છે તેને બદલે જ્ઞાનીની આજ્ઞા ઉપાસાય છે. “રેકે જીવ સ્વચ્છદ તે, પામે અવશ્ય મેક્ષ, પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિર્દોષ.”
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy