________________
પત્રસુધા
૨૭૮
રાતદિવસ જગ્યા કરવા ગ્ય છે. બીજેથી ચિત્ત પાછું વાળી એ મંત્રમાં રાખવું. શરીરમાં દુઃખ, પીડા, વેદના થતી હોય ત્યારે મને ત્યાં જાય છે અને હું દુઃખી છું, દુખી છું એમ થાય છે તે આર્તધ્યાન કહેવાય છે, તેથી કર્મ બંધાય છે અને હેર-પશુના ભવમાં જવું પડે. પણ આ મંત્રમાં ચિત્ત રાખે તે ધર્મધ્યાન થાય અને સારી ગતિ થાય છે. જ્ઞાનીએ જાણે છે એ આત્મા દેહથી, દેહના દુઃખથી અને દેહના સર્વ સંબંધથી જુદો છે, પરમાનંદરૂપ છે, નિત્ય છે, તે મરતે નથી, તેને વૃદ્ધાવસ્થા નથી, તે કપાય નહીં, છેદાય નહીં, બળે નહીં, સર્વ વખતે ક્ષણે-ક્ષણે નિરંતર જાણ જાણ કરનાર છે તે આત્મા આ મંત્રમાં કહ્યો છે, તે માટે વારંવાર સંભાર છે. ગમે ન ગમે તેપણ જેમ રોગ મટાડવા કડવી દવા આંખ મીંચીને પી જાય છે તેમ પરાણે પણ મનને મારે મંત્રમાં જ હવે તે રાખવું છે એ દઢ વિચાર કરી તે પ્રમાણે વર્તવા ભલામણ છેજ. શરીર ઠીક થયે પણ રેજ અમુક માળા બેત્રણ રેજ ફેરવવાની ટેક રાખવી અને હરતાં ફરતાં, કામ કરતાં પણ જીભથી મંત્ર બોલતા રહેવાની ટેવ પાડી મૂકી હશે તે તે સમાધિમરણનું કારણ છે. જ્ઞાનીએ જણાવેલી જન્મમરણ ટાળવાની આ અમૂલ્ય દવા છે. માટે તેને સામાન્ય થઈ જવા ન દેવી. સ્મરણ કરતાં મન જ્ઞાની પ્રત્યે રાખવું. જ્ઞાની પુરુષ આત્મા જ છેજી. સમાધિ પાનમાંથી સમાધિમરણ સંબંધી છેવટે પ્રકરણ છે તે તેમને બને તે સંભળાવવા વિનંતિ છે જી.
છેશાંતિઃ શાંતિઃ શાંતિઃ
૨૭ર
અગાસ તા. ૨-૫-૪૧ તત છે સત્
વિશાખ સુદ ૬, શુક, ૧૯૯૭ ધનવાનને ધનને લેભ હોય છે તેમ શક્તિશાળી વિદ્યાથીઓને પણ બીજાના કરતાં વિશેષતા મેળવી આગળ આવવાને લેભ સહેજે હોય છે. ખરી સ્પર્ધા તે પિતાના વિકાસને વધારવાની છે. “ઉજ્જડ ગામમાં એરંડે પ્રધાન” એ કહેવત મુજબ કેટલીક વખત બીજાના તરફ નજર રાખનાર ઠગાય છે; માટે પોતાના દોષ દેખી દે દૂર કરવા કમર કસવાની છે. અત્યારની કેળવણી એકતરફી છે; વધારે ગેખે, સ્મૃતિમાં રાખે, કહી કે લખી બતાવે તે આગળ આવે છે. એ ગુણો પણ જરૂરના છે, છતાં તમારા પત્રમાં જે દોષ (પ્રમાદ આદિ) તમે વર્ણવ્યા છે તે યથાર્થ રીતે ખૂંચતા હોય તે તે દૂર કરવા કેડ બાંધવી ઘટે છે.
નિદ્રા જીતવા સંબંધી તમે ભાવના પત્રમાં જણાવી છે તેના ઉપાયરૂપ સંક્ષેપમાં લક્ષમાં રાખવા યોગ્ય આ છે : (૧) જિતાશ(સ)ન = આહાર અથવા આસનને જય. (૨) આરાધનામાં પ્રદ=માહાભ્ય જેનું પરમ છે એવા નિઃસ્પૃહી પુરુષનાં વચનમાં તલ્લીનતા (૩) સંવેગ = મુક્ત થવા સિવાય બીજી કોઈ પણ પ્રકારની ઈચ્છા-અભિલાષા નહીં (૪) શેકઃ પશ્ચાત્તાપ = જ્યારથી એમ સમજાયું કે બ્રાંતિમાં જ પરિભ્રમણ કર્યું ત્યારથી હવે ઘણી થઈ હે જીવ! હવે થંભ.
મુઝાવા નથી. હિંમત હારવી નહીં. ભાવના વર્ધમાન કરવાથી સૌ સારાં વાનાં થઈ રહેશે. “દૃશી માલના ચચ સિદ્ધિમવતિ તારી.” જેવી જેની ભાવના તેને તેવું ફળ મળ્યા વિના રહેતું નથીજી.
» શાંતિઃ શાંતિઃ શાંતિઃ