________________
ર૬૮
બધામૃત
આપને વિચારવા નીચે એક પદ લખ્યું છે તે સમજાય તેટલું વિચારી સવળો અર્થ લેવા ભલામણ છે. (જુઓ પ્રજ્ઞાવલ - પુષ્પ ૯૩ “રસાસ્વાદ)
પરમકૃપાળુદેવ પ્રત્યે અનન્ય ભક્તિભાવ રાખવાનું અંતે ફરી સૂચવી તથા બને તે “જીવનકળા વાંચી હોય તે પણ ફરી વાંચવા જણાવી પત્ર પૂરે કરું છુંછ. પૂ. શેઠજી જેસંગભાઈ ઉજમશીની તબિયત પણ ઘણી નરમ રહે છે પણ તેમનું મનોબળ મંદતા પામ્યું નથી તે આપણું જુવાનેને શિખામણ લેવારૂપ દષ્ટાંત વર્તમાનમાં છે. વૃદ્ધાવસ્થા, વેદના, અશક્તિ છતાં ધર્મકર્તવ્યમાં પરાયણ રહે છે જી.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૨૬ર
અગાસ, તા. ૧૩–૪-૪૧
ચૈત્ર વદ ૨, રવિ, ૧૯૯૭ કેણ ઉતારે પાર, પ્રભુ વિના કણ ઉતારે પાર?
ભદધિ અગમ અપાર, પ્રભુ વિના કણ ઉતારે પાર?” વિ. આપના મોટા ભાઈએ આપની કલ્યાણ અર્થેની ભાવના દર્શાવેલી અને આપને તે ભક્તિ કરે છે તે માર્ગ સંમત છે એટલે ટૂંકામાં જણાવવાનું કે કલ્યાણ સપુરુષની આજ્ઞામાં રહેલું છે, ભાવપૂર્વક તે આજ્ઞા ઉઠાવનાર અવશ્ય મોક્ષગામી થાય છે. તમને તેવા ભાવ હોવાથી જે આજ્ઞાની ઊણપ છે તે સદ્દગુરુકૃપાએ પૂર્ણ થાય તે અર્થે આ પત્ર લખ્યો છેજી. ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજી ધામણ પધાર્યા ત્યારે તમને તેમનાં દર્શન થયેલાં એમ તમારા ભાઈ જણાવે છે. તે આત્મજ્ઞાની મહાત્માએ પિતાના અંતકાળ પ્રસંગે જણાવેલું કે કોઈ મુમુક્ષુ તરવાને કામી મોક્ષનું સાધન પૂછે તે “તત્ત્વજ્ઞાન”માંથી ત્રણ પાઠ મુખપાઠ કરી રોજ તેનું વિચારપૂર્વક આરાધના કરવાનું જણાવવું એમ કહેલું. તે જ્ઞાની પુરુષની આજ્ઞાથી હવે હું “હે પ્રભુ! હે પ્રભુ! શું કહું”, “યમનિયમ સંયમ આપ કિયા” અને “હે ભગવાન! હું બહુ ભૂલી ગયો” આ ત્રણ પાઠ નિત્યનિયમ તરીકે જીવતા સુધી કરીશ એમ પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ નમસ્કાર કરી આજ્ઞા માગી તે સ્વીકારી નિત્ય ગમે ત્યાં ગમે તેવી અવસ્થામાં પણ એક વખત તે જરૂર ભણવા વિનંતી છે. તેની સાથે સાત વ્યસનને તેમ જ સાત અભક્ષ્યના ત્યાગની વાત કરવા પણ જણાવેલું છે તે નીચે પ્રમાણે છે તેમાંથી જેટલાને જિંદગી સુધી ત્યાગ અચૂક પળે તેમ હોય તેટલાને ત્યાગ કરવાને નિયમ ચિત્રપટ આગળ નમસ્કાર કરી લઈ લેવા ભલામણ છે”.
સાત વ્યસન-(૧) જુગાર મેળામાં લેટરી, આંકફરક, રેસ વગેરેમાં શરત ન લગાવવી.) (૨) દારૂ (૩) માંસ (૪) ચેરી (૫) વેશ્યાગમન (૬) શિકાર (રાજાઓ રમે તે અથવા સાપ, વીંછી, જૂ, માંકણ, ચાંચડ, મરછર વગેરેને જાણી જોઈને મારવારૂપ) (૭) પરસ્ત્રીગમન.
સાત અભક્ષ્ય ચીજો – (૧) વડના ટેટા (૨) પીપળના ટેટા (૩) પીપળાના ટેટા (૪) ઉમરડા (૫) અંજીર (૬) મધ અને (૭) માખણ. આટલી બાબતને વિચાર કરી કોઈ વખતે દવાને કારણે કોઈ વસ્તુ વાપરવાની જરૂર લાગતી હોય તે તેને વિચાર કરી દવા સિવાય