SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦. બોધામૃત તપાસ કરવા આવે તે મને પકડી પાડવો સહેલું થઈ પડે તેમ છે. તેથી એક ગાઉને દીઠેલે રતે અડધા કલાકમાં, મનની વૃત્તિઓને દબાવીને ઘેર પાછા આવતે રહ્યો. આવી ત્યાગવૃત્તિ તે ઘણી વાર ઊછળી આવતી, પણ સંસાર છોડીને કયે રસ્તે આગળ વધવું એની દિશાનું ભાન નહીં હોવાથી અંધારામાં કૂદકો મારવા જેવી મૂર્ખાઈ લાગતાં કઈ સારી તકની રાહ જેવામાં વખત ગાળો. તેની સાથે તેટલા જ વેગથી કે તેથી વધારે વેગથી જીવ સંસાર ભોગવવાનું પણ કર્મ ખપાવતે તેમ કંઈક લાગે છે. એ દીકરે ત્રણ વર્ષ જ જીવેલે, પણ તમે એક છોકરા ઉછેરી ત્રીસ વર્ષને માટે કરે ત્યાં સુધી જે ચિંતાઓ કરે તેટલી ચિતાઓ તેણે મને કરાવેલી અને તેની કેળવણી માટે શું શું કરવું, શી શી ગોઠવણ કરી મૂકવી, મારે કેવી રીતે પિતા તરીકે તૈયાર થવું વગેરે બન્યું તેટલું વિચાર્યું હતું અને દુનિયાની કઈ વસ્તુ કરતાં તેના ઉપર વિશેષ મેહ રાખેલે, તેમ છતાં તેનું શરીર ક્ષણભંગુર છે એટલુંય સમજાયેલું નહીં, એ જ દીવા તળે અંધારું. આપણાં સંસારીનાં બધાં કામમાં આ જ ધબડકે હોય છે. વાતે ડાહી ડાહી કરીએ પણ અંતરમાં અનુભવરૂપે કાંઈ મળે નહીં, માત્ર પિપટિયું બેસવું હોય છે. તેને વારસામાં શું આપી જવું તેને વિચાર પણ મેં કરી મૂક્યો હતે. ઉત્તમ જીવન પિતા ગાળે એ પુત્રને માટે જેટલું ઉત્તમ છે, તેના જેટલો ઉત્તમ વારસો કઈ પણ પિતા પિતાનાં છોકરાં માટે મૂકી શકતો નથી, એ મારા મનમાં સ્વાભાવિક રીતે કઈ પૂર્વકર્મના બળે રકુરેલું અને જાગ્રત રહેલું. તેથી તેને પૈસાદાર થયેલો જોવાનાં કે પરણીને મોટા કુટુંબવાળો થઈ સુખી ગણાય એવાં પણ મેં સ્વપ્ન ઘડેલાં નહીં. કારણ કે મેં જેને સારું માનેલું તેવું ઉત્તમ જીવન જ તેને વારસામાં મળે એવી મારી ઈચ્છા હોય જ. મારું અધૂરું રહેલું કામ પૂરું કરે તેવો પુત્ર થાય એવી મેં ઈચ્છા રાખેલી; તેની સાથે મારે પણ આપણું પિતાએ અધૂરું મૂકેલું કામ પૂરું કરવું એમ પણ મનમાં હતું અને હજી છે. આપણુ “કા(પિતા), તેમને જે ધર્મ ઉપર શ્રદ્ધા હતી તેમાં બધે વખત ગાળવા પ્રભુભક્તિમાં જિંદગીને પાછળને વખત જાય તે હેતુથી “મદ પાળી સંસારથી છૂટા થયા હતા અને તે “મદામાં જ તેમણે શરીરને ત્યાગ કર્યો હતે. સંસારને તદ્દન ભૂલી પ્રભુમય જીવન ગાળવા જેટલી તૈયારી તેમની મેં દીઠેલી નહીં, પણ આયુષ્ય થોડું બાકી રહ્યું હતું ત્યારથી તે ચેતી ગયા હતા અને જેમ બળતા ઘરમાંથી બચાવાય તેટલું બચાવી લઈએ છીએ તેમ દઢતા રાખીને બાકીની જિંદગીના દિવસે બચાવવા મજ઼દા” પાળી કુટુંબથી દૂર જઈને બેઠા હતા. આ વાત પણ મારા મનમાંથી દૂર થઈ નથી અને થઈ શકે તેમ નથી. તમે આજ સુધી ઘરખટલે ચલાવ્યું છે, સાંસારિક બેજે ઉપાડ્યો છે અને હજી ઉપાડો છો. હું પહેલેથી સદ્ભાગ્યે તેથી દૂર રહ્યો છું, અને પરમાર્થની શોધમાં અને તેને પ્રાપ્ત કરવાના પ્રયત્નો માટે જીવું છું. તમે તમારાથી બનતું લેકલાજ વધારવા કે ટકાવવા પ્રયત્નો કરે છે અને ઈચ્છે છે, તેવી રીતે મેં જે વારસે માતા, પિતા અને ગુરુ તરફથી મેળવ્યું છે તેને વધારવા પ્રયત્ન કર્યા કરું છું અને તેને માટે સર્વસ્વ અર્પણ કરીને પણ સંપૂર્ણ ઉન્નતિ સાધી શકાય તે માટે તૈયાર થવા મારું ચિત્ત તલપાપડ થઈ રહ્યું છે. પણ તે રસ્તે જતાં જે મુશ્કેલીઓ મને જણાય છે તે તમને એટલા માટે જણાવવા ઈચ્છું છું કે મોટા ભાઈ તરીકે
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy