SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪ બધામૃત તે છે, અને જે તેને તે પ્રભાવગને વિષે કંઈ કર્તવ્ય ભાસે છે તે તે પુરુષ આત્મસ્વરૂપના અત્યંત અજ્ઞાનને વિષે વર્તે છે, એમ જાણીએ છીએ. કહેવાને હેત એમ છે કે સર્વ પ્રકારના પ્રભાવગ આત્મારૂપ મહાભાગ્ય એવા તીર્થકરને વિષે ઘટે છે.” (૪૧૧) ચિચમત્કારથી પૂર્ણ પ્રભુ હદયમાં આવે, પ્રગટ થાઓ ! તે પૂર્ણપદની ઉપાસનાથી ઉપાસકના ગુણે પ્રગટી પૂર્ણતાને પામે છે. ઉપર ઉતારામાં જણાવેલ પુદ્ગલ ચમત્કારે ગુપ્ત આત્મ-ચમત્કારથી હીન છે, તેની હે પ્રભુ! મારી માગણી નથી. મારે તે કેવળજ્ઞાનસ્વરૂપ બનવું છે, તે અર્થે જ જીવવું છે. એ અર્થની એ ભાવનાની કડી છે. “જે સર્વજ્ઞ વિતરાગને વિષે અનંત સિદ્ધિઓ પ્રગટી હતી તે વીતરાગે પણ આ દેહને અનિત્યભાવી દીઠે છે, તે પછી બીજા જીવો કયા પ્રયોગે દેહને નિત્ય કરી શકશે ?” (પ૬૮) એ વિચારશોજી. ૩% શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૨૫૯ અગાસ, તા. ૫-૪-૪૧ તત સત્ ચિત્ર સુદ ૮, ૧૯૯૭ પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન; પાત્ર થવા સેવે સદા, બ્રહ્મચર્ય અતિમાન.” “વર્તમાનકાળમાં ક્ષયરોગ વિશેષ વૃદ્ધિ પામે છે, અને પામતે જાય છે. એનું મુખ્ય કારણું બ્રહ્મચર્યની ખામી, આળસ અને વિષયાદિની આસક્તિ છે. ક્ષયરોગને મુખ્ય ઉપાય બ્રહ્મચર્યસેવન, શુદ્ધ સાત્વિક આહાર-પાન અને નિયમિત વર્તન છે.” (૯૫૬–૨૧) વિ. આપને પત્ર પ્રાપ્ત થયેલ છે. આપના પિતાશ્રી પણ આવ્યા હતા. તેમણે જણાવેલું કે એની ઈચ્છા છે અને તેથી જ એણે અમને અહીં મોકલ્યા છે એટલે મારે તેમને કંઈ કહેવા જેવું રહ્યું નહીં. વળી તે કહેતા કે વ્રત લીધું હોય તે હું પણ ના કહું. મેં ધારેલું કે તમારા કોઈ વર્તન ઉપરથી તેમને તાત્કાલિક આમ વિચાર કરવાની ફરજ પડી હશે એટલે વિશેષ મેં પૂછયું નથી. સામાન્ય શિખામણના બે બેલ કહ્યા. તમારા પત્ર ઉપરથી જણાય છે કે તમને આ વાત પસંદ નથી પણ વખતે તેમની ઈચ્છાને માન આપવા તૈયાર થાઓ એવા ઢીલા ભાવ તે જણાય છે. આખી જિંદગી સુધી વ્રત પાળી શકશે કે નહીં તે તમારે પિતાને વિચાર કરવાનું છે. પરણીને સુખી થશે કે ઉપાધિ વધશે અને મેહ વધશે કે કેમ તે પણ વિચારવાનું જરૂરનું છે. ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીને આપને માટે કે અભિપ્રાય હતે અને તેમને શું પસંદ હતું તે પણ તમે જાણે છે. તમારી હાલ એટલી નાની ઉંમર નથી કે તમે વિચાર કર્યા વિના બીજાના અભિપ્રાયમાં તણએ. તમને ડોસા અફીણનું બંધારણ કરવા સલાહ આપે, આગ્રહ કરે તે અફીણનું વ્યસન ગળે પડવા દો ? જે તે ન પડવા દો તે તેથી વિશેષ ભયંકર જન્મમરણની વૃદ્ધિનું કારણ તમારી પાસે પરાણે કરાવે તે તમારે કેમ કરવું તે તમારા અન્તરાત્માને પૂછશો. એમને તે તમને સુખી કરવા છે, એમની દષ્ટિ પ્રમાણે સુખમાં નાખવા છે, તમારી દષ્ટિ તેવા સુખને માન્ય રાખે છે કે દુઃખ દેખે છે તે વિવેકદ્રષ્ટિએ વિચારશોજી. સ્વ. મોતીભાઈ નરસિંહભાઈ વસેના અમીનનું અપ્રસિદ્ધ જીવનવૃત્તાંત હાલ વાંચું છું. તેમાં તેમને એક પત્ની છતાં પુત્ર નહીં હોવાથી તેમના કાકા એ પિતાની જગ્યાએ હતા તે કોઈની
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy