________________
પત્રસુધા
૨૬૩ પરમેશ્વરની અત્યંત કૃપા તે એ લોકો ઉપર છે કે જેઓ પિતાને આશ્રય અને વિશ્વાસ કેવલ પરમાત્મામાં જ રાખે છે. હૃદયથી સાચા સાધુ એ જ છે. એવા મહાપુરુષના ચરણોમાં સમસ્ત સૃષ્ટિ સેવા આપે છે. સત્સંગ, ઉત્તમ ગ્રંથ અને ભજનકીર્તનરૂપ ઉપાસના એ ત્રણ વસ્તુઓ ત્રિલોકના રાજા બનાવી દે છે.”
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૨૫૮
અગાસ, તા. ૨૬-૩-૪૧
ફાગણ વદ ૧૪, બુધ, ૧૯૯૭ “ગુરુ ગણધર ગુણધર અધિક, પ્રચુર પરંપર ઔર;
વ્રત, તપધર તનું નગનધર, વંદો વૃષ-શિરમોર.” –સ્વામી કાર્તિક અર્થ –ગુણ ધારણ કરનાર ગણધર ગુરુ અને પ્રચુર = છૂટક છૂટક) કોઈ કોઈ પરંપરાએ (ઘણુ) થઈ ગયેલા વ્રત, તપ અને નગ્ન શરીરધારી ધર્મ શિરોમણિ (શિરમોર =માથાના મુગટ) મહાત્માઓને હું નમસ્કાર કરું છું. (વૃષ = ધર્મ)
પરમકૃપાળુદેવનાં વચને સત્સંગતુલ્ય જાણું ઉપાસતા રહેવાની જરૂર છે. કોઈ વખતે ન સમજાય અને વારંવાર વિચારવા છતાં ઉકેલ ન આવે તેને ખુલાસો પૂછે તેમાં હરકત નથી; પણ માસમાં અમુક વખત પત્રની આશા રાખે છે તે પ્રતિબંધ ગણાય છેજી. ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીએ કહેલું – “કઈ પણ વસ્તુને આગ્રહ કરવા યોગ્ય નથી. દષ્ટિરાગને લીધે અમેય કૃપાળુદેવને કહેલું કે ચિત્રપટ નહીં તે કાગળ ઉપર આમ હાથ-પગના જેવું કરીને આપશે તે પણ મારે ચાલશે. કંઈક ભક્તિનું સાધન અને આજ્ઞા મને મળે એટલે બસ. આગ્રહ કરવાથી પ્રતિબંધ થાય છે. આ વસ્તુ ગમે તેમ થાય તે પણ મને મળવી જોઈએ એવું કહે ત્યાં પ્રતિબંધ પડે છે, તેવી વસ્તુ અમને કૃપાળુદેવ ન આપતા.” પ્રતિબંધથી બચવા અને વિચારવા આ લખી મોકલ્યું છે તે લક્ષમાં લેવા ગ્ય છે. બીજું આપે પુછાવેલા પવને અર્થ નીચે પ્રમાણે વિચારશે –
આશ્ચર્ય સર્વ ધરતા પ્રભુ ઉંર આવે, સંપૂર્ણ આત્મગુણ દાતણ જગાવે; આત્માર્થી સર્વ હિન છે, નથ માગવું તે, શ્રી ધરૂપ બનવા પ્રભુ જીવવું છે.
આ પધ પ્રજ્ઞાવબોધ પાઠ ૯૮ “જિનભાવના'માંથી છે, તેમાં પરમાત્માને પ્રાર્થનારૂપ આત્મવિકાસની ભાવના પ્રદર્શિત કરી છે. પરમાત્મસ્વરૂપ સર્વે ચમત્કારોથી ભરપૂર છે.
પૂર્ણ આત્મસ્વરૂપ જ્યાં વર્તે છે, ત્યાં જે સર્વ મહત પ્રભાવજેગ વર્તતા ન હોય તે પછી તે બીજે કયે સ્થળે વર્તે ? તે વિચારવા લાગ્યા છે....આત્મસ્વરૂપનું પૂર્ણ પ્રાપ્તપણું તે ઘટે છે, મહત પ્રભાવગનું પ્રાણપણું ઘટતું નથી, તે તે કહેવું એક વિસંવાદ સિવાય બીજું કંઈ નથી; કારણ કે તે કહેનાર શુદ્ધ આત્મસ્વરૂપના મહ૫ણુથી અત્યંત હીન એવા પ્રભાવગને મહત જાણે છે, અંગીકાર કરે છે, અને તે એમ સૂચવે છે કે તે વક્તા આત્મસ્વરૂપને જાણનાર નથી. તે આત્મસ્વરૂપથી મહતું એવું કંઈ નથી. એ આ સૃષ્ટિને વિષે કોઈ પ્રભાવ જોગ ઉત્પન્ન થયો નથી, છે નહીં, અને થવાનું નથી કે જે પ્રભાવજેગ પૂર્ણ આત્મસ્વરૂપને પણ પ્રાપ્ત ન હોય; તથાપિ તે પ્રભાવગને વિષે વર્તવામાં આત્મસ્વરૂપને કંઈ કર્તવ્ય નથી, એમ