________________
૨૫૮
બેધામૃત “મનને લઈને બધું છે. બાંધ્યાં તે જાય છે, ત્યાં ગભરાવા જેવું છે જ નહીં. આવ્યાં તે જાય છે, તેમાં ક્ષમા-સહનશીલતાથી, આનંદ-અનુભવરૂપ આંખથી જુઓ. પુરુષને બેધે, સવિચાર-દ્વાર ઉઘાડી જ્ઞાનચક્ષુએ અંતર્યામી ભગવાનનાં દર્શન કરે. “જોવા મા પમાણ સમય માત્રને પ્રમાદ કર્તવ્ય નથી, તે વિચારથી સમજવાની જરૂર છેજી. કર વિચાર તે પામ” એ જ્ઞાનીનું વચન છે તે સત્ય છે.” (ઉપદેશામૃત : પૃષ્ઠ ૭૯)
“સપુરુષાર્થ, સત્ય, અહિંસા, પ્રામાણિકતા, સમભાવ, ગુણાનુરાગ, ઉદાસીનતા, ક્ષમા, નિરભિમાનતા, નિષ્કપટતા અને નિર્લોભતાઃ આ ગુણનું પાલન કરીને વ્યાપારકાર્ય, ઘરામ અને શરીરરક્ષા કરે છે તેથી સમદષ્ટિ જીવને કર્મબંધન લૂખું અને થોડું થાય છે.”–મેલની કૂંચી
કઈ પણ કારણે આ સંસારમાં કલેશિત થવા ગ્ય નથી” (૪૬૦) એવું પરમકૃપાળુદેવનું વચન સર્વ અવસ્થામાં શાંતિ પ્રેરી ઘણી ધીરજ આપે તેવું છે, તે વિચારવા વિનંતી સહ વિરમું છું જી.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૨૫૨
અગાસ, તા. ૩-૩-૪૧ તત્ ૩ સત
ફાગણ સુદ ૫, સેમ, ૧૯૯૭ ચારે ગતિ ભટકતાં બહુ થાક લાગે, પાયે અચાનક સુગ વિચાર જાગે; હે જીવ! શાંતરસપૂર્ણ વિભુ ભજી લે, દુખો અનંત છૂટશે, હિત આ સજી લે. (પ્ર. ૯૮).
પત્ર બને મળ્યા છે. આડીઅવળી કલ્પનામાં નહીં તણાતાં એક પરમકૃપાળુદેવને પરમ ઉપકાર માની તેની કૃપાથી જ તેને ગબળે આત્મહિત જરૂર થશે એ વિશ્વાસ રાખી તેનાં વચનામૃતમાં તલ્લીન રહેવા ભલામણ છે. પિતાના દોષ જોવાનું કામ ઘણું મોટું છે, તે અપક્ષપાતપણે જોવાશે તે મુમુક્ષુતા વધશે, દોષ ટાળવાની તત્પરતા વધશે અને જીવ બળવાન થઈ દોષે ટાળશે. મારે માથે પણ તે જ કાર્ય છે. “હું તે દોષ અનંતનું ભાજન છું.” સમજવા યોગ્ય તે પુરુષનું સ્વરૂપ છે.
આપે “અષ્ટ મહાસિદ્ધિ” સંબંધી પુછાવ્યું. પત્રમાં તેનું વર્ણનથી સ્વપરહિતનું કારણ નહીં જણાવાથી ઉત્તર લખે નહોતે. હેય વસ્તુ કરતાં ઉપાદેય તરફ વધારે લક્ષ દેવા યોગ્ય છે. અદ્ધિસિદ્ધિ તરફ મહાપુરુષેએ પૂંઠ દીધી છે; તે નહીં સમજાય તેય હાનિ નથી, સમજાયે લાભ નથી એમ જાણીને જ પત્ર લખ્યો નથી.
ધર્મનું સ્વરૂપ વિચારવા અર્થે નીચે લખ્યું છે –
“હે ભવ્ય ! પ્રાણીમાત્ર પર દયા કરવી, સત્ય બોલવું, ક્ષમા ધારણ કરવી, પવિત્રતા સમજવી, લેભને ત્યાગ કર, તૃષ્ણા ઘટાડવી, અને સમ્યફજ્ઞાન તથા વૈરાગ્યરૂપ સંપત્તિ ધારણ કરવી એ ધર્મ છે. અધર્મનું સ્વરૂપ તેથી ઊલટું છે. જેમ પ્રજ્વલિત અગ્નિથી અધિક સંતાપ થાય છે તેમ છેને વિષયમાં આસક્તિ થવાથી સુખની તૃષ્ણ વધે છે, તૃષ્ણને તાપ દૂર કરવાની ઈચ્છા કરતે જીવ પાપમાં તલ્લીન થાય છે અને ધર્મને દ્વેષ કરે છે. આમ ધર્મ તરફ દ્વેષ રાખીને અધર્મ-સેવન કરવાથી અગતિ પામે છે.” છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ