________________
પત્રસુધા
૨૫૭ છે કે જેને માટે આત્મહિત ભૂલી આમ પ્રવર્તવું થાય છે? હવે કેમ વર્તવું? વગેરે વિચારે અવકાશે વિસ્તારથી વિચારવા લાગ્યું છે.
સ્ટીમરમાં તમને બિલકુલ કામ ન હોય, માત્ર ખાવાપીવા કે હાજતે પૂરી કરવા પૂરતું જ પેટી થવું પડે, બાકીને બધે વખત નવરાશ હોય છે. કાળ ગાળવા અણસમજુ અને પત્તાં રમવામાં કે ઊંઘવામાં વે નકામા વિકપમાં કાળ ગુમાવે છે. તેવી ભૂલ તમે ન કરો અને ધંધામાં પછી વખત બચાવ મુશ્કેલ પડશે ગણી તે વખતે સદ્વાચન, વિચાર અને આત્મહિતનું સાધન સગુરુકૃપાએ મળ્યું છે તેમાં વિશેષ ભાવ રાખી જરૂર જાણે ગુફામાં પેસી જાય તેમ આત્મસાધન કરવા જ દરિયાની મુસાફરી સ્વીકારી છે એમ દાઝ રાખી જાગૃતિને બધે વખત સ્મરણ આદિ ધર્મકાર્યમાં જ કાઢે છે એ દઢ નિશ્ચય કર્તવ્ય છે જ. એટલે વૈરાગ્ય અને ધર્મ પ્રત્યે ઉલ્લાસભાવ હશે તે પ્રમાણે આ તમારા કસોટીના વખતને તમે ગાળી શકશે
ત્યાં આફ્રિકા પહોંચ્યા પછી પણ વખત મળે કે સત્સાધનમાં જોડાઈ જવું. મનને નવરું ન રાખવું, તે દુરિચ્છા કરે તે પિષવી નહીં, પણ તેની સામે પડી સન્માર્ગમાં હઠ કરીને પણ મનને રાખવું. આમ પુરુષાર્થ આદરશે તે કઈ હાથ ઝાલવા આવનાર નથી. કળિકાળ કે અનાર્યક્ષેત્ર એ માત્ર બાહ્ય નિમિત્તો છે, પુરુષાર્થ આગળ બધાં નિર્બળ છે, એમ માની આ આત્માને જન્મમરણનાં મહા દુઃખોથી મુક્ત કરે છે એ ભાવદયા ભૂલી જવા યોગ્ય નથીજી. એ જ વિનંતી.
» શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૨૫૧
અગાસ, તા. ૨૬-૨-૪૧ તત સત
મહા વદ ૦)), ૧૯૯૭ દેવાનંદન હે, રાજચંદ્ર પ્રભુ પ્યારા, આ કળિકાળે હો અમને ઉદ્ધારનારા.
વંદન-વિધિ ન જાણું તેયે, ચરણે આવી વળગું, અચળ ચરણને આશ્રય આપે, મન રાખું ના અળગું. દેવા અહે! શિખામણ આપે આપી, સદા સ્વરૅપ ભજવાની, અલ્પ શિથિલપણું પણ ત્યાગી, ટંકેત્કીર્ણ થવાની. દેવા લઘુશંકા સમ અ૫ દેષથી ભવ નવસે અનુભવીને, દુષ્ટ દોષ ઉઘાડો પાડ્યો, અનહદ દયા કરી એ. દેવા.
(પ્રજ્ઞાવબે-૯૫) વિ. આપના કરકમળથી લખાયેલ પત્ર આજે ત્યાંથી આવેલા ભાઈએ આપે, વાંચી આપ સર્વને અશાતાને ઉદય અચાનક ઉદ્ભવેલે જાણી ધર્મનેહથી દિલગીરી થયેલી, પણ આપને આરામ થતું આવે છે જાણે સંતોષ થયા છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ વિચારી જેમ આપને અનુકૂળ પડે તેમ વિચરવા વિનંતી છે.જી. કર્મ તે બે ડગલાં આગળ ને આગળ જ ચાલ્યા કરે છે પણ મહાપુરુષો તેનું સ્વરૂપ સમજી રહેલા હોવાથી એ ઉદયરૂપ કાંટાવાળા માર્ગે મુસાફરી કરી શિવપુર પહોંચ્યા છે. પ. પૂ. પ્રભુશ્રીજીએ સ્વ. મનસુખલાલ દેવશી મહેતા ઉપર પત્ર લખાવેલ તેમાંથી આપણે સર્વને વિચારવા એગ્ય એક ફકરે લખી મોકલું છું –
17