SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રસુધા ૨૪૭ “મેરેમ એ સાચે, સાચે, સાચે થઈ રહ્યું છે. અઢાર દૂષણથી રહિત કે એ દેવ! ક્રોધ નહીં, માન નહીં, માયા નહીં, રતિ-અરતિ નહીં, વગેરે દોષથી રહિત! એ કરી તરસ્યા થયે છે? (આત્મા) ભૂખે થયો છે? રોગી છે? બ્રાહ્મણ છે? સ્ત્રી છે? પુરુષ છે? એક સમજ ફરે તે ચમત્કાર જેવું છે. “પણે હું ગયો' કહે ત્યાં મિથ્યાત્વ. “હું” અને “તું” જુદું થયું છે તેને થયું છે. બાકી બીજા કહે તેમાંનું કશું ગમતું નથી. મેટા કાશીના પંડિત હોય કે ગમે તે હોય, પણ એક સાચાની માન્યતા થઈ ગઈ છે તેથી બીજે કઈ ગમતું નથી, અને એ જ કર્તવ્ય છે. “વાત છે માન્યાની”. સત્પરુષની યથાયોગ્ય પ્રતીતિ વિના જીવાજીવનું જ્ઞાન થતું નથી તે સત્ય છે....બાવળીએ બાથ ભીડીને કહે છે કે મને છેડા, મને કેઈ છેડા. છેડી દે એટલે છૂટો થઈશ. પુરુષ તે કહી છૂટે. ગેર તે પરણાવી આપે. શું ઘર પણ માંડી આપે?” તા. ૧૪-૬-૨૫; જેઠ વદ ૮ રવિ સં. ૧૯૮૧ (ઉપદેશામૃત : પૃષ્ઠ ૨૮૨) પ્રમાદને જ્ઞાની પુરુષોએ મેટો શત્રુ ગણ્યો છે, તેથી ડરતા રહી સ્મરણમાં નિરંતર ચિત્ત રાખવાને અભ્યાસ પાડી મૂકવા ગ્ય છે. લીધે કે લેશે એમ થઈ રહ્યું છે. કાળને ભરોસો રાખવા ગ્ય નથી. કર્યું તે કામ એમ સમજી, ભવિષ્ય ઉપર આધાર રાખ્યા વિના બને તેટલે સપુરુષાર્થ કરી મળેલા માનવપણને સાર્થક કરવામાં પાછી પાની કરવી ઘટતી નથીજી. જાગ્રત થા, જાગ્રત થા. એ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૨૪૦ અગાસ, તા. ૩૦-૧૨-૪૦ મિક્ષ મહા સુખદાર્યો નિરંતર કર્મ ઘટાડ, મટાડોં વરે જે, તે દૈવ ધન્ય, ધરે નહિ જન્મ ફરી ભવમાં, જગને શિખરે તે; મક્ષ ઉપાય સુધર્મ ધરઃ તપ, જ્ઞાન, સુદર્શન, ભક્તિ, વિરાગે, કર્મ છૂટે સમભાવ ક્ષમાદિથ; મુક્તિ વરે સહુ કર્મ જ ત્યાગે. (અ. ૧૬) વિ. આપને પત્ર પ્રાપ્ત થયે. બે માસ વધારે બ્રહ્મચર્યવ્રત પાળવા વિચાર રહેતું હોય તે આપના પિતાની સંમતિ લઈ પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ ભાવવ્રત લઈ લેવા ભલામણ છેજી. સર્વને અનુકૂળ રહી, તેમને રાજી રાખી ધર્મ આરાધવાથી સ્વપરહિતનું કારણ જાણી આપના પિતાને કાને વાત નાખવાનું જણાવ્યું છે, કારણ કે તે ધર્મ કરવામાં વિદ્ધ કરે તેવા નથી. પિતાને ધર્મનું આરાધન કરવું હોય તે કઈ ખાળે તેમ જગતમાં નથી; પણ જે કાર્ય કરીએ તેમાં બીજાની સંમતિ હોય તે તે વિશેષ સારું બને છે. જેમ જેમ વૈરાગ્ય ઉપશમની વૃદ્ધિથી વિચારણું, સપુરુષનાં વચનેમાં તલ્લીનતા થતી જશે, સત્સંગને વિશેષ લાભ મળતું જશે તેમ તેમ અત્યારે મુઝવતા પ્રશ્નોને આપોઆપ ઉકેલ આવતે જશે. પરમકૃપાળુદેવે ઉપદેશ છાયામાં જણાવ્યું છે તેમ કાંટે કપડું ભરાયું હોય તે બને તે ઉકેલી લેવું અને નહીં તે ત્યાં ખળી રહેવું નહીં. જંગલમાં જેમ રાત્રિ રહેવાય નહીં તેમ સંશયમાં ઘણો વખત રહેવા ગ્ય નથી. યથાવસરે તેને ખુલાસો થશે ધારી પુરુષની આજ્ઞામાં ચિત્તને તત્પર કરી દેવું. અત્યારની ભૂમિકામાં ગહન વિષયમાં મન પ્રવેશ ન કરી શકે તે મુઝાવા જેવું નથી. અવસરે સર્વ વાતને નિકાલ થઈ રહેશે એ શ્રદ્ધા પણ જરૂરની છે. આ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy