SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ બેધામૃત અજાણ જીવને આ કાળમાં સર્વ શાસ્ત્રના સારરૂપ ટૂંકી વાત જણાવી તેની પકડ કરી લેવી તે આપણા હાથની વાત છે. એમાં બીજા કેઈનું બળ કામ આવે તેમ નથી. માટે મરણિયા થઈને આટલું તે જરૂર કરી લેવા યોગ્ય છે. છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૨૩૮ અગાસ, તા. ૨૮-૧૨-૪૦ તત્ સત્ માગશર વદ ૦)), શનિ, ૧૯૯૭ સદ્દગુરુ સેવીએ રે સજ્જન, નિશક્તિ થાવા – ટેક સદ્દગુરુ-વંદન, સદ્ગુરુ—પૂજન, સદ્દગુરુ-ભક્તિ સારી; સદ્દગુરુ-બેધે તત્ત્વ વિશેધ, ઊઘડશે શિવબારી. સદ્દગુરુ (પ્રજ્ઞાવબેધ – ૮૩) આપને શુભ ભાવનાવાળો પત્ર મળે છે. એ બધા ભાવ પરમકૃપાળુદેવ પ્રત્યે કર્તવ્ય છેજ. તે પામર, તે મહાપુરુષની ચરણરજ તુલ્ય છું. એ પરમપુરુષની ઉપાસનાથી આપણે બધા તેની દશા પામી શકીએ તેમ છે. તેમની એક પણ આજ્ઞા કે વચન સાચા અંતઃકરણથી ઉઠાવીશું તે જરૂર કલ્યાણ થશે. તેને પ્રત્યક્ષ પુરા ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજી છેજ. છાતી ઠેકીને તે કહેતા કે પરમકૃપાળુદેવની ભક્તિથી કલ્યાણ ન થાય તે અમે જવાબદાર છીએ, પણ કઈ પિતાની બુદ્ધિથી “આય જ્ઞાની છે ને “આય જ્ઞાની છે એમ કરી સ્વચ્છ પિષશે તેનું જોખમ અમારે માથે નથી. બાઈઓ જેમ એક જ ધણી કરે છે તેમ પરમકૃપાળુ દેવમાં સર્વ જ્ઞાની સમાય છે એમ માની એકની જ ઉપાસના કરશે તે બધાય જ્ઞાનીની ઉપાસના થશે. “સદ્ગુરુપદમેં સમાત હૈ, અહંતાદિ પદ સર્વ; તર્તિ સદ્દગુરુ-ચરણ કું, ઉપાસે તજી ગર્વ.” એ રોજ આપણે બોલીએ છીએ, તે નિરંતર લક્ષમાં રાખવા યોગ્ય છે. હું સમજું છું. કે આ સમજે છે એમ પિતાની મતિથી માનવાને બદલે, પ. પૂ. પ્રભુશ્રીજીએ આપણને બતાવ્યા તે સંતના કહેવાથી માનીએ તે કઈ પ્રકારે તેમાં દોષ ન આવે. આપને તે શ્રદ્ધા છે, તે દઢ અને એકાંગી, અનન્ય શરણરૂપ થવા અને રહેવા આટલું જણાવવા ગ્ય લાગવાથી જણાવ્યું છેજી. વળી પ. પૂ. પ્રભુશ્રીજીનું વચન સ્મૃતિમાં આવે છે – “નવી છિદ્ર વગરની અંદર હોડીમાં તમને બેસાર્યા છે. હવે લાંબે ટૂંકે હાથ કર્યા વિના તેમાં બેસી રહેશે તે તે પાર ઉતારશે.” પણ હોડીમાંને માણસ પાણીમાં રમત કરવા હાથ કે પગ લાંબા કરે તે મગર આવી પકડી ખેંચી પણ જાય, કે પોતે હેડીમાંથી પાણીમાં કૂદી પડે તે ડૂબી મરે તેમ પોતાના સ્વરદે સંસારનું કારણ હજી પણ થવા લાગે છે એવો ડર રાખી માત્ર તેને જ શરણે આટલે ભવ ગાળવાની જરૂર છે. બીજું, એંજિન સાથે ડબા જોડાય છે તેમ આંકડો ભરવી દેવાનું પણ ઘણી વખત તેઓશ્રી કહેતા. આ શ્રદ્ધા જેની પાકી અને નિર્મળ હશે તેનાથી બીજા વ્રત, નિયમ, શાસ્ત્રાભ્યાસ કે જપ, જાત્રાદિ નહીં બને તે પણ તે વહેલેમોડે મે જશે, પણ જે શ્રદ્ધામાં ખામી હશે તેને બધે પુરુષાર્થ ખામીવાળે થશે. તેથી તે જ દઢ કરાવવા ઘણી વખત ઉલ્લાસભેર બાધ દેતા તેમાંનાં થોડાં વચને નીચે લખ્યાં છે–
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy