________________
બધામૃત
૨૪૦ તત્પર કરવાનો છેજ. તે વેગ પણ મહત પુણ્યના ગે બની આવે છે. તે વેગ ન મળી આવે ત્યાં સુધી તેવા યુગની ભાવના રાખી પુરુષનાં વચનામૃતને પ્રત્યક્ષ સત્પરુવ તુલ્ય સમજી કાળજીપૂર્વક ઉપાસવાથી અપૂર્વે ફળ થવાનો સંભવ છે.. અનેક યુગમાં અનેક પ્રકારની કલ્પનાઓ અનેક છોને સંસારપ્રવાહમાં ફેરવ્યા કરે છે. તેમાં આ કળિકાળ કે દુષમકાળ તે મહાભયંકર છે. કલ્યાણનું સ્વરૂપ યથાર્થ સમજાયું નથી ત્યાં સુધી જીવ અકલ્યાણનાં કારણેને કેઈ ને કોઈ આકારમાં કલ્યાણરૂપ કપી, પાણી લેવી ઘી કાઢવા જે પુરુષાર્થ કર્યા કરે છે. આશાને આધારે જીવે છે. આજીવિકાનું સાધન ન હોય તે આજીવિકા અર્થે કલપનાઓ કર્યા કરે છે. આજીવિકાનું સાધન પૂર્વપશ્યને લીધે જેમને છે તેમાંના ઘણા છે તેની વ્યવસ્થા અને વૃદ્ધિને માટે કલ્પના કર્યા ઉપરાંત દાન, ધર્મ આદિની કલ્પનાઓને ઉમેરે કરે છે. કેઈને તેવી વૃત્તિ ન હોય તે વિષયભેગાદિની કલ્પનાઓ વધાર્યા કરે છે. કેઈ કીર્તિની કલ્પનાઓ ઘડતા રહે છે. કેઈને પુત્ર ન હોય તે પુત્રને માટે સૂર્યા કરે છે અને પુત્રસુખનાં સ્વપ્નમાં વહ્યો જાય છે. કેઈને સ્ત્રી ઉપર આસક્તિ હોય તે તેના સંબંધી મને રથે કર્યા કરે છે. આમ નાશવંત વસ્તુઓમાં સુખની કલ્પના કરી તે મેળવવા મથે છે, મળે તે તેને વિયેગ ન થાય તેને માટે પુરુષાર્થ કર્યા કરે છે, પણ નાશવંત વસ્તુ કદી શાશ્વત થઈ શકતી નથી તેથી આખરે દુઃખ, પશ્ચાત્તાપ, શેક અને સંતાપમાં છવ બળાતે રહે છે. તે બધાં દુખેથી મુક્ત થવા આત્મજ્ઞાનની જરૂર છે, એમ પરમપુરુષો કહી ગયા છે પણ પિતાની કલ્પના ઉપર વિશ્વાસ છૂટે તે પુરુષનાં વચને ઉપર વિશ્વાસ આવે અને સપુરુષે પ્રાપ્ત કરેલું, માન્ય કરેલું જે સમ્મત થાય તે આ જીવને બીજા પ્રકારે સુખી થવાની શેધ કરવા જેવું રહેતું નથી. પરમકૃપાળુદેવે લખ્યું છે: “બીજું કાંઈ શોધ મા. માત્ર એક સત્પરુષને શોધીને તેના ચરણકમળમાં સર્વભાવ અર્પણ કરી દઈ વત્યે જા. પછી જે મેક્ષ ન મળે તે મારી પાસેથી લેજે.” (૭૬) આને વિશ્વાસ આવે તે પછી તે તેનું જ, કહેલું કરવા માટે કેડ બાંધી પુરુષાર્થ કરવો રહ્યો. બીજા બધાં વિક૯પ મૂકી, મારું કલ્યાણ હવે ત્વરાથી મારે કરવું છે તે કેમ કરી શકું, એને સૌથી પ્રથમ વિચાર કર્તવ્ય છે.
સપુરુષનાં વચનની હૃદયમાં છાપ પાડવાની જરૂર છે તે જેણે જેણે કર્યું છે તે તે મોક્ષ માર્ગના ઉપાસક અને મોક્ષગામી થયા છે. સત્સંગ, બધ અને સદ્દવિચારની જીવને ખાસ જરૂર છે; તે ખોટ પૂરવા ખરેખરો પુરુષાર્થે આ ભવમાં કર્તવ્ય છે. રેજ મરણને વિચાર કરી વૈરાગ્યમાં વૃદ્ધિ કરતા રહેવા ભલામણ છે
છેશાંતિઃ શાંતિઃ શાંતિઃ
૨૩૫
અગાસ, તા. ૫-૧૨-૪૦ આપે *પિટની વાર્તા વિષે પુછાવ્યું છે તે સત્યરુષ પાસેથી સાંભળેલી આપને વિચાર અર્થે કહેવરાવી હતી. તેને યથાર્થ આશય તે જ્ઞાની જાણે છે, પરંતુ મુમુક્ષુએ પિતાની મુમુક્ષતા વધે તેમ વિચાર કર્તવ્ય છે. આ જીવ આ સંસારમાં પોપટની પેઠે લાલનપાલન, સુખવૈભવમાં મગ્ન છે. તેને તે ડાહ્યા પોપટની પેઠે છૂટવાને ભાવ જાગશે ત્યારે પાંજરા સમાન
પિપટની વાર્તા માટે જુઓ – મંથન્યુગલમાં સમાધિશતકની ૧૭મી ગાથાનું વિવેચન.