________________
પત્રસુધા
૨૩૯
કર્મ જે અત્યારે નથી ગમતાં તેવાં અડધાવાનું કારણ છે, માટે અને તેટલી જાગૃતિ રાખી, સત્પુરુષનાં વચનામાં ચિત્ત તલ્લીન કરવાના અભ્યાસ કરશે! તેા સમભાવે રહેવા ચૈાગ્ય જાગૃતિ આવતી જશે. શરૂઆતમાં તે સત્પુરુષે આપેલી શિખામણ ખરે વખતે યાદ નથી રહેતી, ભૂલી જવાય છે, ખીજામાં તલ્લીન થઈ જવાય છે. પણ પછી યાદ આવે કે રાગદ્વેષ નહેાતા કરવા અને થઈ ગયા પણ ફરી હવે નહીં થવા દઉં. આમ વારવાર ભૂલેા કરતાં કરતાં પણુ, બાળક જેમ પડતાંઆખડતાં ચાલતાં શીખી જાય છે અને દોડી પણ શકે છે તેમ જે શિખામણ પ્રથમ નહેાતી સાંભરતી અને પાછળ પશ્ચાત્તાપ કરાવતી તે અણીને વખતે સાંભરે તેવા વખત કાળજી રાખી ચેતતા રહેનારને બને છે. પછી તેા તેવા પ્રસગે આવતા પહેલાં ચેતતા રહેવાની ચેતવણી મળતી રહે છેજી. ગભરાયા વગર અને તેટલું અત્યારના સ`જોગામાં સાચન શ્રીમદ્ રાજચ'દ્ર' ગ્રંથ વગેરેમાંથી કરતા રહેશે। તે માર્ગ પ્રાપ્ત કરવાની ચેાગ્યતા આવતી જશેજી. પત્રાંક ૮૧૯ મુખપાડ કરી રોજ વિચારવાનું કરશેા તે શાંતિનું કારણ થશેજી.
અભ્યાસ મૂકી દેવાની ઉતાવળ કરવા યેાગ્ય નથી. હાલ જે શીખા છે તેથી વિચારશક્તિ ખીલવાનું કારણ છે, અને વિચાર કર્યાં વિના કોઈ રીતે ધર્મનું આરાધન થતું નથી. અને આજીવિકા જેટલું કમાઈ શકતા ન હોય તે અધૂરે અભ્યાસે ધર્મ આરાધવા દોડે તે નહીં ઘરના નહીં ઘાટના એવા ધાબીના કૂતરાની દશા તેને પ્રાપ્ત થાય. માટે આજીવિકાના સાધન પૂરતી ચેાગ્યતા પ્રથમ કરી લેવી અને સાથે સાથે ધ પ્રેમ પણ વધારતા રહેવું. ધમને મૂકીને કાઈ કાર્ય કરવા યાગ્ય નથીજી.
અમાસ, તા. ૫-૧૨-૪૦ માગશર સુદ ૬, ગુરુ, ૧૯૯૭
૨૩૪
તત્ છે. સત્ .
શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય, તે કોઈ અન્ય લઈ ન શકાય; એ ભાગવે એક સ્વઆત્મ પાતે, એકત્વ એથી નય સુજ્ઞ ગાતે. નથી ધર્યાં દેહ વિષય વધારવા, નથી ધર્યાં દેહ પરિગ્રહ ધારવા; નહિ દે તું ઉપદેશ, પ્રથમ લેહિ ઉપદેશ; સખસે ન્યારા અગમ હૈ, વાસાનીકા દેશ. જપ તપ ઔર વ્રતાદિ સબ, તહાં લગી ભ્રમરૂપ; જહાં લગી નહિ સંતકી, પાઈ કૃપા અનૂપ. પાયાકી એ ખાત હૈ, નિજ છ'નકા છેડ; પિછે લાગ સત્પુરુષકે, તા સમ ખાધન તેાડ. ઉઘાડ ન્યાય-નેત્ર તે, નિહાળ રે ! નિહાળતું, નિવૃત્તિ શીઘ્રમેવ ધારોં તે પ્રવૃત્તિ ખાળ તું.” –શ્રીમદ્ રાજચંદ્ર
વિ. આપના પત્ર આજે મળ્યા. તમારી તબિયત નરમ રહે છે એમ જાણ્યું. કર્માંધીન શરીરસ્થિતિ છે”. આપણા હાથની વાત તેા ભાવ સુધારવા તે છે”. તેમાં સત્સ`ગ એ જ ઉત્તમ નિમિત્ત છે અને તે દ્વારા અનાર્ત્તિથી ભૂલા પડેલા આ આત્માને પાતાના હિત માટે