________________
૨૩૨
બાધામૃત રંગાઈ જવાય છે તે ભાવથી મને બચાવે. તેવા વૈરાગ્ય માટે મરણ વારંવાર વિચારી સમાધિમરણ માટે આજે શું કર્યું? એવું જ સૂતી વખતે વિચાર કરવાની ટેક રાખવા ગ્ય છે. પાણી પહેલાં પાળ બાંધી નહીં મૂકીએ તે આખરે પસ્તાવું પડશે.
છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૨૨૭
અગાસ, કાર્તિક સુદ ૧૧, ૧૯૯૭ “વિઘત લક્ષમી પ્રભુતા પતંગ, આયુષ્ય તે તે જળના તરંગ,
પુરંદરી ચાપ અનંગ રંગ, શું રાચીએ ત્યાં ક્ષણને પ્રસંગ ?” સગત ભાઈ ................ના દેહત્યાગના સમાચાર જાણ્યા. તેમણે જે ધર્મભાવના કરી લીધી હતી તે તેમની સાથે ગઈ. દુઃખ આપણી નજરે દેખાય છે તેની તે વખતની અવસ્થા માની લેવા ગ્ય નથી, કારણ કે તે તે પૂર્વે કરેલાં કર્મનું ફળ છે, પણ તે ભેગવતાં જેવા તેના વર્તમાનમાં ભાવ રહેતા હોય તે તેની દશા ગણવા યોગ્ય છેજી. પરમકૃપાળુદેવે લખ્યું છેઃ “વિશેષ રેગના ઉદયથી અથવા શારીરિક મંદ બળથી જ્ઞાનીનું શરીર કંપાય, નિર્બળ થાય, જ્ઞાન થાય, મંદ થાય, રૌદ્ર લાગે, તેને બ્રમાદિને ઉદય પણ વર્તે; તથાપિ જે પ્રમાણે જીવને વિષે બેધ અને વૈરાગ્યની વાસના થઈ હોય છે તે પ્રમાણે તે રોગને જીવ તે તે પ્રસંગમાં ઘણું કરી દે છે.” (પ૬૮) અંત વખતે “ધ અને વૈરાગ્યની વાસના” કામ આવે છે માટે આપણે તે પ્રસંગ આવવાનું છે તે પહેલાં બેધ અને વૈરાગ્યની વૃદ્ધિ થાય તે અર્થે સત્સંગ, સશાસ્ત્ર દ્વારા બનતે પુરુષાર્થ કરી લે. મનુષ્યભવમાં અત્યારે ખરો અવસર આત્માનું કલ્યાણ કરવાને આવ્યું છે, તે વખતે પ્રમાદ કરી દેહ કે ધંધાનાં કાર્યો પાછળ ભવ ગાળી નાખીશું તે આખરે પસ્તાવું પડશે. માટે લૂંટમલ્ટ લેવાય તેટલે લહાવો લઈ લે. લખચોરાશીના ફેરામાં પછી શું બનવાનું છે? મેહરૂપી ઊંઘમાં જગત આખું પડ્યું છે તેમાંથી પૂર્વના પુણ્ય સદ્ગુરુને યોગ અને સત્સાધન પ્રાપ્ત થઈ ગયાં, તે હવે લઈ મંડવું. ઘણાં વર્ષો ભાન વગરની દશામાં ગયાં. હવે સપુરુષને યોગ થયા પછી તેવા ને તેવા રહી જઈશું તે આ યોગ મળે તે ન મળ્યા જે અફળ ગણાશે. તેમ થઈ ન જાય માટે ચેતવાનું છે. - સદ્દગત ....... જે કામ કરતા અને પિતાનું માની જે ભાર બજે વહેતા તે જેવા પણ હવે આવનાર છે? એમ કેટલાય ઠેકાણે આ જીવ જ , મોટો થયો, મારાં માની મરતાં સુધી કામ કર્યા, ત્યાં ને ત્યાં અધૂરાં મૂકી ચાલી નીકળ્યો પણ જન્મમરણના ચક્કરમાંથી છુટાય તેવું કાંઈ કર્યું નહીં. તેથી આ ભવમાં હજી જીવ ભમે છે. હવે તેવું કંઈ કરી શકાય તે યોગ આવી મળે છે તે બીજી બાબતેમાંથી મન ઉઠાવી લઈ આ આત્માની પરભવમાં શી વલે થશે? આત્મા માટે મહાપુરુષો કેટલું બધું રાતદિવસ મથે છે? અને હું કયારે આત્માની દયા લાવી તે મહાપુરુષોને પંથે વિચરીશ? એવી ભાવના રોજ કર્યા કરવી ઘટે છે જી. સાચા દિલથી કરેલી ભાવના સફળ થાય છે.જી. અત્યારે જે જોગવીએ છીએ, તે પૂર્વે કરેલી ભાવનાનું ફળ છે.
શાંતિઃ શાંતિઃ શાંતિઃ