SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૧ પવસુધા જે ક્ષણિક વિહ્વોથી ભર્યું, આધાર પર માગતું, સમતા હરે, ઈન્દ્રિય સુખ તે દુઃખ બુધને લાગતું. ઈન્દ્રિય વૃત્તિ છતતા, ઉપશમ સમાધિ-સુખ જે, તે મોક્ષ-સુખની વાનગી, અભ્યાસ પૂર્ણ મેક્ષ દે, પરમાત્મપદમાં મગ્ન તેને સુખની ખામી નથી, શંગાર શાને તે ચહે? શાંતિ ખરી સ્ત્રી તે કથી. માયાઊં સુખ દેહનાં, દુઃખે ગણે, ફળ કર્મનાં, લાગે સુખે એ મેહથી ત્યાં સુધીં જીવ અધર્મમાં, દષ્ટિ યથાર્થ થયે જણાશે હેય જગ-સુખદુઃખ છે, જીવ કર્મફળ સૌ ત્યાગ, લે પુરુષાર્થ કર શિવસુખ તે. (પ્રાવધ-૭૫) આપે જે ભાવ પત્રમાં દર્શાવ્યા છે તે પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ વારંવાર પ્રાર્થનાપૂર્વક પ્રદર્શિત કરવા યોગ્ય છેજ. પરમકૃપાળુદેવની શ્રદ્ધા સંતના યોગે જેને થઈ છે તેને તે પ્રભુ દૂર નથી, તે સૌ સાંભળે છે, માટે વિશ્વાસ રાખી પ્રાર્થના, સ્તવન, સ્મરણ, ભક્તિ નિયમિત કર્તવ્ય છે. દેહના કામની જેટલી કાળજી રાખીએ છીએ તેના કરતાં અનંતગણી કાળજી આત્માની રાખવાનું પરમકૃપાળુદેવે કહ્યું છે તે વારંવાર વિચારી ચેતવા જેવું છે. ૫. ઉ. ૫. પૂ. પ્રભુશ્રીજી પણ કહેતા કે રેજ મરણને સંભારવું. જેવી મરણ વખતે અસહાય દશા છે તેવી જ અત્યારે પણ એક રીતે છે, પણ તે તરફ લક્ષ નથી. પિતાનાં કરેલાં કર્મ જ ઉદય આવે છે અને તે કર્મને ફેરવવા કોઈ સમર્થ નથી. કોઈનું દુઃખ કઈ લઈ શકતું નથી એ નજરે પ્રત્યક્ષ દેખાય છે. તેવી જ રીતે ક્ષણે ક્ષણે જે શુભ અશુભ ભાવ થયા કરે છે તેને અનુસરતાં કર્મોથી જીવ સમયે સમયે ઘેરાય છે. તેમાંથી કેણ બચાવે તેમ છે? તે ઉદય આવશે ત્યારે પરવશપણે ભેગવવાં જ પડશે. આ ક્રિયાઓ તરફ નજર જ જીવ કરતું નથી. માત્ર બહારની લેવડદેવડમાં આખે મીંચીને વર્યા કરે છે. હવે વિચારવું ઘટે છે કે પુરુષને વેગ થયા પછી પણ આ જ ક્રમ રહેતું હોય તે છુટાય શી રીતે ? “એ પર પરિણતિ રંગથી રે, મુજને નાથ બચાવ રે – દયાલરાય.” એમ પૂ. દેવચંદ્રજી સ્તવનમાં ગાઈ ગયા છે. તે કહી દર્શાવે છે કે પરપરિણતિમાં જીવ પડ્યો છે, પણ સત્સંગ સપુરુષને યંગ જેને થયે છે તેને ત્યાં આનંદ નથી આવતે; ઊલટો ત્રાસ પામે છે કે આ પૂર્વનાં કર્મ ઉદય આવ્યે જીવ ગભરાઈ જાય છે, તે નવાં કર્મ બંધાશે તે શું સુખ આપવાના હતાં? માટે હવે તે સત્સાધન સદ્દગુરુએ આપ્યું છે તે જ એક તરવાને ઉપાય છે તે ન છે. કારણ જ્ઞાનચક્ષુ વિના અનંતકાળથી ભટક્યો અને હજી તેની પ્રાપ્તિ નથી ત્યાં સુધી ભટકવાનું છે તે અંધારામાં પણ આંધળાને લાકડી સમાન આટલું સાધન છે, તેથી ધીમે ધીમે નિજ ઘર શોધીને ત્યાં જ સુખી થવું છે. આ રસ્તામાં ધક્કા, ઠપકા ખાતાં ચાલવું પડે છે તેમાં સુખ કદી ન માનું, આવી માન્યતા જેની થઈ છે તેને રાગદ્વેષરૂપ પરિણતિ થઈ જાય છે, પણ તેમાં રંગાઈ ન જવાય તેવી પ્રાર્થના પ્રભુને કરી છે કે રાગદ્વેષને શત્રુરૂપે જાણું તે જ તે છૂટે. જે તેમાં આનંદ, રંગ કે સુખ લાગે તે કદી ન છુટાય. માટે હે પ્રભુ! તેમાં જે
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy