________________
પત્રસુધા
૨૨૯
૨૨૫
અગાસ, તા. ૬-૧૧-૪૦ તત 8 સત્ર
કાર્તિક સુદ ૭, બુધ, ૧૯૯૭ સ્વરૂપ –સ્થિત સમતાપતિ રે, સર્વ અવસ્થામાંય, રાજચંદ્ર પદ તે નમું રે, સ્થિર મન થાઓ ત્યાંય.
સમતા – સ્વામી તે રે, જે રમતા સમભાવે. ઇદ્રિ વિષયે ચહે રે, ખેંચે અવિરત પંથ; સંયમરૂપ લગામથી રે, વારે તે નિગ્રંથ. સમતા રાગાદિક કાંટાભર્યું રે, દુર્ગમ ભવન દેખ; સમતા-બૂટ બચાવતા રે, કઈ નડે નહિ રેખ. સમતા આત્મભાવના ભાવતાં રે, સમતાથી ભરપૂર સર્વ પદાર્થ નિહાળતાં રે, રાગાદિ રહે દૂર. સમતા મોહ-પંક પરિહર્યો રે, તૂટે રાગાદિ પાશ વિશ્વવંદ્ય સમતા – સતી રે, કરે ઉરે ગૃહવાસ. સમતા સામ્ય ભાવના જાગતાં રે, નાશ આશને થાય; અવિદ્યા ક્ષીણ તે કરે રે, ચિત્ત સર્પ મરી જાય. સમતા. ટાળે કર્મ નિમેષમાં રે, સમભાવે મુનિ જેહ, કેટી ભવનાં તપ વડે રે, અન્ય ન ટાળે એહ. સમતા. જે જ્ઞાની સમતા ધરે રે, સર્વ વસ્તુમાં નિત્ય કેવળ સમ સુખ તે લહે રે, માનું નિત્ય ખચીત. સમતા આત્મવિશુદ્ધિ જે ચહે રે, સમ્યફ સ્વાભાવિક મહાભાગ્ય તે ધારશે રે, સમતામાં મન ઠીક. સમતા સૌ પરદ્રવ્યથી જુદો રે, પરપર્યાર્થી ભિન્ન આત્માને નિશ્ચય થયે રે, સમતાને જે જન્મ. સમતા અવિચળ સુખ તેને મળે રે, અવ્યય પદ લે તે જ; બંધ-મુક્ત પણ તે બને છે, જે ભેગી સમ રહે જ. સમતા કમઠ જીવ દશ ભવ સુધી રે, દે પીડા મરણાંત (પ્રાણત); તોપણ પાર્થપ્રભુ ધરે રે, સમતા અહો ! અનંત. સમતા દેહ દશા તેવી કરી રે, વર્તે દેહાતીત; રાજચંદ્ર આ કાળમાં રે, સમતા વેગ સહિત. સમતા
(પ્રજ્ઞાવબોધ – પ૬) વિ. આપને પત્ર વાંચી બહુ સંતોષ થયે છે. મહાપુરુષોએ કહેલે એક પણ ઉત્તમ બેલ આ કાળમાં જીવ વિપરીત સંગેમાં પણ આરાધે તે કેવું ઉત્તમ ફળ પિતાને મળે છે અને ચંદનની સુગંધી આખા વનમાં પ્રસરી જાય તેમ સર્વ સગાંસંબંધી કે દુશ્મનને
૧. આંખને પલકારે, આંખ મીંચતામાં ૨, જરૂર