________________
આધામૃત
આમ પરમકૃપાળુદેવે દેહથી ભિન્ન, દેહના રાગેાથી ભિન્ન, દેહનાં સુખથી ભિન્ન, દેહનાં દુઃખથી ભિન્ન, જેને કંઈ લાગેવળગે નહીં એવે અસંગ આત્મા કહ્યો છે. તેવું મારું સ્વરૂપ છે. અત્યારે જે દેહ, વેદના, સગાં, ઘર, ધન આદિમાં સુખદુઃખની કલ્પના થયા કરે છે તે કરવાની જ્ઞાનીપુરુષ ના કહી છે. ખીજા વિચારે। ભૂલી જઈ, મનમાં આવે તે તેના તરફ અનાદર રાખી, મારે તે જ્ઞાનીએ કહ્યું છે તે માનવું છે કે આત્મા અજર, અમર, અવિનાશી, નિત્ય, અછેદ્ય, અભેદ્ય, વ્યાધિપીડાથી રહિત પરમાનંદસ્વરૂપ છે, તે જ મને હિતકારી છે. પરમગુરુએ પ્રગટ કરેલું શુદ્ધ આત્મસ્વરૂપ જ મારે માનવું છે. બીજું બધું સ્વપ્ન જેવું અને એઠ જેવું છે, તે તરફ હવે મારી નજર કરવી નથી. મને તારનાર તા શ્રી પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર દેવ છે. શ્રી સદ્ગુરુએ કહ્યો છે એવા નિગ્રંથ માના (આત્મધમ ના) મને સદાય આશ્રય રહેા. હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્રી પુત્રાદિ કોઈ પણ મારા નથી, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવા હું આત્મા છું. એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનેા ક્ષય થાય.’ (૬૯૨) આ ભાવના વારંવાર કરતા રહેવા ભલામણ છે. મંત્રનું બને તેટલું આરાધન અંતકાળ સુધી ચાલતું રાખવું. કોઈ મંત્ર એલે તે તે સદ્ગુરુએ કહેલા મત્ર છે તેમાં ચિત્ત રાખવું. વેદનામાં જતા મનને રકી સત્પુરુષના શરણે, આશરે રહેવું. એ જ.
૨૨૮
તા. ક. આલેાચનાદિ પદ સ`ગ્રહમાંથી “અમને અંત સમય ઉપકારી વહેલા આવજો રે’’ અને “કાણુ ઉતારે પાર, પ્રભુ બિના કોણ ઉતારે પાર” એ બન્ને પદો કોઈને ગાતાં આવડતું હાય તે ખેલાવી સાંભળી તેમાં વૃત્તિ રાખવા ભલામણ છેજી.
૨૨૪
તત્ સત્
14
મંદાક્રાંતા — ↓ હું ના કાયા, નાઁ મુજ કશું” આટલું માનશે જે, ત્રૈલેાક૨ે તે વિજય વરશે, વિશ્વરાજા થશે તે; નિઃસ્વાર્થી આ વચન ગોંને સત્ય વિશ્વાસ ધારા, તા ના થાશે અસર તમને મેહની, કાલ મારે.”
અગાસ, તા. ૨-૧૧-૪૦
(પ્રજ્ઞાવબોધ ૭૪)
પેાતે જે પ્રમાણે વ્રત લીધું હાય તેમ પાળવું. જો રાત્રે બીડી ન પીવાના નિયમ લીધે હાય તા તે પાળવાથી લાભ છે. શરીરના લાભ કરતાં આત્માના લાભ તરફ વિશેષ લક્ષ આપનાર મુમુક્ષુ કે આત્માર્થી કહેવાય છે. બાકી શરીરની જરૂરિયાત પૂરી પાડનારા જગતમાં ઘણા છે, તે જગતમાં ભમે છે. તે પરિભ્રમણથી છૂટવું હોય તેને માટે મેાક્ષમાર્ગ જ્ઞાનીપુરુષ પ્રરૂપ્યા છે. તે જ્ઞાનીની આજ્ઞા યથાશક્તિ ઉપાસશે તેનું કલ્યાણ થશેજી. “કાઈ પણ કારણે આ સૉંસારમાં ક્લેશિત થવા યગ્ય નથી” (૪૬૦) એવું કૃપાળુદેવનું વચન છે તેને વિચાર આપ કરશે.. આપણાં અહાભાગ્ય ગણવા યાગ્ય છે કે જગતનાં આટલાં બધાં પ્રાણીઓમાંથી જ્ઞાનીને શરણે જવાના ભાવ આપણને જાગ્યા. હવે તેની આજ્ઞા ઉઠાવવા પુરુષાર્થ કરતાં કાયર થવા ચેાગ્ય નથીજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ