SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રસુધા ૧૮૩ કઈ વસ્તુ પ્રત્યે પ્રતિભાવ કરવા ગ્ય નથી. સવારમાં ફૂલ ખીલેલું દેખાય છે તે સાંજ થતાં પહેલાં કરમાઈ જાય છે તેવા આ સર્વ જગતના પદાર્થો જોતજોતામાં નાશ પામી જાય છે અને તેની ઈચ્છા કરનારને દુઃખી, લેશિત કરતા જાય છે. તેવા પદાર્થોમાં વિચારવાનને આસક્તિ કેમ થાય? તડકામાં ચળકતા પાણીના ટીપાને હીરો માનનાર અજ્ઞાની કહેવાય, તેમ આ અસાર સંસારની વસ્તુમાં મોહ થાય તે મૂર્ખતા સિવાય બીજું શું છે? એમ વિચારી વારંવાર સદ્ગુરુની મુખાકૃતિ, તેને બેધ, તેની આજ્ઞામાં ચિત્તને વારંવાર પ્રેરવાથી તે અખૂટ આનંદ આપનાર થઈ પડશે. નિષ્કામભાવે ગુરુભક્તિ પરમસુખને આપનાર છે. “શ્રી સદ્દગુરુપ્રસાદમાંના પત્રો વારંવાર વિચારી તેમાં જણાવ્યા પ્રમાણે વર્તવાની ભાવના પરમ કલ્યાણનું કારણ છેજ. એક પરમકૃપાળુદેવ પ્રત્યે અનન્ય ભક્તિભાવ વધારવા આ જીવની ભાવના છે તેવી સર્વને હો એવી પ્રાર્થના પરમકૃપાળુદેવ પ્રત્યે જી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, તા. ૨૬-૩–૪૦ તત સત્ ફાગણ વદ ૩, ૧૯૯૬ અહંત સિદ્ધ મુનીશ્વર સાખે, શીલ વ્રતાદિ જે તું રાખે જીવતા સુધી પાળી લે લહાવ, એ ભવસાગર તરવા નાવ.--(વૈરાગ્યમણિમાળા) પૂ.ની અચાનક વેદની સંબંધી સમાચાર જાણી ખેદ થયે છેજ. મનુષ્યભવ અત્યંત દુર્લભ છે. તેમાં પુરુષને યોગ થયા પછીને કાળ તે જીવે અત્યંત મૂલ્યવાન ગણવા ગ્ય છે. ભલે સ્ત્રી હો, પુરુષ હે, અભણ હે, ભણેલે છે, ગરીબ રંક હો કે રાજા હે, સાજે હે કે માંદ હ; પણ મનુષ્યભવ હશે તે પુરુષે આપેલું પરમ હિતકારી, પરમ અમૃતસ્વરૂપ સ્મરણમંત્રમાં ચિત્ત દેવાશે. તે મંત્રનું બને તેટલું રટણ કર્યા કરવા ગ્ય છે. જાતે ન બેલાય તે કઈ પાસે હોય ને મંત્ર બેલતું હોય તેમાં ચિત્ત રાખવું ઘટે છેજ. કોઈ કૂવામાં પડેલાને દોરડું હાથમાં આવી જાય તે તે ડૂબે નહીં, તેમ એટલે કાળ સ્મરણમાં ચિત્ત દેવાશે તેટલે કાળ સપુરુષની આજ્ઞામાં જવાથી તરવાનું કારણ બને છે. માટે તે સ્મરણમંત્ર પૂ. ના કાનમાં પડત રહે તેવી ગોઠવણ કરવાથી તેમને અને તેમને મદદ કરનાર બન્નેને લાભનું કારણ છે. ખરી ચાકરી એ છે. માટે જ્યાં સુધી જાગતાં હોઈએ ત્યાં સુધી સ્મરણ કરવાનું ભૂલવું નહીં. ભક્તિ વગેરે કરીએ તે પણ તેમની પાસે કરવાથી તેમના ભાવ ભગવાન તરફ વળવાનું નિમિત્ત છે. આપણને મરણ વખતે કઈ ભગવાનનું નામ, તેની ભક્તિ, તેની આજ્ઞારૂપ મંત્ર સંભળાવે તે કેવું સારું એમ રહ્યા કરે છે, તે તે જોગ બીજાને પણ બનાવવામાં આપણું હિત છે. નીચેની વાત વિશેષ લક્ષ રાખી તેમને અને તે સંભળાવશે અથવા તેમાંથી તમને જે સમજાય તે કહી બતાવશે. ૫. પૂ. પ્રભુશ્રીજીનાં તે વચને છે તે અમૃત સમાન છે. નેહપ્રીતિ કરવા જેવું નથી. એક આત્મા જ્ઞાન-દર્શનમય છે તે ભાવના વારંવાર ભાવવી. બીજે પરભાવમાં મન જાય કે તુરત પાછું વાળવું. વૃત્તિને રોકવી. અને ક્ષેત્રફરસના છે, અન્નજળપાણી છે એમ જાણી અરતિથી આ ધ્યાન થાય તેમ ન કરવું. જે જે પુદ્ગલ ફરસના,
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy