________________
૧૭૪
બેધામૃત ખમતાં ખમતાં મહાભાગ્ય મનુષ્યભવ મળે અને તેમાં દેવને પણ દુર્લભ એવાં સપુરુષનાં સાક્ષાત્ દર્શન થયાં છે, તેમના પ્રત્યે પરમેશ્વરબુદ્ધિ હૃદયમાં દઢ થઈ છે, તે મહાપુરુષની અનંત કરુણથી સુખદુઃખના સર્વ પ્રસંગોમાંથી બચાવી લેનાર મહામંત્રનું આત્મદાન થયું છે, અને જીવ તે શ્રદ્ધાને બળવાન બનાવી રાતદિવસ તે સ્મરણમાં ચિત્ત રાખવાની ટેવ પાડે તે મેક્ષ પણ સુલભ થાય, તેવા મહામંત્રનો લાભ જેને થયું છે તેવા જીવે હવે ગભરાવા જેવું જગતમાં કશું ચિત્તમાં ગણવું ઘટે નહીં. રોજ રાત પડે છે ત્યારે અંધારું થાય છે તેથી મોટા સમજુ માણસે ગભરાતા નથી, દીવા વગેરેથી કામ ચલાવી લે છે, અણસમજુ નાનાં છોકરાં જેવા હોય તે કંઈ ભયનું કારણ ન હોય છતાં અંધારું ભાળીને ડરે છે તેમ મુમુક્ષુએ દુઃખના પ્રસંગે ન જોઈતી ચિંતાઓ કરીને, નકામી રડકકળ કરીને આત્માને શ્લેશિત કરે ઘટતું નથી પણ હવે સારી રીતે કેમ જીવી શકાય તેના વિચાર કરી ગઈ ગુજરી વાત ભૂલી જવાને અભ્યાસ કર્તવ્ય છે. આપણે માથે પણ મરણની ડાંગ ઉગામીને યમરાજા ઊભા છે. તે આવી પડી નથી ત્યાં સુધી અનંત કાળથી રખડતા રઝળતા આ આત્માને જન્મમરણના અસહ્ય દુઃખમાંથી ઉગારી લેવાને ઉપાય વેળાસર કરી લેવાની પેરવી કરતા રહેવું. લોકલાજને વશ થઈને વહેલા ઊઠીને મૂએલાને સંભારીને કકળાટ કરવાનો રિવાજ હોય તે તેમાં ભળવા કરતાં પુરુષે આપેલાં સત્સાધન, વીસ દોહરા, યમનિયમ, ક્ષમાપનાને પાઠ, છ પદને પત્ર, આત્મસિદ્ધિ, મંત્ર આદિમાં ચિત્ત વારંવાર બળ કરીને રોકવાથી આધ્યાન એટલે “હું દુઃખી છું, દુઃખી છું એ ભાવ મટી જઈ ભક્તિમાં આનંદ આવશે.
“સર્વસને ધર્મ સુશર્ણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણું;
અનાથ એકાન્ત સનાથ થાશે, એના વિના કેઈ ન બાંહ્ય સ્વાશે.” શ્રી મીરાંબાઈએ જેને માટે રાજય-રિદ્ધિ છેડી, ભિખારણની પેઠે ભટક્યા, તે ભક્તિ આપણને સહજમાં “ઘેર બેઠાં ગંગા આવે તેમ સદ્ગુરુકૃપાથી મળી છે તે હવે રાતદિવસ સપુરુષે આપેલા સાધનમાં મારે રહેવું છે એ દઢ નિશ્ચય કર્તવ્ય છે. કેઈ આવે જાય તેમાં ન ચાલે ચિત્ત દેવું પડે તે બોલવું ચાલવું, પણ મારું મુખ્ય કામ ભગવાનની ભક્તિ છે તેમાં વધારે વિશ્વ ન આવે એવું મારે કરવું છે. એટલું મનમાં દઢ કરવા માટે સત્સંગની જરૂર છે.
ત્યાં બને તે ત્યાં, દ્વારિકા અનુકૂળ હોય તે ત્યાં, અને સર્વોત્તમ તે થોડો વખત અત્રે આશ્રમમાં રહી જવા જેવું છે. પણ તે પ્રારબ્ધને આધીન છે છતાં ધાર્યું હોય તે વહેલું મોડું બને છે. બીજી જાત્રાઓ લોકો બતાવે તેમાં દરવાઈ જવું નહીં, અને જ્યાં આપણને બોધને જોગ હોય, ચિત્ત શાંત થાય તે તીર્થ છે. માટે લૌકિક ભાવ ઓછો કરી આત્માનું હિત શામાં છે તે લાભને લક્ષ રાખે તે ખરા વાણિયા કહેવાય. આ પ્રસંગને અનુસરી વિચાર આવતાં સામાન્ય સૂચના કરી છે. આમ કરવું જ એવો આગ્રહ નથી. “જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેહ, ત્યાં ત્યાં તે તે આચરે, આત્માથી જન એહ.” હિતકારી કામ કળે કળે કરી લેવું. એકદમ ન બને તે વહેલે મોડે પણ પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ પ્રત્યે દઢ શ્રદ્ધા છે તેથી વિશેષ મારે સત્સંગે કરવાની છે, એ કામ કરી લેવા જેવું છે, તેમાં મારે હવે ઢીલ કરવી ઘટતી નથી. કાળને ભરેસે શે? અચાનક કાળ આવીને ઊભું રહેશે અને મનના મારથ મનમાં