SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ બેધામૃત સરનો યોગ સદા વિચારે, મોક્ષાભિલાષા ઉરમાં વધારે આજ્ઞા સુગુરુની ઉઠાવશે જે, ટાળી પ્રમાદે, સુખ પામશે તે. (પ્રજ્ઞાવધ – ૮) આપની મુમુક્ષતા – તરવાના ભાવ જાણી સંતોષ થાય છે. એમ વિચાર થઈ આવે છે કે પ. ઉ. પ. પૂ. પ્રભુશ્રી લઘુરાજસ્વામીના ગે આપની આ ભાવના બહુ કાર્યકારી નીવડત. પુણ્યયગમાં કચાશ તેટલી કચાશ, પણ હવે તે પેગ થતાં સુધી યોગ્યતા વધારવાનું આપણે બધાને કર્તવ્ય છે. આપે મારા પ્રત્યે જે સદ્દગુરુ શબ્દાદિ વડે વિનંતી કરી છે તે પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ પ્રત્યે તેવા દીનભાવે કર્તવ્ય છે. હું તે તે મહાપ્રભુના ચરણની રજને પણ અધિકારી નથી. કોઈ પ્રારબ્ધયેગે જાણે કે આપણા માટે જ દેહ ધર્યો હોય તેવા કરુણાસાગર ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીની અનંત કૃપાથી તે મહાપુરુષ આશ્રય કરવા ગ્ય છે એમ સાંભળી તેના શરણે, તેના બહાના ઉપર વિશ્વાસ રાખી, તેને બનવા ઈચ્છતે એક દીન સાધક છું. એટલે સર્વ પ્રેમ પરમકૃપાળુ જગદ્ગુરુ સમ શ્રીમદ્ રાજચંદ્ર પ્રત્યે વાળવા આ દીનની વિનંતી છે. રૂબરૂમાં ઘણું વાતે થઈ શકે. કાગળના કટકા ઉપર શું દર્શાવી શકાય ? માટે આપની અરજ તે પરમકૃપાળુદેવ સ્વીકારે એવી ભાવના સહ જણાવવા રજા લઉં છું કે સત્સંગની ભાવના વર્ધમાન કરતા રહેશે. આપે કોઈ વચને પરમકૃપાળુદેવનાં મુખપાઠ કરેલાં હોય તે ભલે, પણ ૫. ઉ. પ. પૂ. પ્રભશ્રીજીએ અંત વખતે જણાવેલ કે કઈ ધર્મને ઈરછક હોય તે તેને આ ત્રણ પાઠ નિત્યનિયમરૂપે કરવા જણાવજે. “હે પ્રભુ, હે પ્રભુ, શું કહું ? દીનાનાથ દયાળ” એ વીસ દેહરારૂપ ભક્તિરહસ્ય અને “યમ નિયમ સંયમ આપ કિ” તથા ક્ષમાપના”ને પાઠ પરમકૃપાળુદેવના ચિત્રપટ પ્રત્યે વિનય નમસ્કાર કરી “હે ભગવાન, આપની આજ્ઞાથી સંતે કહેલી આ ત્રણ પાઠની નિત્યનિયમ વિષેની આજ્ઞા પ્રમાણે રોજ હું ભક્તિ કરીશ” એવી ભાવના કરશોજી. અને રોજ કોઈ સંતની આજ્ઞાએ આટલું હું કરું છું એ ભાવ રાખી દિવસમાં એક બે ત્રણ જેટલી વખત બને તેટલી વખત ભક્તિ કર્યા કરવા ભલામણ છે. વિશેષ સમાગમે જણાવવા યોગ્ય હોવાથી કંઈ લખી જણાવતું નથી. આમાં ઘણું વાત સમાય છે. અલ્પ પણ જ્ઞાનીની આજ્ઞા મોક્ષમાર્ગે ચઢાવે છેજ. જ્ઞાની અને જ્ઞાનીની આજ્ઞાએ વર્તતા જીવો મોક્ષમાર્ગમાં ગણાય છે. નિર્ભયપણે વેદનીયને ઉદય હોય તે ભેળવી તેથી છૂટવાનું થાય છે એમ માનશોજી. મરણ આદિ કંઈ વિકલ્પમાં બેટી થવા યોગ્ય નથી. મૂંઝાવા ગ્ય નથી. “આત્મા છે, તે નિત્ય છે, કર્તા છે, “ભક્તા છે”, “મોક્ષ છે” અને “મોક્ષના ઉપાય છે. આ છ પદને વારંવાર વિચાર કર્તવ્ય છેજ. ભક્તિ મોક્ષના ઉપાયરૂપ છે, તેનું આરાધન કરવાનું સાધન સદૂગુરુકૃપાએ તમને પ્રાપ્ત થયું તે તેમાં મંડી પડવું. બીજું બધું ભૂલી જવા જેવું છે. પૂ...એ જે મુખપાઠ કર્યું હોય કે કરતા હોય તેમાં ચિત્ત દેવાથી લાભ થવાને સંભવ છે. તે ભક્તિ કરે તે ધ્યાનપૂર્વક માંદગીમાં પણ સાંભળવા મેગ્ય છે અને કઈ જ્ઞાનીએ આત્મા અનુભવ્યું છે તેને અર્થે એ સર્વ છે એમ ભાવના કરી જ્ઞાનીના શરણમાં બુદ્ધિ રાખશેજી. શાંતિઃ શાંતિઃ શાંતિઃ
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy