SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રસુધા ૧૦૫ જાય છે. પણ મનને સ્વભાવ અસ્થિર હોવાથી નવું નવું ઇચ્છે એ સ્વાભાવિક છે; તે તેને પિષે, તેની વિચારણામાં મદદ થાય તે ખોરાક તેને આપતા રહેવું ઘટે છે. અત્યારે જે જે સંજોગો જીવને પ્રાપ્ત થયા છે તે સર્વ પૂર્વે આ જીવે જ કરેલા ભાવનું ફલ છે. અને અત્યારે જે જીવ જાગ્રત ન રહે તે તેવા કે તેથી હલકા ભાવ થવા સંભવ છે. અને તેના ફળ તરીકે અત્યારે ભગવે છે તેવું કે તેથી માઠું ફલ મળવા સંભવ છે. માટે જ્ઞાની પુરુષોએ વારંવાર કહ્યું છે કે જ્યાં જ્યાં આ જીવ જન્મે છે, ભવના પ્રકાર ધારણ કર્યા છે, ત્યાં ત્યાં તથા પ્રકારના અભિમાનપણે વર્તે છે, જે અભિમાન નિવૃત્ત કર્યા સિવાય તે તે દેહને અને દેહના સંબંધમાં આવતા પદાર્થોને આ જીવે ત્યાગ કર્યો છે, એટલે હજી સુધી તે જ્ઞાનવિચારે કરી ભાવ ગાજે નથી, અને તે તે પૂર્વસંજ્ઞાઓ હજી એમ ને એમ આ જીવના અભિમાનમાં વસ્તી આવે છે, એ જ એને લેક આખાની અધિકરણક્રિયાને હેતુ કહ્યો છે.” (પ૨૨) આ બહુ વિચારી વર્તનમાં મૂકવા જેવી પરમકૃપાળુની શિખામણ છે. જે ગામમાં જન્મ થયો હોય ત્યાં પૂર્વના સંસ્કારને લઈને મારાપણું સહેજે થઈ જાય છે, જે કુટુંબમાં જીવ હોય તે મારું મનાઈ જાય છે અને જે દેહમાં વાસ થયે છે તેથી પિતે ભિન્ન છે એમ સ્મૃતિમાં રહેવું તે મહામુશ્કેલ છે. ગામ, ઘર, ખેતર, કુટુંબ, દેહ આદિ ક્ષેત્ર પ્રતિબંધ છે તેને ત્યાગ કરવા છતાં મનમાં રહેલી મારાપણાની ભાવના, વાસના ફરી ત્યાં જ ભવ કરાવે તેવું બળ ધરાવે છે, તેને છૂટવા દે તેવી નથી. તેથી જ્ઞાની પુરુષો તેને ઉપાય બતાવે છે કે વારંવાર સત્પરુષના બંધનું સ્મરણ કરી અંતરમાં ભાવના એવી રાખવા યોગ્ય છે કે આ દેહ પણ છેડીને એકલા ચાલી જવાનું છે તો પછી ગામ, ઘર કે કુટુંબ કયાં સાથે આવવાનું છે? જે સાથે નથી આવવાનું, તેની મમતા કર્મબંધન કરાવવા સિવાય બીજું શું કરાવે તેમ છે? તે હવે એ દઢ નિશ્ચય કરું કે મારું આમાંનું કાંઈ નથી. જે કંઈ દેખાય છે, સંભળાય છે, સુંઘાય છે, સ્પર્શ કરાય છે કે ચખાય છે કે કલ્પનામાં આવે છે તેમાંનું કંઈ મારું નથી. મારું સ્વરૂપ તે જ્ઞાનીએ જાણ્યું છે, અનુભવ્યું છે, ઉપદેશ્ય છે, અને વારંવાર નિષ્કારણ કરુણશીલતાથી જણાવ્યું છે તેવું છે. “શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયંતિ સુખધામ; બીજુ કહિયે કેટલું ? કર વિચાર તે પામ.” ભાસ્યું નિજસ્વરૂપ છે, શુદ્ધ ચેતનારૂપ; અજર, અમર, અવિનાશી ને દેહાતીત સ્વરૂપ.” –આત્મસિદ્ધિ આ ભાવના રહેવા માટે પરમકૃપાળુદેવનું શરણ છે. જેના હૃદયમાં પરમકૃપાળુદેવ છે, પરમકૃપાળુની શ્રદ્ધા છે, તે સર્વ પ્રત્યે ધર્મભાવ ધારણ કરવા યોગ્ય છે. પરમકૃપાળુદેવને માને છે માટે હું પરમકૃપાળુદેવના કુટુંબમાં રહું છું, ભાઈ પણ તેટલા જ માટે પ્રેમ કરવા યોગ્ય છે, માતા પણ ધર્મભાવ હોવાથી પૂજ્ય છે, બહેન પણ ધર્માત્મા હોવાથી પૂજ્ય છે. ધર્મને અર્થે જેને દેહ છે તે આપણને ધર્મમાં જ પ્રેરે એ ભાવ રાખી સત્સંગાદિ કે કુટુંબાદિ સંજોગોમાં પ્રવર્તવાની બુદ્ધિ રાખી હોય તો તે આપૂણને કામરાગ, નેહરાગ કે દષ્ટિરાગથી બચાવી લે છે અને ધર્મરાગમાં વૃત્તિ વળે છે.
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy