________________
૧૦૪
બૌધામૃત પછી કંઈ પણ વસ્તુની ઈચ્છા કે મલિન વાસના રાખ્યા વિના તેનું જ ધ્યાન, તેની આજ્ઞાનું અનુસરવું અને તેની પ્રસન્નતામાં આપણું પ્રસન્નતા અથવા તેનું સમ્મત કરેલું સર્વ સંમત થાય તે પછી કંઈ કરવાનું બાકી રહેતું હોય તેમ સમજાતું નથી. દેશમાં કદાચ શરૂઆતમાં પ્રવર્તન હોય તે તેટલા પ્રેમની ન્યૂનતા હોવાથી, દોષનાં કારણો પ્રત્યે કંઈક પ્રેમ હોવાથી તે પ્રત્યે વૃત્તિનું વલણ હોય છે. પરંતુ પરમપુરુષ પ્રત્યે પ્રેમ વર્ધમાન થતું જાય તેમ તેમ તે પ્રેમમાં વિઘકર્તા વૃત્તિઓ તેને ગમે નહીં, તેને દૂર કરવા, તરછોડી નાખવા કે નિર્મૂળ કરવા તત્પર થઈ જાય છે અને તે ક્રિયામાં અંતર્શોધન અને વિશાધન બંને ક્રિયાઓ થતી જાય છે. ગણી ગણીને દોષે તે ભક્તિમાન દૂર નહીં કરે પણ પ્રેમરૂપ અગ્નિથી સામટા બાળી નાખશે. સાચો પ્રેમ – અગ્નિ પ્રગટ થવા જોઈએ. પરપદાર્થોમાં જેટલી પ્રસન્નતા છે તેટલી આત્મહિતમાં મંદતા છે અને તેટલે અંશે પરમપ્રેમમાં પણ શિથિલતા છે. પરમપુરુષના અચિંત્ય માહાસ્યનું જેમ જેમ વિશેષ ભાન થતું જાય, જેમ જેમ તેની ભાવના અખંડિત થતી જાય તેમ તેમ પ્રેમપાત્રતા વધતી જાય અને આત્મહિતમાં ઉન્નતિ થતી જાય. પ્રેમપ્રવાહને તૂટક કરનાર બીજી વૃત્તિઓ ઘટવી જોઈએ એ તે સ્પષ્ટ સમજાય તેવી વાત છે પણ તે માટે જેટલી અંતરની દાઝ હશે તેટલે પુરુષાર્થ જીવ વહેલે મોડે કરશે, માટે અંતરની રુચિને પ્રદીપ્ત રાખવા તેની જ વિચારણા, તેને પિશે તેવું વાચન, તેની ચર્ચા અને તેમાં લીનતા વધે તેવા સન્માર્ગમાં વૃત્તિ વાળતા રહેવાની જરૂર આપણે છે. ૩૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
અગાસ, તા. ૫-૨-૩૭ તત્ ૐ સત
પોષ વદ ૯, શુક્ર, ૧૯૯૩ मालिनी- "अभिमतफल
स च भवति सुशास्त्रात्तस्य चोत्पत्तिराप्तात् । इति भवति स पूज्यस्तत्प्रसादात्प्रबुद्धि - नं हि कृतमुपकारं साधवो विस्मरन्ति ॥"
-जयसेनाचार्य कृत पंचास्तिकाय टीका ભાવાર્થ ઇષ્ટફળ-એક્ષ-ને ઉપાય સંબધ (આત્મજ્ઞાન) છે. તે થવાનું કારણ સત્પરુષની વાણીરૂપી શાસ્ત્ર છે, તેની ઉત્પત્તિ આપ્તપુરુષથી છે, તેથી આપ્તપુરુષ (ગુરુરાજ) પૂજ્ય છે. તેની કૃપાપ્રસાદીથી પ્રબુદ્ધિ (પ્રજ્ઞા – વિવેકજ્ઞાન) પ્રાપ્ત થાય છે. માટે સારા માણસ – સજજને પિતાના ઉપર પરમપુરુષે કરેલા ઉપકારને કદી વીસરતા નથી, નિરંતર સ્મરણ કરે છે. (તેની નિષ્કારણું કરુણને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મસ્વભાવ પ્રગટે છે એવા સર્વ સત્પરુષે તેનાં ચરણારવિંદ સદાય હદયને વિષે સ્થાપન રહો !).
વિ. પૂ. પવિત્ર... બહેનનું લખેલું પતું મળ્યું છે. પરમકૃપાળુદેવ પ્રત્યે શરણભાવ પ્રગટ કરેલે પ્રાર્થનારૂપે વાંચી પ્રભેદ થયો છે. પત્રની ઈચ્છા રાખે છે પણ પરમકૃપાળુદેવના જે પત્ર ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીની આજ્ઞાથી મુખપાઠ કર્યા છે તેના સમાન બીજી કઈ કલમ કંઈ અંશે પણ લખી શકે તેમ છે? તેના વિચારમાં રહેવાય તે તેમાં સર્વ શાસ્ત્રો સમાઈ