________________
બેધામૃત કર્તવ્ય છે. આ આયુષ્યને ભરેસે નથી, કાળ ગટકાં ખાઈ રહ્યો છે, લીધે કે લેશે એમ થઈ રહ્યું છે એમ જાણી આ આત્માની દયા લાવી તેને પરિભ્રમણમાંથી છોડાવવા પુરુષની આજ્ઞામાં મનને જોડી રાખવું ઘટે છે. આપ સર્વ સમજુ છો એટલે વિશેષ શું લખવું?
૩૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
/
અગાસ, તા. ૪-૧૨-૩૬ “શ્રી સત્પુરુષ નવમનિ–Tr–ોતિ; મરત ચિષ્ટિ ફ્રિા ફ્રોતી ”
પ્રથમ પત્રમાં આપે પુછાવેલ કડી “આલંબન સાધન જે ત્યાગે, પરપરિણતિને ભાગે રે તે વિષે એક વખત ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીની હયાતીમાં તેનું વિવેચન થયું હતું. એક ભાઈને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે પુરુષનું આલંબન જે ત્યાગે તે પર પરિણતિને ભાંગામાં આવે છે. બીજા ભાઈને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે જ્યાં સુધી પરદ્રવ્યનું અવલંબન છે ત્યાં સુધી હું અને પર એવી કલ્પના હોય છે તથા ધ્યાતા, ધ્યાન, દયેય કે જ્ઞાતા, જ્ઞાન, યની કલ્પના હોય છે અને કલ્પના હોય ત્યાં નિર્વિકલ્પદશા નથી હોતી, તેથી પરનું આલંબન લેવારૂપ સાધન જે તજી સ્વઆત્મપરિણામે પરિણમે છે તેને પરપરિણતિ હોતી નથી. તે પર પરિણતિને નાશ કરે છે. આ પ્રકારે ચર્ચા થયેલી સ્મૃતિમાં છે તે જણાવ્યું છે. તે ઉપરથી વિચારતાં તેમ જ પાછલી કહીને સંબંધ જોતાં “અક્ષય દર્શન જ્ઞાનવૈરાગે આનંદઘન પ્રભુ જાગે રે” પાછળને અર્થ તે સ્તવનમાં વધારે બંધબેસતે લાગે છે. કારણ કે “અક્ષયજ્ઞાન = કેવળજ્ઞાનનું કારણ આત્મભાવના છે. “આતમભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે.” નિજ શુદ્ધ આત્માની ભાવના, તલ્લીનતા તે બહુ ઊંચી ભૂમિકાને ગ્ય વાત છે, પણ શરૂઆતમાં જીવને પુરુષનું અવલંબન છે તે મોક્ષમાર્ગમાં દોરનાર છે.
એક સપુરુષ અને બીજા તેને આશ્રિતો એ બને મોક્ષમાર્ગના આરાધક છે એમ પરમકૃપાળુ દેવે જણાવેલું છે. એટલે પુરુષના આલંબનરૂપ સાધન જીવને મેક્ષમાર્ગમાં પ્રવર્તાવે છે, અને જેમ જેમ દશા વર્ધમાન થાય અને અપ્રમત્તદશા પ્રાપ્ત થાય, તેમ તેમ શુદ્ધસ્વરૂપમાં સ્થિરતા થતાં પરંપરિણતિ સ્વાભાવિક રીતે છૂટી જાય છે. પણ જે શુદ્ધ આત્માનું નામ માત્ર લઈ તે વાતના મેહમાં મૂંઝાઈ, આલંબનસાધન દઢ થયા પહેલાં છોડી બેસે તે પરંપરિકૃતિ છૂટવાને બદલે પરંપરિણતિ(અશુભભાવ)માં જીવ વહ્યો જાય છે, એટલે શુદ્ધ ભાવની મુખમંગળિયા પેઠે માત્ર વાત કરી શુભભાવને જે છેડી બેસે છે તે શુદ્ધભાવને તે જાણતો નથી અને શુભને છેડી દે છે તેથી અશુભ વગર બીજો કોઈ તેને આશરે રહ્યો નહીં. માટે આપણે માટે તે સત્પરુષની ભક્તિ, તેનાં વચનેમાં પ્રીતિ-ભક્તિ અને તે વચનેના આરાધનમાં યથાશક્તિ પ્રીતિ-ભક્તિ તલ્લીનતા કર્તવ્ય છે. તે અવલંબન છોડવા જેટલી આપણી દશા નથી એમ હાલ મને તે સમજાય છે. શ્રી આનંદઘનજી જેવી દશા આવશે ત્યારે આલંબન-સાધન સહેજે છૂટી જશે. એને છોડવાને પ્રયત્ન નહીં કરવો પડે.
अव्रतानि परित्यज्य व्रतेषु परिनिष्ठितः । त्यजेत्तान्यपि संप्राप्य परमं पदमात्मनः ॥