________________
પત્રસુધા હું કોણ છું? કેમ બંધાયે છું? શાથી છૂટી શકાય?” એવા પ્રશ્નો ઊગ્યા છે તેને એ પદમાંથી ઉત્તર મળતાં વિચારણા જાગ્યે પરમ સંતોષ પ્રાપ્ત થવા યોગ્ય છે. છેલ્લી કડીમાં જણાવેલા ઉપકારને ભાવ ક્યારે પ્રગટ થાય કે પહેલી કડીની ગેડ બરોબર બેસે તે –
સદ્ગુરુના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ;
સમજ્યા વણ ઉપકાર શો? સમયે જિનસ્વરૂપ.” શ્રી આત્મસિદ્ધિજીમાં આ જણાવ્યું છે તેમ સદ્ગુરુના ઉપદેશે જડ અને ચેતનનું સ્વરૂપ સમજવાનું છે. તેટલે નિર્ણય સદ્ગુરુ દ્વારા થતાં અનંત જીવો મોક્ષે ગયા છે, તે વાત શબ્દાર્થરૂપે લખાય અને એકદમ અજાણ્યા જીવને સમજાઈ જાય એ સંભવ એ છે જાણે તે પદના અર્થ વિષે લખતે નથી. સામાન્ય અર્થ તે તમે પણ કરી શકશે. ૩૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ |
-
-
૮૮
અગાસ, તા. ૨૫–૧૦–૩૬ મુમુક્ષતા એ છે કે સર્વ પ્રકારની મહાસક્તિથી મૂંઝાઈ એક મોક્ષને વિષે જ યત્ન કરે.”– શ્રીમદ્ રાજચંદ્ર અમૃતપત્ર નં. ૨૫૪
આપને પત્ર પ્રાપ્ત થયું. સમાચાર જાણ્યા છે. યથાશક્તિ પરિગ્રહથી છૂટા થવા કે કંઈ મર્યાદા કરવા જે નિયમ તમે સર્વ મુમુક્ષુ ભાઈઓ સમક્ષ લીધે છે તે ઠીક કર્યું છે. દેવું કરીને ધનના લેભે ધીરધાર નહીં કરવી અને ધનના લેભે જમીને નવી ખરીદવી નહીં – આ બને નિયમે તૃષ્ણાને અમુક હદમાં રાખવા પૂરતા સારા છે. જે વસ્તુ હાલ નથી મળી તે મેળવવાની ઈચ્છા કર્યા કરવી તે લેભ કહેવાય છે અને લોભ એ સર્વ પાપનું મૂળ છે એમ જાણી એ લેભ જેટલે અંશે છૂટશે તેટલી તૃષ્ણ ઘટશે અને તૃષ્ણા ઘટશે તે જન્મમરણ પણ તેટલાં ઓછાં થશે. માટે વિચારવાન છો વ્રત કેટલું નાનુંમોટું છે તે તરફ દષ્ટિ નથી કરતા પણ જન્મમરણથી છૂટવાની ભાવના કેટલી પ્રબળ છે તે તરફ દષ્ટિ રાખે છે. જે જન્મમરણથી છૂટવાની ભાવનાની વૃદ્ધિ કરી, તેને અમલમાં મૂકવા બને તેટલું અલ્પ પણ વ્રત આદરી તેને જીવના જોખમે પણ પાળવામાં મક્કમ રહે તેને તે મને બળ મોક્ષની નજીક લઈ જાય છે. લેભને
ભ નથી એમ કહેવાય છે, પણ જ્ઞાની પુરુષોને બેધ તે તે લેભને માથે કુહાડો મારવાને જ કહે છે.
ટૂંકામાં કહેવાને ભાવાર્થ એ છે કે પરના સંગથી પરવૃત્તિમાં પ્રવૃત્તિ થાય છે. તે નિમિત્ત આત્માને અહિતકારી જાણ જે વ્રત અંગીકાર કર્યું હોય તો તેની અસર આત્મામાં ઊડી થાય છે. લોકોને જણાવવા કે રૂડું દેખાડવા નહીં પણ આત્માને અકલ્યાણકારી બાબતની વૃદ્ધિ માટે અટકાવવી છે અને જેમ નવી જમીન વગેરે પર થતી મમતા ઘટાડવા વ્રત લીધું તેમ જ હાલ જે જમીન આદિ પરિગ્રહ છે તે પણ આત્માને હિતકારી નથી, પરંતુ કુટુંબકાજ નિભાવવા તેમાં પ્રવર્તવું પડે છે. પણ આત્માનું કલ્યાણ કરવાને આ અમૂલ્ય ભવ તે તેમાં ને તેમાં વહ્યો ન જાય માટે વર્તમાનમાં પરિગ્રહરૂપે જે જે પરપદાર્થોનો સંગ છે તેની મારે મમતા તજવા જ એગ્ય છે એમ વારંવાર ભાવના વર્ધમાન કરી મનુષ્યભવને સફળ કરવા સત્સંગ આદિ સાધનને વેગ વિશેષ બની આવે તેમ કાળજીપૂર્વક પ્રવર્તવા પુરુષાર્થ