________________
બોધામૃત
તે એક સદ્ગુરુના બધે-સંતના સમાગમે-એમણે જે શુદ્ધ આત્મસ્વરૂપ જાણ્યું ને કહ્યું તેની દઢ શ્રદ્ધા રાખી તેને જ માની તેને માટે સર્વ પ્રવૃત્તિ કર્તવ્ય છે. હું કાંઈ જાણત નથી, સમજતો નથી, અજ્ઞાન, અવિવેક આદિ અનેક અવગુણોથી અંધ છું અને ખોટી કલ્પના-માન્યતા–બુદ્ધિવિલાસે વ્યાપ્ત છું, અને સદ્ગુરુ તે એક સાચા અને સર્વ રીતે સાચા ને સર્વ જાણનારા છે, માટે એમણે જે કહ્યું છે તે જ મારું સ્વરૂપ છે, તે જ મારી ક્રિયા છે અને તે જ મારું હૃદય – મનની વૃત્તિ-વર્તન હા એ ભાવથી વર્તવું એગ્ય છે અને સર્વ પ્રકારમાંથી મનને નિવૃત્ત કરવું એ માર્ગ છે. જે સદ્ગુરુનું. એક પણ વચન આ જીવ સાચા હૃદયથી હૃદયમાં અવધારશે તે સત્ય પરિણામ પામશે, તે જ્ઞાનીઓને ઉપદેશ છે, માટે સર્વ કરતાં પ્રથમ કરવા યોગ્ય, સર્વમાં શ્રેષ્ઠ અને સર્વ આત્મિક સૌખ્યનું મૂળ એવી સદ્ગુરુ પ્રત્યેની સાચી શ્રદ્ધા છે તે જ નિશ્ચય કરી સેવવા યોગ્ય છે. એમ મારી અ૫મતિમાં જ્ઞાનીઓનાં વચનની સ્મૃતિથી જે છે તે જણાવ્યું છે”. અને તેથી બીજું શું લખવાનું હોય? સાચથી બીજું શું છે? અને જે બીનું છે તે સાચ કેમ કહેવાય ? સત્ય તે સદ્દગુરુની શ્રદ્ધા - સાચી શ્રદ્ધા-માં જ, તેના ચરણમાં જ, તેના સમાગમમાં રમે રમે તેનામાં જ અસ્તિત્વવત છે. અન્ય કેઈ સ્થળે સત્યની સંપ્રાપ્તિ થાય એ આકાશકુસુમવત્ છે. જેને જેવી ઈચ્છા હોય તે તે કરે. સાચ માટે સાચને, સાચ-પ્રાસને સે અને બીજું જોઈતું હોય તે બીજું બધું પડ્યું છે, જે અનાદિથી જીવ કરતે આવ્યા છે. અનાદિથી કર્યા છતાં સાચ પ્રાપ્ત ન થયું એવું બીજું શું છે? મારી પિતાની પ્રવૃત્તિ ને ઈચ્છા તે બને કે ન બને, સમજાય કે ન સમજાય, વર્તાય કે ન વર્તાય અને થાય તે પણ મારાથી જેટલું બને તેટલું એક સદ્દગુરુદેવની ચરણરજમાં, સમાગમમાં, શ્રદ્ધામાં, આજ્ઞામાં, સેવામાં, દષ્ટિમાં, માન્યતામાં આ ભવ વિતાડવાની ઈચ્છા છે અને તે પરમકૃપાળુ સર્વ શક્તિમાન પરમ કૃપા કરી પાર પાડે અને એના અંકમાં અવકાશ આપી એમાં સ્થાપે એ પ્રયાચના છે. અન્ય કોઈ પ્રવૃત્તિ કરવા ઈચ્છા નથી. હોય કે થતી હોય તે કર્મને દેષ છે અને તે કયારે છૂટે અને એકમાત્ર તેની જ, પુરુષની જ લય ન જાય, અહર્નિશ હૃદયકમલમાં કયારે રહ્યા કરે, એ અભિલાષા છે. તે અભિલાષા જ્ઞાનીની દષ્ટિએ સાચી હોય કે જે હોય તે પણ મારી મતિ પહોંચે છે ત્યાં સુધી તે તે જ હો એ ઈચ્છા છે, અને તે પરમ પુરુષ પ્રત્યે પ્રાર્થના છે. પરમકૃપાળુ દેવ પણ જણાવે છે કે એક આ ભવ સપુરુષની આજ્ઞા ઉઠાવવામાં વ્યતીત કરીશ તે અનંત ભવનું સાટું વળી રહેશે. અંતર્યામી સિવાય કોઈ અંતરનાં પરિણામ – ભાવ જાણનાર નથી. ભૂલ વિનાને જ ભૂલ જાણી શકે, ભાંગી શકે. ભૂલને ભૂલવા માટે, સાચું ભાન થવા માટે ભૂલ વિનાને સદા શુદ્ધ સર્વજ્ઞ જ્ઞાની ગુરુને સેવવા એ પ્રયાચના છે. આ જગતમાં કઈ કઈને શત્રુ નથી, મિત્ર નથી, કેઈ સ્વામી નથી, કેઈ સેવક નથી, કેઈ શેઠ નથી, કઈ ગુલામ નથી. આ બધી પૂર્વકર્મજીનિત કર્મઅવસ્થાઓ છે. એક શત્રુ કહે તે અનાદિના પૂઠે પડેલા ક્રોધ, માન, માયા, લોભ, મોહ જે જીવને એક ક્ષણ પણ છતા નથી તે બળવાનમાં બળવાન શત્રુ છે. તેને મારવા જીવે એક ઘડીનાય વિલંબ વિના સદ્દગુરુની સાચી શ્રદ્ધારૂપી શસ્ત્રથી સજિજત થવા યોગ્ય છે. હું તે ધારું છું કે જીવે પિતાની પાસે જેટલી શક્તિ હોય તેને કાંઈ પણ અન્ય પ્રકારે વ્યય નહીં કરતાં તે સર્વ શક્તિને