________________
પત્રસુધા છે. તે પ્રવૃત્તિ તે બાહ્ય પ્રવૃત્તિ છે. અંતર જ્યાં સમકિત અગર આત્માના શુદ્ધ ભાવને ન ભજે અગર તેવા પરિણામના હેતુભૂત ભાવને ન ભજે ત્યાં તે પ્રવૃત્તિ આત્માર્થીને કર્તવ્ય નથી, આત્માથીને તે એક માત્ર અંતરભાવને અર્થે જ સર્વ પ્રવૃત્તિ કર્તવ્ય છે, કે જે અંતરપરિણામથી આત્મા સમકિતને પામે છે. સમકિત સાચામાં સમાય છે. સાચ સાચા પુરુષમાં વસે છે. અને તેથી જ સાચા પુરુષના સમાગમમાં, સેવામાં, આજ્ઞામાં જ તે મુક્તિમાર્ગ– સમકિતની પ્રાપ્તિ જ્ઞાની પુરુષોએ વર્ણવેલી છે. આ સંસારને કોઈ પદાર્થ–ભાવ–વાસના-પ્રવૃત્તિ જીવને સંસારથી મુક્ત કરી શકે એ અસંભવિત છે. કાળાશ કાળાશ લગાડવાથી મટતી નથી, પણ સાબુ ને સ્વરછ નીરના ઉપયોગથી નષ્ટ થાય છે. માટે અનાદિથી લાગેલી ક્રોધ, માન, માયા, લેભ, મોહ, મારા-તારાપણું, અહંકાર, મમકાર એ આદિ કમલતા – કાળાશ તે સદ્દગુરુના બેધરૂપ સાબુ, વૈરાગ્યરૂપ સ્વચ્છ નીર સિવાય ક્ષય થવાની નથી, એ સુનિશ્ચિત છે, માટે જ સદ્ગુરુના બોધના લક્ષે લક્ષિત થઈ પ્રવર્તતાં જીવ સંસાર નષ્ટ કરે છે. અમુક પ્રવૃત્તિ ન કરવી કે અમુક પ્રવૃત્તિ કરવી એમ કહેવું એ તે જ્ઞાનીની શક્તિની વાત છે. જ્ઞાની પણ ઘણી વાર એમાં મૌન રહે છે, કારણ કે જીવને અનાદિને જે અધ્યાસ છે, જેમાં સહવાસ છે, ને પ્રેમ રૂચિ છે, તેમાં જીવ પ્રવર્તવા ઉત્સુક થાય છે અને તેની એના અંતરમાં એટલી સચોટ અસર છે કે તેથી ઉખેડતાં ઘણી વાર જીવ પિતાની અગ્યતા, ઉપશમ-વૈરાગ્યની ન્યૂનતાને કારણે જ્ઞાનીથી વિમુખ થઈ જાય છે, તે જ્ઞાની તેમ પ્રવર્તે નહીં. જ્ઞાની સામા જીવની યોગ્યતા જઈ બેધ કરે છે. એ તે મુમુક્ષુ જીવનું કર્તવ્ય છે કે જ્ઞાનીને આશય સમજી સંસારનાં કાર્યોથી ઉદાસીન થઈ જ્ઞાનીના બધાનુસાર પ્રવર્તે. એવાં ઘણાય દષ્ટાંતે છે કે જ્યાં જ્ઞાનીઓ મૌન રહ્યા છે. જ્ઞાનીઓ રાગદ્વેષથી વિરક્ત હોવાથી તેમના અંતરમાં સર્વ કોઈને આત્મપ્રાપ્તિ થાય એ બળવાન પ્રેમ છતાં જે સહેજે થાય છે તે જોયા કરે છે. જ્ઞાનીઓને માર્ગ ઉપદેશને છે, આદેશને નથી. એટલે આમાં પરમકૃપાળુ આપણને શું કહે? ખરેખર એ આપણા જ હીનપુણ્ય, અગ્યતાની જ નિશાની છે, અશુભ માર્ગમાંથી જીવ શુભમાગે વળે એ સારું છે, છતાં જ્ઞાનીઓને માર્ગ તે શુદ્ધને છે એટલે તેમાં શુભ કે અશુભ બન્નેનું હોવાપણું નથી, અને આપણે પ્રવૃત્તિમાર્ગ શુભાશુભ હોય છે ત્યાં શું કહેવું? જ્ઞાનીઓએ તે ઉપદેશમાં સ્પષ્ટ કહ્યું છે કે એક માત્ર જે માર્ગથી આ જીવ આ સંસારમળથી મુકાય તે માગે છે ભ! તમે વિચરે. તે માર્ગ ઉપર કહ્યો તેમ સમકિત–સદ્દગુરુના બંધમાં બધાનુસાર શ્રદ્ધા, જ્ઞાન રાખી વર્તવામાં છે. સંસારના સર્વે ભાવે, વર્તન છોડી એક અલૌકિક ભાવ, વર્તન કરે અને આત્માના શુદ્ધ સ્વરૂપને જાણે, શ્રદ્ધો ને તેમાં સ્થિર રહે ! એ જ્ઞાનીને બેધ છે. સંસારમાં આમ કરશે તે ધન મળશે, આમ કરશે તે પાંચ ઇદ્રિના વિષયસુખો મળશે, આમ કરશે તે સંસારના વૈભવ પ્રાપ્ત થશે એ જ્ઞાનીઓ બોધતા નથી. પર એવા જડ પદાર્થોના સંગે જેને લઈને જેમાં મારાપણાથી જીવ સારું, નરસું, સુખ, દુઃખ, તારું, મારું, અધીનતા, સ્વાધીનતા આદિ કલ્પ છે, માને છે, તે આત્માનું ખરું સ્વરૂપ નથી. આત્મા તે એ સર્વે સંગોથી રહિત શુદ્ધ પિતાના સ્વરૂપમાં વાસ કરનાર છે એમ જ્ઞાનીઓનાં બેધ-વચને છે, અને આ બધા તે પરભાવ-વિભાવમાં વતીને સ્વભાવને કેમ પ્રાપ્ત થાય? શું તે અમર થવા માટે ઝેર પીવા સદશ નથી? આપણે