________________
પત્રસુધા ૮૩ તા તે વિષે તમને અત્રે તમે બન્ને આવશેા ત્યારે તેઓશ્રીજી વાત કરશે. તમારાં ધર્મપત્નીના પણ કેવા ભાવ રહે છે તે તેઓશ્રી પૂછી નક્કી કરશે. પછી જેમ ચેાગ્ય હશે તેમ જણાવશે. હાલ તે વ્રતની ભાવના રાખશે.
પૂ.... તમને મળ્યા હશે, એટલે આણુજી સંબંધી તમે બધી વિગતવાર ભક્તિના પ્રસંગે તથા ત્યાં ધર્મપ્રભાવનાના પ્રસંગે બન્યા તે વિષે જાણ્યું હશે. પ્રત્યક્ષ સત્પુરુષના યાગમાં જ્યાં જ્યાં જવાનું કે રહેવાનું અને તે સર્વ સ્થળ તીર્થરૂપ છે, ધમઁરૂપ છે, કારણ મૂર્તિમંત ધર્મ સત્પુરુષ છે. આહેારમાં દશ દિવસ પ. . પ. પૂ. પ્રભુશ્રીજીનું પધારવું થયું હતું. ત્યાંના મુમુક્ષુએમાં ધામણગામ કરતાં પણ ઘણેા ઉત્સાહ પ્રગટ જણાતા હતા, કારણ કે તે લેાકેા કુળ જૈન ધર્મના હાવાથી સત્પુરુષના સન્માનની વિધિ વગેરેમાં માહિત હતા અને કૃપાળુ દેવના યોગબળથી છસે. જૈનેનાં ઘરમાંથી સેા ઘર પરમકૃપાળુ દેવની માન્યતાવાળાં થયાં છે. આજીજી ઉપર પણ સિરાહી રાજ્યનાં રાણી, જસદનનાં રાજા અને રાણી, અણુાદરાના રાજા અને તેના કુંવર તથા સાણંદના રાજા, ધ્રાંગધ્રાના રાજાના કાકા, પટણી સાહેબ ભાવનગરના વગેરે ઘણાં સજ્જન સ્ત્રીપુરુષા દર્શન-સમાગમનેા લાભ લેતાં અને આ મનુષ્યભવનું સફળપણું કરવારૂપ સત્પુરુષની શ્રદ્ધાનાં ખીજ ગ્રહણ કરતાં હતાં. ઘણાંખરાં આશ્રમમાં આવવાના અને સત્તમાગમ કરવાના હજી ભાવ રાખે છે. પૂ. હીરાલાલભાઈ અને પૂ. નહાતા સાહેબે પણ ઘણી ઉદારતા વાપરી ધર્મવત્સલતાના લાભ લીધેા છે. ધર્મ કરશે તે સુખી થશે. આવા અવસર ફ્રી પ્રાપ્ત થવા દુર્લભ છે. ૐ શાંતિઃ
७५
અગાસ, અષાડ વદ ૨, ૧૯૯૧
મુમુક્ષુ જીવે પોતાના દોષો જોઈ દોષો ટાળવા જોઈએ અને તે જ મુમુક્ષુતા ટકે, નહીં તો પરમકૃપાળુ દેવે લખ્યું છે તેમ “મુમુક્ષુતામાં પણ કેટલેાક આનંદ અનુભવાય છે, તેને લીધે બાહ્ય શાતાનાં કારણેા પણ કેટલીક વાર પ્રિય લાગે છે અને તેથી આ લેાકની અલ્પ પણ સુખેચ્છા રહ્યા કરે છે, જેથી જીવની જોગ્યતા રોકાઈ જાય છે.” “એ ત્રણે કારણા ટાળવાનું ખીજ મહાત્માને વિષે પરમપ્રેમાર્પણુ એ છે” એમ પરમકૃપાળુ દેવે બતાવ્યું છે. “સત્પુરુષમાં જ પરમેશ્વરબુદ્ધિ એને જ્ઞાનીઓએ પરમધર્મ કહ્યો છે.” મહાત્મા ઉપર જીવને માહ જ ન આવ્યે.” મુમુક્ષુનાં નેત્રા મહાત્માને ઓળખી લે છે.”
“પર પ્રેમ પ્રવાહ અઢે પ્રભુસેં, સખ આગમ ભેદ સુઉર ખસે.”
વગેરે દ્વારા તેઓશ્રીએ સંસાર ઉપરના પ્રેમ પલટાવી આત્મારૂપ સત્પુરુષ પર પ્રેમ કરવાના ભક્તિમાર્ગ પ્રકાશ્યા છે તે જ આપણે અવલંબનરૂપ છે. આ કાળમાં આ કાળથી નિર્લેપ રહી જે પુરુષે આપણા ઉપર અનંત ઉપકાર કર્યાં છે તેના ઉપકારનું સ્મરણ પણ આપણને અત્યંત ઉપકારી છે, તે તેની સ્તવના ભક્તિ પરમહિતકારી હાય એમાં શું કહેવું ? વૈરાગ્ય ઉપશમની વૃદ્ધિ થયે તે પુરુષનાં વચને અમૃત સમાન મધુર અને આત્મધર્મમાં પ્રેરક લાગ્યા વિના ન રહે. ભાવ એ તરવાનું ઉત્તમ નિમિત્ત છે, છતાં ભાવ પણ નિમિત્તાધીન પલટાઈ જાય છે એટલે ઉત્તમ નિમિત્તે આત્માનું કલ્યાણ થવા સંભવ છે. તેથી સત્સંગ સત્સમાગમને ઉત્તમ