________________
બેધામૃત ૯૦
અગાસ, તા. ૩-૧૧-૩૪ વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ, આયુષ્ય તે તે જલના તરંગ;
પુરંદરી ચાપ અનંગ રંગ, શું રાચીએ ત્યાં ક્ષણને પ્રસંગ ?” પવિત્રાત્મા પૂ..ના દેહાંતના સમાચાર તેમના ઓળખીતા સર્વેને ખેદ ઉપજાવે એ સ્વાભાવિક છે. પરંતુ તે ખેદને મુમુક્ષુ જીવે વૈરાગ્યમાં પલટાવી જગતના કામ પ્રત્યે તુચ્છભાવ અને અણગમો ઉત્પન્ન થાય તેમ વિચારવા યોગ્ય છે. વૈરાગ્યની ખામી હોવાથી જીવને સગાંવહાલાં અને વિષયના ભેગો પ્રત્યે પ્રેમ વર્તે છે, અને તેને વિયેગમાં ખેદ થાય છે. ક્ષણિક વસ્તુઓ પરેને મેહ, રાગ, મીઠાશ જીવને ક્ષણવારમાં વિયાગમાં ખેદ, શેક, ઝરણું ઉત્પન્ન કરાવે છે. આ જીવનું હિત શામાં છે? તે તેને સૂઝતું નથી. જગતમાં સાચા સગા તે પુરુષ છે અને તેને વિગ રહે છે તે એટલે સાલવો જોઈએ તે નથી સાલતે, તે મેહનું માહાસ્ય છે. સગાંવહાલાં અનંતવાર મળ્યાં પણ અનંતકાળે જે પ્રાપ્ત નથી થયું તે પ્રાપ્ત થવાનું પ્રબળ નિમિત્ત પુરુષને વેગ અને ત્યાગવૈરાગ્યપૂર્વક જીવની યોગ્યતા છે તેમાં ખામી છે, ત્યાં સુધી ક્ષણે ક્ષણે આ જીવ ભયંકર મરણ કરે છે અને તેમાં રાચી રહ્યો છે. તે ખામી દૂર થવા જીવને વૈરાગ્યઉપશમ પામવાની જરૂર છે અને તે અર્થે સત્સંગ સાધની જરૂર છે. આપને વિચારવા એક પત્ર ઉતારી મોકલું છું તે સર્વ ભાઈઓ વિચારશોજી -
૪ આ જીવને યથાર્થ વૈરાગ્ય પ્રાપ્ત થવા યોગ્ય છે. જે આ આત્મા નજરે જુએ છે કે તેની સમીપમાં તેનાથી લઘુ અને વડીલ એવા ઘણા આત્માઓ કાળના ઝપાટામાં ચાલ્યા ગયા છતાં આ ક્લેશિત આત્મા કાળને વિશ્વાસ કરી નિશ્ચિત થઈને સૂતે છે તેને કેમ જરા પણ ખબર પડતી નથી? પ્રત્યક્ષ જોઈ રહ્યો છે કે કાળ ગટકાં ખાઈ રહ્યો છે, લીધે કે લેશે એમ થઈ રહ્યું છે, છતાં આ અજ્ઞાની એવો મૂઢ આત્મા જ્ઞાની પુરુષની પેઠે નિશ્ચિત થઈને સૂએ છે. કહ્યું છે કે જેને મૃત્યુની સાથે મિત્રતા હોય અથવા જે મૃત્યુથી ભાગી છૂટી શકે તેમ હોય અથવા હું નહીં જ મરું એમ જેને નિશ્ચય હોય તે ભલે સુખે સૂએ. (૬૩) ખાવા, પીવા, પહેરવા, ઓઢવા, પાથરવાના પ્રસંગમાં જે જે જીવને તાદાસ્યપણું વર્યા કરતું હોય તે તે વખતે તે તે પદાર્થોનું તુચ્છપણું ભાવ્યા જ કરવું અને જેમ સર્પને વિષે દઢ થયેલું ઝેર નિદ્રામાં પણ જાગ્રત રહે છે તેમ પદાર્થ આદિક પ્રત્યેનું અનિત્યપણું, તુચ્છપણું દઢ કરી રાખ્યું હોય તે જીવને તે તે પદાર્થો પ્રાપ્ત થયે ઘણું કરીને તેને તાદાત્યપણું થવા દેતા નથી અને તેટલા માટે મુખ્ય કરીને વૈરાગ્યને વિશેષ જાગ્રત રાખવો જોઈએ. વૈરાગ્ય એ જ આત્મધર્મ પામવાને એક સીડીરૂપ ઉત્તમ પ્રકારે સડકનો રસ્તે છે અને તે પણ પુરુષના શરણસહિત હોય તે, નહીં તે જીવને તેમાં પણ ભુલા થવાનાં કારણે વિશેષ છે.”
સપુરુષની ભક્તિ વિક્ષેપ મટાડવામાં ઉત્તમ નિમિત્ત છે તેથી વૈરાગ્ય, ભક્તિ આદિ મોક્ષના ઉપાયોમાં પ્રવર્તવાને પુરુષાર્થ કર્તવ્ય છે. આપણે પણ એ જ મરણને માર્ગે જવાનું છે એમ વારંવાર વિચારી, સંસાર ઉપરની આસક્તિ ઓછી કરી સરુષ પ્રત્યે પ્રેમ વર્ધમાન કરવા યોગ્ય છે. એ જ.
૩૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ