________________
પત્રસુધા પડશે. પણ તે વખતે સમજણું રાખીને ધીરજ રાખે તેને નવાં કર્મ ન બંધાય. રોગ અને વ્યાધિ વગેરે શરીરમાં થાય છે. દેહને ધર્મ સડી જવાને, પડી જવાને છે, કોઈને અજર, અમર દેહ રહ્યો નથી, તે પછી આપણે એ વેદનાની મૂર્તિ જેવા દેહમાંથી સુખ ઈચ્છીએ તે પણ મળે એવું નથી. આખરે દેહ દગે દેનાર છે. માટે એ દેહ ઉપરને મેહ તજીને આત્માને વિચાર કરો એગ્ય છે. આત્મા નિત્ય છે. કદી આત્મા મરતે નથી, સડતે નથી, રેગી થતું નથી, ઘરડો થતું નથી. તે અદ્ય, અભેદ્ય, જન્મમરણથી રહિત છે, અસંગસ્વરૂપ છે. જ્ઞાન આત્માને સ્વભાવ હોવાથી દેહમાં જે જે વ્યાધિ થાય છે તેને જાણે છે; પરંતુ મને થાય છે, મારાથી નથી ખમાતું, મને આ નથી ગમતું, ક્યારે મટી જશે વગેરે થાય છે તે દેહ ઉપરના મેહને લઈને અને સહન કરવાને અભ્યાસ નથી પડ્યો તેને લઈને લાગે છે. પણ હવે આ દેહને વિશ્વાસ કરવા ગ્ય નથી. દેહ, પુત્ર, કુટુંબ, ખેતર, . ઘર એ કંઈ મારું નથી, એમ વિચારી બધા ઉપરથી મન ઉઠાવી એક પરમકૃપાળુદેવનું શરણું ગ્રહણ કરી જ્યાં સુધી ભાન રહે ત્યાં સુધી સત્પરુષ દ્વારા મળેલ મહામંત્ર “સહજાન્મસ્વરૂપ પરમગુરુ”નું સ્મરણ કર્યા કરવું યેગ્ય છે.
જ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
અગાસ, તા. ૨૫-૧૦-૩૪ એકમને દિવસે શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રને જન્મ મહોત્સવ ઘણું ભક્તિભાવ સહિત અનેક ગાથાએ નમસ્કાર કરી ધામધૂમસહિત ઊજવાયા હતા. હજારેક માણસે એકઠા થયા હતા. ૫. ઉ. પૂ. પ્રભુશ્રીજીને પણ તે દિવસે એકાશીમું વર્ષ બેઠું એ રીતે એ દિવસ બેવડો હર્ષદાયક વીત્યું છે. અત્રે આવેલા ઘણું જીવોને લાભ થાય છે. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રમાં ચૌદપૂર્વને સાર છે, પણ જીવની જેટલી યેગ્યતા હોય તેટલું તેમાંથી ગ્રહણ કરી શકે. તેમાં આત્મસ્વરૂપ જે ગાયું છે તે સદ્દગુરુઆજ્ઞાએ જીવ વિચારે તે આત્મા સંબંધી છયે પદમાં તે નિઃશંક થાય અને આત્મપ્રતીતિ દ્વારા મોક્ષમાર્ગ પામી આખરે નિર્વાણ પામે. વીસ દેહરા, ક્ષમાપનાને પાઠ અને છપદના પત્રની સાથે આત્મસિદ્ધિ રોજ બલવા ગ્ય છે, વિચારવા
ગ્ય છે અને તેમાં જણાવેલું આત્મસ્વરૂપ પ્રતીત કરી નિશંક થવા ગ્ય છે. આપણી યેગ્યતા ન હોવાથી ન સમજાય તે પણ એટલું તે અવશ્ય માનવા લાગ્યું છે કે જ્ઞાની પુરુષોએ પ્રત્યક્ષ પ્રગટ અનુભવેલે આત્મા મારે માન્ય છે, તેની ઓળખાણ કરવાની ભાવના વર્ધમાન કરવા ગ્ય છે, સત્પરુષ દ્વારા સાંભળેલા બેધની સ્મૃતિ કરી વૈરાગ્ય ઉપશમની વૃદ્ધિ કર્તવ્ય છે, તે ગ્યતા વધશે અને મુમુક્ષુતા વધતાં જ્ઞાની પુરુષનું માહાત્મ્ય વિશેષ સમજાશે. જેટલે સંસાર પ્રત્યેને ભાવ મળે પડે અને પુરુષ પ્રત્યે ભક્તિ જાગે, તેનાં વચનામૃત ઉપર પ્રેમ વધે અને વચનામૃતનું વિશેષ સેવન થાય તેમ તેમ વૈરાગ્ય પણ વધે અને કષાય ઘટે. માટે સત્સંગને વિયેગમાં સપુરુષનાં વચને પણ સત્સંગતુલ્ય છે એમ ગણી બચતે કાળ સપુરુષની ભક્તિમાં, વાંચવા-વિચારવામાં ગાળ હિતકારી છે.જી.
૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ